T-20 લીગ: તેવટીયા ફરીવાર રાજસ્થાન માટે બન્યો તારણહાર, રાહુલ અને પરાગની તોફાની રમતે બાજી પલટતા હૈદરાબાદની હાર

|

Oct 11, 2020 | 7:36 PM

દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે ટી-20 લીગની 26મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઈ. બપોરે 03.30 કલાકે શરુ થયેલ મેચમાં પ્રથમ ટોસ હૈદરાબાદે જીતીને બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. બંને ટીમોએ શરુઆત ધીમી કરી હતી પ્રથમ ઈનીંગમાં હૈદરાબાદ તરફથી મનિષ પાંડેએ 44 બોલમાં 54 રન કરીને અડધી સદી ફટકારી. સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરના […]

T-20 લીગ: તેવટીયા ફરીવાર રાજસ્થાન માટે બન્યો તારણહાર, રાહુલ અને પરાગની તોફાની રમતે બાજી પલટતા હૈદરાબાદની હાર

Follow us on

દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે ટી-20 લીગની 26મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઈ. બપોરે 03.30 કલાકે શરુ થયેલ મેચમાં પ્રથમ ટોસ હૈદરાબાદે જીતીને બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. બંને ટીમોએ શરુઆત ધીમી કરી હતી પ્રથમ ઈનીંગમાં હૈદરાબાદ તરફથી મનિષ પાંડેએ 44 બોલમાં 54 રન કરીને અડધી સદી ફટકારી. સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરના અંતે ત્રણ વિકેટે 153 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનના બેટ્સમેનોએ પણ શરુઆતમાં ખાસ દમ દર્શાવ્યો નહતો અને આસાન સ્કોર પણ રાજસ્થાન માટે એક સમયે મુશ્કેલ થઈ ચુક્યો હતો. પરંતુ તેવટીયા ફરી એકવાર તારણહાર બન્યો હતો અને હારેલી બાજી જીતમાં પલટી ચુક્યો હતો. તેવટીયાએ 28 બોલમાં 45 રન ફટકાર્યા હતા. જેમાં રાશિદની એક ઓવરમાં સળંગ ચાર ચોગ્ગા લગાવ્યા હતા. પરાગ રિયાન પણ 26 બોલમાં 42 રન ની ઈનીંગ રમી જીતનો મહત્વનો રોલ ભજવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાજસ્થાનની બેટીંગ

રાજસ્થાન પણ હૈદરાબાદની માફક જ ધીમી શરુઆત કરી હતી તો વિકેટ પણ ઝ઼ડપથી પડવા લાગતા એક સમયે રાજસ્થાન દબાણમાં આવી ચુક્યુ હતુ. જેની અસર સ્કોર બોર્ડ પર પણ પડી હતી અને અંતિમ પાંચ ઓવરોમાં રાજસ્થાન પર રનનું દબાણ વધી ગયુ હતુ. જોકે રાહુલ તેવટીયા ફરી એકવાર કટોકટીના સમયે તારણહાર સાબિત થયો હતો. રીયાન પરાગ અને તેવટીયાએ છઠ્ઠી વિકેટની જબરદસ્ત ભાગીદારી નોંધાવી હતી સાથે જ રનની ઝડપ પણ વધારી હતી. જેની આશા હતી એ બેન સ્ટોક્સ લાંબા સમય પછી ક્રિકેટ પીચ પર જોવા મળ્યો હતો અને તેણે માત્ર પાંચ રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. ખલીલ અહેમદના બોલ પર તે બોલ્ડ થયો હતો. બટલરે 16 રન બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથ પણ પાંચ રને જ રન આઉટ થયો હતો આમ 26ના સ્કોર પર ત્રણ વિકેટ રાજસ્થાન ગુમાવી બેઠુ હતુ. ઉથપ્પા પણ ફરી એકવાર ક્રિઝ પર ટકી રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 18 રન બનાવ્યા હતા. સંજુ સૈમસને 26 રન જોડ્યા હતા. જોકે છટ્ઠી વિકેટ માટે રાહુલ  અને પરાગ બંને એ 78 રનના સ્કોરથી રમતા ટીમને અંતમાં વિજયના માર્ગ પર લઇ ગયા હતા. રાજસ્થાનના હાથમાંથી ગયેલી મેચને રાહુલ ફરી એકવાર પોતાની ટીમના પક્ષમાં લઇ આવ્યા હતા. આમ હારી બાજી જીતી લેવાઇ હતી.

હૈદરાબાદની બોલીંગ

ખલીલ અહેમદે બેન સ્ટોક્સની મહત્વની પ્રથમ વિકેટ ઝડપતા જ હૈદરાબાદની છાવણીમાં ખુશીની શરુઆત થઈ હતી, ભલે ખુશી અંત સુધી ટકી નહોતી શકી. ખલીલ અહેમદે બે વિકેટ ઝડપી હતી. પરંતુ તેણે 37 રન ગુમાવ્યા હતા. રાશિદખાને પણ ચાર ઓવરમાં બે વિકેટ ઝડપીને 25 રન આપ્યા હતા. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 32 રન આપ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હૈદરાબાદની બેટીંગ

હૈદરાબાદના ઓપનર કેપ્ટન ડેવીડ વોર્નર અને જોની બેયરીસ્ટે ધીમી શરુઆત કરી હતી. જોકે જોની બેયરીસ્ટોની વિકેટ 23 રનના સ્કોર પર જ ગુમાવી હતી. ત્યારબાદ ડેવીડ વોર્નર અને મનિષ પાંડેએ ઈનીંગ્સને સંભાળી હતી, પરંતુ રન ને લઇને સ્કોર બોર્ડ ઝડપી બનાવી શક્યા નહોતા. ડેવીડ વોર્નર બે રન માટે અડધી સદી ફટકારી. તેણે 38 બોલમાં 48 રન કર્યા હતા. જ્યારે મનિષ પાંડેએ 44 બોલમાં 54 રન કર્યા હતાં. કેન વિલિયમસને 22 રન અને પ્રિયમ ગર્ગે 10 રન કરીને અણનમ રહ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. કાર્તિક ત્યાગીએ ત્રણ ઓવરમાં 29 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટે ચાર ઓવરમાં 31 રન આપીનૈ એક વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 31 રન આપ્યા હતા. રાહુલ તેવટીયાએ ચાર ઓવરમાં 35 રન આપ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article