T20 World Cup: ટીમ ઇન્ડિયાને એક પણ પૈસો લીધા વગર માહી આપશે માર્ગદર્શન, જય શાહે આપી માહિતી
ટી 20 વર્લ્ડ કપ 2021 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે.
મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના મેન્ટર એટલે કે માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું કે તેઓ આ કામ માટે કોઈ માનદ વેતન નથી લઈ રહ્યા. તેમણે મીડિયાને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની આ કામ માટે એક પૈસો પણ નથી લઈ રહ્યા. બીસીસીઆઈ સચિવ જય શાહે મંગળવારે એએનઆઈને આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટી 20 વર્લ્ડ કપમાં મેન્ટર બનવા માટે કોઈ પૈસા નથી લઈ રહ્યા. તે આ કામ ચાર્જ વગર કરશે.
તમને જણાવી દઈએ કે આઈપીએલના (IPL) બે દિવસ બાદ ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. આ વર્લ્ડ કપ પણ IPL ની જેમ દુબઈમાં યોજાવાનો છે. આ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે વર્લ્ડ કપ દરમિયાન ટીમને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે.
ANI સાથેની વાતચીતમાં જય શાહે માહિતી આપી હતી કે ધોની મફતમાં મેન્ટર તરીકે ટીમ ઇન્ડિયામાં જોડાશે. તેઓ તેમની સેવાઓ માટે કોઈ ફી લેશે નહીં. જય શાહે કહ્યું, ‘એમએસ ધોની ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને પોતાની સેવાઓ આપવા માટે પૈસા નહીં લે.’ આ સાથે જ જય શાહે ધોનીનો આભાર પણ માન્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યા બાદ જ 2007 નો ટી -20 વર્લ્ડ કપ જીત્યો હતો.
ટીમ ઇન્ડિયા 2 વોર્મ અપ મેચ રમશે
ટી 20 વર્લ્ડ કપ 2021 માં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા ટીમ ઇન્ડિયા બે વોર્મ અપ મેચ પણ રમશે. પ્રથમ પ્રેક્ટિસ મેચ 18 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે થશે. બીજી વોર્મ અપ મેચ 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. ટી 20 વર્લ્ડ કપની તમામ વોર્મ-અપ મેચોનું જીવંત પ્રસારણ પણ થશે.
આ પણ વાંચો: IPL 2021: દિલ્હી સામેની ક્વોલિફાયર મેચ પહેલા KKR મુશ્કેલીમાં, 14 સિક્સ ફટકારનાર આ ધુરંધર ખેલાડી ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: T20 World Cup: રનની રેસમાં, વિરાટ કોહલી અને ક્રિસ ગેલ સૌથી આગળ નીકળશે ! આ લીસ્ટ જુઓ અને આખી રમત સમજો