T20 World cup IND vs SCO: ટીમ ઈન્ડિયાની નજર મોટી જીત ઉપર, રોહિત શર્મા-જસપ્રિત બુમરાહ- હાર્દિક પંડ્યા આ નવો રેકોર્ડ બનાવી શકે છે

રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા આ મેચમાં પોતાના ખાતામાં નવા રેકોર્ડ નોંધાવી શકે છે. જાણો કયા કયા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે રોહીત, જસપ્રિત અને હાર્દિક ?

T20 World cup IND vs SCO: ટીમ ઈન્ડિયાની નજર મોટી જીત ઉપર, રોહિત શર્મા-જસપ્રિત બુમરાહ- હાર્દિક પંડ્યા આ નવો રેકોર્ડ બનાવી શકે છે
Hardik Pandya, Rohit Sharma and Jasprit Bumrah (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 12:28 PM

ટીમ ઈન્ડિયા આજે T20 વર્લ્ડ કપ 2021ની ચોથી મેચ રમવાની છે. સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ સામે મોટી જીત નોંધાવવી પડશે, આ સિવાય રોહિત શર્મા( Rohit Sharma), જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ મેચમાં પોતાના ખાતામાં નવા રેકોર્ડ નોંધાવી શકે છે. રોહિત શર્માએ છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે 74 રનની ઇનિંગ રમીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. જો રોહિત શર્મા સ્કોટલેન્ડ સામે 48થી વધુ રન બનાવે છે તો તે T20 ઈન્ટરનેશનલમાં 3000 રનનો આંકડો પાર કરી લેશે.

આવો એક નજર કરીએ એવા રેકોર્ડ્સ પર જે ભારતીય ક્રિકેટરો આજે સ્કોટલેન્ડ સામેની મેચ દરમિયાન પોતાના નામે કરી શકે છે.

T20 આંતરરાષ્ટ્રીયમાં 3000+ રન રોહિત શર્માએ અત્યાર સુધી 114 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 32.43ની એવરેજથી 2952 રન બનાવ્યા છે. તે 3000 T20 આંતરરાષ્ટ્રીય રનના આંકડાથી માત્ર 48 રન દૂર છે. T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 3000+ રન બનાવનાર માત્ર બે જ ખેલાડી છે. વિરાટ કોહલીના ખાતામાં 3225 રન છે જ્યારે માર્ટિન ગુપ્ટિલે 3069 રન બનાવ્યા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

શું હાર્દિક પંડ્યાની સિક્સરની સદી પૂરી થશે? હાર્દિક પંડ્યા અત્યાર સુધીમાં કુલ 11 ટેસ્ટ, 63 વનડે અને 52 ટી20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. હાર્દિકે ટેસ્ટમાં 12, વનડેમાં 54 અને T20 ઈન્ટરનેશનલમાં 32 સિક્સર ફટકારી છે. આ રીતે તેના ખાતામાં કુલ 98 આંતરરાષ્ટ્રીય છગ્ગા છે. જો તે સ્કોટલેન્ડ સામે આજે બે છગ્ગા ફટકારે છે તો તેના ખાતામાં કુલ 100 આંતરરાષ્ટ્રીય સિકસર ફટકારવાનો નવો વિક્રમ સ્થાપશે.

શું બુમરાહ ચહલને પાછળ છોડશે? ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હાલમાં યુઝવેન્દ્ર ચહલના નામે છે. યુઝવેન્દ્રએ અત્યાર સુધીમાં 63 વિકેટ લીધી છે, જસપ્રિત બુમરાહના ખાતામાં 62 વિકેટ છે. જો બુમરાહ સ્કોટલેન્ડ સામે એક વિકેટ લેશે તો યુઝવેન્દ્ર ચહલ સાથે વિકેટ લેવાના મુદ્દે બરોબરી કરશે અને જો તે બે વિકેટ લેશે તો તે ચહલથી આગળ નીકળી જશે.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં 7 થી 10 નવેમ્બર સુધી માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં થશે અસર 

આ પણ વાંચોઃ

PM Modi Kedarnath: PM મોદીએ કર્યો અયોધ્યા, કાશી અને મથુરાનો ઉલ્લેખ, કહ્યું- સદીઓ પછી હવે પાછુ મળી રહ્યુ છે ગૌરવ

g clip-path="url(#clip0_868_265)">