T-20 લીગની શરુઆત પહેલા આટલા આશ્વત નહોતા જેટલી ટુર્નામેન્ટ મહામારી વચ્ચે સફળ રહી, પ્રસારણ રેટીંગ્સમાં પણ અવવ્વલ: ગાંગુલી

|

Oct 22, 2020 | 11:46 PM

ટી-20 લીગની અડધાથી પણ વધુ મેચો રમાઈ ચુકી છે અને ટુર્નામેન્ટ હવે તેની ચરમસીમા પર પહોંચી ચુકી છે. દર્શકો વિના જ ભારતને બદલે યુએઈમાં રમાઈ રહેલી દુનિયાની સૌથી મશહૂર ક્રિકેટ લીગની આ સિઝનને લઈને લાંબી ઉત્સુકતા વર્તાતી હતી. અત્યાર સુધીના સફળતાપુર્વકના આયોજનને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ખુબ ખુશ છે. સાથે જ […]

T-20 લીગની શરુઆત પહેલા આટલા આશ્વત નહોતા જેટલી ટુર્નામેન્ટ મહામારી વચ્ચે સફળ રહી, પ્રસારણ રેટીંગ્સમાં પણ અવવ્વલ: ગાંગુલી

Follow us on

ટી-20 લીગની અડધાથી પણ વધુ મેચો રમાઈ ચુકી છે અને ટુર્નામેન્ટ હવે તેની ચરમસીમા પર પહોંચી ચુકી છે. દર્શકો વિના જ ભારતને બદલે યુએઈમાં રમાઈ રહેલી દુનિયાની સૌથી મશહૂર ક્રિકેટ લીગની આ સિઝનને લઈને લાંબી ઉત્સુકતા વર્તાતી હતી. અત્યાર સુધીના સફળતાપુર્વકના આયોજનને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ખુબ ખુશ છે. સાથે જ લીગને આ સિઝનમાં ખુબ જ ઉંચા ટીવી રેટીંગને લઈને પણ ખુશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

કોરોના મહામારીને લઈને લીગની 13મી સિઝન તેના નિયત સમય 29 માર્ચથી શરુ થઈ શકી નહોતી. ભારતમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈને લીગને આ વર્ષે રદ કરી દેવાની આશંકા દર્શાવવામાં આવી હતી. પરંતુ બીસીસીઆઇએ પોતાનુ પુર્ણ રુપથી જોર લગાવ્યુ હતુ, બાયોબબલ સુરક્ષિત માહોલ રચીને યુએઈમાં તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ ટુર્નામેન્ટને લઈને તેમણે તેની સફળતાને લઈને કહ્યુ હતુ તે આ બાબતે સહેજે હેરાન નથી, શરુઆતમાં આશંકીત હતા. ગાંગુલીએ અવિશ્વનીસનીય, હુ આનાથી વધુ હેરાન નથી. અમે અધિકારીક પ્રસારણ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે અમારે આયોજન કરવુ કે કેમ. ટુર્નામેન્ટના એક માસ અગાઉ સુધી અમે આ બાબતે આશ્વત નહોતા. અમે બાયો બબલની અસરને લઈને પણ સુનિશ્વીત ન હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગાંગુલીએ કહ્યુ હતુ કે, અમે રમતને મેદાનમાં ફરીથી લાવવા માટે ઈચ્છતા હતા. એટલા માટે જ સૌએ ભરોસો કરીને આયોજનનો નિર્ણય કર્યો હતો. ગાંગુલીએ કહ્યુ હતુ કે, કોઇને પણ એ વાતનો અંદાજો નહોતો કે શુ થશે. પરંતુ અમે ભરોસો રાખ્યો અને તેની સાથે જ આગળ વધ્યા હતા. અમને લાગ્યુ હતુ કે જીવન ફરીથી સામાન્ય થવુ જોઈએ, અમારે રમતને પાછી લાવવી હતી. હાલમાં મળી રહેલી શાનદાર પ્રતિક્રિયાઓથી હુ હેરાન નથી કારણ કે આ વિશ્વની સૌથી સુંદર ટુર્નામેન્ટ છે. હું શરત લગાવીને કહી શકુ છુ કે રેટિંગના મામલામાં આઇપીએલ શાનદાર રીતે સફળ રહી છે.

ગાંગુલીએ સાથે જ જણાવ્યુ હતુ કે. આ સિઝનની સફળતા પાછળ રમાઈ રહેલી મેચ છે. જેમાં એક જ મેચમાં બે સુપર ઓવરથી લઈને શિખર ધવનની શાનદાર સદી અને યુવાન ખેલાડીઓની પ્રભાવી પ્રદર્શન પણ સામેલ છે. ગાંગુલીએ કિંગ્સ ઈલેવન પંજાબની સિઝનમાં સુંદર વાપસીને લઇને ઉદાહરણ આપતા બતાવ્યુ હતુ કે. આ ટુર્નામેન્ટમાં બધુ જ જોવા મળે છે અને એટલા માટે જ તે સફળ છે. આ વર્ષે કોરોનાને લઇને મોટાભાગની સિરીઝ રદ થવાને લઈને ક્રિકેટના દીવાનાઓને ટી-20 લીગનો ખુબ જ ઈંતઝાર હતો. જ્યારે 19 સપ્ટેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ યોજાઇ હતી તો દેશના કોઇ પણ સ્પોર્ટ ઈવેન્ટને લઈને રેટીંગ્સના તમામ રેકોર્ડ તોડ્યા હતા. લીગને આ સિઝનમાં સતત સારી રેટીંગ્સ મળી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article