Team India: 36 રન, રવિન્દ્ર જાડેજા અને જાણો શું હતો રાત્રીનાં 12.30નો એ ખાસ મેસેજ

|

Jan 23, 2021 | 4:14 PM

ભારતીય ટીમ (Team India) ઓસ્ટ્રેલીયામાં લગાતાર બે ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચી ચુકી છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઇન્ડીયા 2-1 થી પોતાના નામે કરી લીધી છે. પરંતુ એડિલેડ ટેસ્ટ (Adelaide Test) થી સિરીઝની શરુઆત કરવા બાદ આ પરિણામની કલ્પના ભાગ્યેજ કોઇએ કરી હશે.

Team India: 36 રન, રવિન્દ્ર જાડેજા અને જાણો શું હતો રાત્રીનાં 12.30નો એ ખાસ મેસેજ
પ્રથમ ટેસ્ટમાં બેંચ પર બેઠેલો રવિન્દ્ર જાડેજાને બીજી ટેસ્ટમાં સ્થાન મળ્યુ.

Follow us on

ભારતીય ટીમ (Team India) ઓસ્ટ્રેલીયામાં લગાતાર બે ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચી ચુકી છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઇન્ડીયા 2-1 થી પોતાના નામે કરી લીધી છે. પરંતુ એડિલેડ ટેસ્ટ (Adelaide Test) થી સીરીઝની શરુઆત કરવા બાદ આ પરિણામની કલ્પના ભાગ્યેજ કોઇએ કરી હશે. કારણ કે જે રીતે એડિલેડ ટેસ્ટમાં રમાયેલી ટેસ્ટની બીજી ઇનીંગ હતી તે શરમજનક રમત હતી. ભારતીય ટીમ માત્ર 36 રન પર જ સમેટાઇ ગઇ હતી. જે ભારતના ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર હતો. તેના બાદ જ પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ રાગ આલાપવા માટે શરુ કરી દીધો હતો કે, હવે ટીમ ઇન્ડીયા ટેસ્ટ સિરીઝમાં ગઇ સમજો. પરંતુ તેના બાદ બીજી ટેસ્ટ એટેલે કે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં જીત હાંસલ કરી હતી. જોકે આ 36 ના સ્કોરના બોધપાઠ થી જ પ્રથમ ટેસ્ટમાં બેંચ પર બેઠેલો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), બીજી મેચમાં અંતિમ ઇલેવનમાં સ્થાન પામ્યો હતો.

જાડેજાના સમાવેશ થી લઇ મેલબોર્ન મિશનની રુપરેખા કેવી રીતે ઘડાઇ હતી તે સમજવા માટે થોડા પાછળ જવુ પડશે. ટીમ ઇન્ડીયાના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર (R Sridhar) ના મુજબ જે દિવસે એડિલેડમાં હાર મળી એ દિવસે રાત્રીના લગભગ સાડા બાર વાગ્યાની આસપાસની વાત છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) નો મેસેજ આવ્યો. તેમણે પુછ્યુ કે શુ કરી રહ્યા છો ? મને હેરાની થઇ અને થયુ કે આટલી મોડી રાત્રીએ મેસેજ કેમ આવ્યો. મે કહ્યુ, હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) , હું, ભરત અરુણ અને વિક્રમ રાઠોડ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. વિરાટે ફરી મેસેજ કર્યો કે શુ હું પણ આપ લોકોની સાથે જોઇન કરી શકુ છુ ? મે કહ્યુ કે આવી જાઓ.

શ્રીધરે બતાવ્યુ, તેના પછી વિરાટ આવ્યો અને અમે બધાએ મિશન મેલબોર્નની ચર્ચા શરુ કરી દીધી. ત્યારે રવિ શાસ્ત્રીએ કહ્યુ કે એડિલેડના આ 36 રનોને એક બેઝની રીતે પહેરી રાખો. 36 રન જ ટીમને મહાન બનાવશે. અમે બધા એ વખતે અસંમજસમાં આવી ગયા હતા, પરંતુ ત્યાર બાદ અમે વાત કરવાની શરુ કરી દીધી કે શુ નિર્ણય લઇ શકાય. તેના બાદ વિરાટ કોહલી એ આગળના દિવસે સવારે અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ને બોલાવ્યો અને અમે ખૂબ સારી ચર્ચાઓ કરી હતી. 36 રન પર આઉટ થવા બાદ કોઇ પણ ટીમ બેટીંગ લાઇન મજબૂત કરે. પરંતુ રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી અને અજીંક્ય રહાણેએ બોલીંગ મજબૂત કરવાનો નિર્ણય કર્યો. એટલા માટે જ વિરાટ કોહલીના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Next Article