IND vs SA ભારતીય ટીમ પર ICCની મોટી કાર્યવાહી, આખી ટીમને મળી સજા

|

Jan 02, 2022 | 2:04 PM

દક્ષિણ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટ (SA vs IND) મેચમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.

IND vs SA ભારતીય ટીમ પર ICCની મોટી કાર્યવાહી, આખી ટીમને મળી સજા
Team India fined for slow over rate in first Test

Follow us on

(IND vs SA) : ટીમ ઈન્ડિયા (Team India)ને મેચ ફીનો 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ટેબલમાંથી એક પોઈન્ટ પણ કપાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાનો પોઈન્ટ ઈંગ્લેન્ડ (England)માં પણ કપાઈ ગયો હતો.

અમીરાત ICC એલિટ પેનલના મેચ રેફરી (Match referee), એન્ડ્રુ પાયક્રોફ્ટે, સમયને ધ્યાનમાં રાખીને, ભારત લક્ષ્યાંકથી એક ઓવર ઓછું ફેક્યા પછી પ્રતિબંધ લાદ્યો હતો. નિયમો અનુસાર, ખેલાડી (Player)ઓને દરેક ઓવર ટાઈમ માટે મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે.

ઓવર દીઠ એક પોઈન્ટ કાપવામાં આવે છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ ઉપરાંત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(World Test Championship)ની પોલિસી મુજબ, ઓવર દીઠ એક પોઈન્ટ કાપવામાં આવે છે. આથી ભારતીય ટીમે એક ઓવર પાછળ રહેવાના કારણે એક પોઈન્ટ ગુમાવવો પડે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Indian captain Virat Kohli)ને ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેણે સજા સ્વીકારી લીધી હતી,

ભારતીય ટીમ  પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(World Test Championship)ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. સ્લો ઓવર રેટના કારણે ઈંગ્લેન્ડની ટીમને ઘણા પોઈન્ટ ગુમાવવા પડ્યા છે. ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. તેમની નીચે માત્ર દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ છે.

સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઓવર રેટના મામલે પાછળ હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ 113 રનના જંગી અંતરથી મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને દરેક ક્ષેત્રમાં પાછળ છોડી દીધું હતું. કેએલ રાહુલે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. કેએલ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મયંક અગ્રવાલે પણ ફિફ્ટી ફટકારી હતી.

પ્રથમ ટેસ્ટમાં વિજય સાથે ભારતે 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. મતલબ દક્ષિણ આફ્રિકા (South Africa) માં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું પણ દૂર નથી.

આ પણ વાંચો :  Sourav Ganguly: સૌરવ ગાંગુલી કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત, હોસ્પિટલે BCCI પ્રમુખના કોવિડ રિપોર્ટને લઇને કર્યો ખુલાસો

Next Article