T20 World Cup: આગામી 1 જૂને ICC વિશ્વકપ 2021 નું આયોજન ભારત કે વિદેશમાં કરવાનો નિર્ણય લઇ શકે છે

|

May 22, 2021 | 1:52 PM

IPL 2021 નું આયોજન T20 વિશ્વકપ (World Cup) નું રિહર્સલ માનવામાં આવી રહ્યુ હતું. આઇપીએલની પાછળની સિઝનની વિદેશમાં સફળતા મળી હતી.

T20 World Cup: આગામી 1 જૂને ICC વિશ્વકપ 2021 નું આયોજન ભારત કે વિદેશમાં કરવાનો નિર્ણય લઇ શકે છે
T20 World Cup

Follow us on

IPL 2021 નુ આયોજન T20 વિશ્વકપ (World Cup) નું રિહર્સલ માનવામાં આવી રહ્યુ હતું. આઇપીએલની પાછળની સિઝનની વિદેશમાં સફળતા મળી હતી. ત્યારબાદ ઘરઆંગણે આયોજન માં સફળતા, T20 વિશ્વકપના આયોજનને સફળ બનાવવા મદદ રુપ રહેવાનુ માનવામાં આવી રહ્યુ હતું.

પરંતુ આઇપીએલ ટુર્નામેન્ટ ખેલાડીઓમાં કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટુર્નામેન્ટ અટકાવી દેવામાં આવી હતી. જેને લઇને હવે T20 વિશ્વકપ પર સંકટ મંડરાયેલુ છે, જે અંગે ICC આગામી 1 જૂને નિર્ણય લેશે. આમ પણ આ પહેલા પણ આઇસીસીએ કહ્યુ હતું કે, ભારતમાં કાર્યક્રમ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે, પરંતુ આઇસીસી એ પાસે બેકઅપ પ્લાન તૈયાર છે.

આગામી 1 જૂને આઇસીસીની કાર્યકારી બોર્ડ બેઠક યોજાનારી છે. માનવામાં આવી રહ્યુ છે કે, જેમાં T20 વિશ્વકપને લઇને આયોજન સ્થળ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની વિશેષ વાર્ષિક સામાન્ય સભા (AGM) 29 મે ના રોજ બોલાવવામા આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બીસીસીઆઇની વિશેષ એજીએમ દરમ્યાન આઇસીસીની બેઠકમાં પોતાનો પક્ષ રાખવાને લઇને ચર્ચા કરવામાં આવી શકે છે. ભારતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા અને આઇપીએલ 2021 ને અધવચ્ચે રોકી દેવાને લઇને વિશ્વકપનું આયોજન મુશ્કેલીમાં મુકાયુ છે. આવી સ્થિતીમાં બીસીસીઆઇ માટે આયોજનનો દાવો નબળો પડી શકે છે. જોકે આઇસીસીના નિર્દેશક અને ટીમ દ્વારા ભારતની સ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

T20 વિશ્વકપના બેક પ્લાન તરીકે UAE આઇસીસીને પ્રથમ પસંદગી છે. જેને લઇને ભારતમાંથી વિશ્વકપ શિફ્ટ કરવામાં આવે તો, UAE માં ખસેડી શકાય છે. જોકે તેનું આયોજન બીસીસીઆઇ અંતર્ગત રહી શકે છે. આઇસીસી T20 વિશ્વકપ 2021 આગામી ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન રમાનાર છે.

Next Article