T-20 લીગ: RRએ સ્ટોક્સની ફીફટી સાથે પંજાબને 7 વિકેટે આસાનીથી હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

|

Oct 30, 2020 | 11:32 PM

ટી-20 ક્રિકેટ મેચમાં આજે 50મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ. બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે જીત ખુબ જ મહત્વની હોવાનું નજરમાં રાખી મેદાનમાં ઉતરતા મેચ પણ રોમાંચક રહી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. ક્રિસ ગેઈલની ધુંધાઆર બેટીંગ […]

T-20 લીગ: RRએ સ્ટોક્સની ફીફટી સાથે પંજાબને 7 વિકેટે આસાનીથી હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

Follow us on

ટી-20 ક્રિકેટ મેચમાં આજે 50મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ. બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે જીત ખુબ જ મહત્વની હોવાનું નજરમાં રાખી મેદાનમાં ઉતરતા મેચ પણ રોમાંચક રહી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. ક્રિસ ગેઈલની ધુંધાઆર બેટીંગ કરતા 99 રન કર્યા હતા. આમ તે એક રન માટે તેની સદી ચુક્યો હતો. પંજાબની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે લક્ષ્યાંકને આસાનીથી પાર પાડ્યુ હતુ. માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 17.3 ઓવરમાં જ 186 રન કરી લઈને જીત મેળવી હતી. આમ રાજસ્થાન પ્લેઓફની રેસમાં હજુ ટકી રહ્યુ હતુ. જ્યારે પંજાબ માટે મુશ્કેલીઓ સર્જાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

રાજસ્થાન રોયલ્સે જીતની મહત્વતા સમજીને આજે રમત રમી હતી. ટીમના બેટ્સમેનો જીત માટે જાણે કે આજે ગંભીરતા દાખવી હોવાનું મેદાની રમતમાં જોવા મળી રહ્યુ હતુ. રાજસ્થાન રોયલ્સના બંને ઓપનરોએ 60 રનની ભાગીદારી નોંધાવી હતી. બેન સ્ટોક્સે આ દરમ્યાન પોતાની અડદીસદી ઝડપથી ફટકારીને 26 બોલમાં 50 રન કરીને પ્રથમ વિકેટના ભાગ રુપે પરત ફર્યો હતો. ટીમના 111 રનના સ્કોર પર બીજી વિકેટના રુપે રોબીન ઉથપ્પા આઉટ થયો હતો. તેણે 23 બોલમાં 30 રન કર્યા હતા. સંજુ સૈમસને પણ આજે 25 બોલમાં 48 રન કર્યા હતા અને તે ત્રીજી વિકેટના રુપમાં ટીમે તેને ક્રિઝ પર ગુમાવ્યો હતો. જોકે બાદમાં કેપ્ટન સ્ટિવ સ્મિથ અને જોસ બટલરે બાજીને સંભાળી લીધી હતી. બંનેએ ઝડપથી સ્કોરને આગળ વધારતા લક્ષ્યાંક પાર કરી દીધુ હતુ. સ્મિથે 31 અને બટલરે 22 રન કરી અણનમ રહ્યા હતા.

પંજાબની બોલીંગ

મુરુગન અશ્વિન અને ક્રિસ જોર્ડને એક એક વિકેટ ઝડપી હતી. બંનેએ જોકે રન પણ ટીમ માટે લુટાવ્યા હતા. રવિ બિશ્નોઈને વિકેટ નહીં મળવા છતાં તેણે રનની બાબતમાં નિયંત્રિત બોલીંગ કરી હતી. આ ઉપરાંત મહમંદ શામી પણ આજે રન લુટાવતો જોવા મળ્યો હતો. તેને ત્રણ જ ઓવરમાં 36 રન ગુમાવ્યા હતા. અર્શદિપ સિંઘે પણ ત્રણ ઓવરમાં 34 રન લુટાવ્યા હતા. ક્રિસ જોર્ડને 3.3 ઓવરમાં જ 44 રન અને અશ્વિને ચાર ઓવરમાં 43 રન ગુમાવ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પંજાબની બેટીંગ

ક્રિસ ગેઈલે ધમાકેદાર બેટીંગ કરી હતી, ગેઈલ એક રન માટે આજે સદી ચુક્યો હતો. તેણે 63 બોલમાં 99 રન કર્યા હતા. તે 99 રન પર જ જોફ્રા આર્ચરે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. પંજાબે પ્રથમ વિકેટ પ્રથમ ઓવરમાં જ મનદિપ સિંઘની ગુમાવી દીધી હતી. એ વેળા ટીમનો સ્કોર માત્ર એક જ રન હતો. મનદિપ શુન્ય રન પર જ કેચ આઉટ થયો હતો. જોકે ઓપનર કેપ્ટન કેએલ રાહુલે 46 રનની ઈનીંગ રમી હતી. તેની સાથે ક્રિસ ગેઈલે પણ એક સારી રમત દાખવી હતી. નિકોલસ પુરન પણ 10 બોલ રમીને ત્રણ છગ્ગા લગાવ્યા હતા અને તેણે 22 રન કરીને છગ્ગો મારવાના ચક્કરમાં બાઉન્ટ્રી પર કેચ આઉટ ઝડપાયો હતો. મેક્સવેલ છ રન કરીને અણનમ રહ્યો હતો.

 

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

બેન સ્ટોક્સે ચાર ઓવરમાં 32 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરે પણ બે વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા. વરુણ આરોને ચાર ઓવરમાં 47 રન, કાર્તિક ત્યાગી ચાર ઓવરમાં 47 રન તેમજ રાહુલ તેવટીયાએ ત્રણ ઓવરમાં 22 રન આપીને એક પણ વિકેટ ઝડપી નહોતી. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article