T-20 લીગ: CSKની સતત ત્રીજી હાર, SRHનો 7 રનથી વિજય

|

Oct 02, 2020 | 11:50 PM

દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શુક્રવારે સિઝનની 14મી મેચ યોજાઈ. આ મેચ રમવા સાથે જ મહેન્દ્રસિંહ ધોની ટી-20 લીગની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં હૈદરાબાદે તેની શરુઆતની વિકટે ઝડપથી આઉટ થઈ હતી તેમ જ […]

T-20 લીગ: CSKની સતત ત્રીજી હાર, SRHનો 7 રનથી વિજય

Follow us on

દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શુક્રવારે સિઝનની 14મી મેચ યોજાઈ. આ મેચ રમવા સાથે જ મહેન્દ્રસિંહ ધોની ટી-20 લીગની સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં હૈદરાબાદે તેની શરુઆતની વિકટે ઝડપથી આઉટ થઈ હતી તેમ જ ચેન્નાઇના પણ  શરુઆતના ત્રણ ખેલાડીઓ ઝડપથી પેવેલીયન પરત પહોંચી ગયા હતા. પ્રથમ બેટીંગ કરીને 20 ઓવરના અંતે સનરાઈઝર્સ હૈદરાબાદે 164 રન કર્યા હતા. આ માટે તેણે પાંચ વિકેટ ગુમાવી હતી. વળતા જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તરફથી રમતા રવિન્દ્રસિંહ જાડેજાએ 35 બોલમાં 50 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવર રોમાંચક બની હતી કારણ કે મેચ ફીનીશર ગણાતા ધોની ક્રીઝ પર હતા અને છ બોલમાં 28 રનની જરુર હતી. પરંતુ મેચને પોતાના પક્ષે કરી શક્યા નહોતા. આખરે સનરાઇઝર્સ હૈદરાબાદ 7 રને વિજય થયુ હતુ. જ્યારે ચેન્નાઇએ સતત ત્રીજી હાર સહન કરી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચેન્નાઇની બેટીંગ

શેન વોટ્સનના ખરાબ ફોર્મનો સીલસીલો અટક્યો નહોતો તે આજે પણ ખુબ જ ઝડપથી આઉટ થયો હતો અને તેની વિકેટને લઇને ધોનીની ચિંતા જેમને તેમ રહી હતી. કારણ કે તે માત્ર એક જ રન બનાવીને પરત ફર્યો હતો. રાયડુ પણ આજે ટીમમાં પરત ફરતા ટીમની અને ચાહકોની આશા ઠગારી નિવડી હતી. તે પણ ક્રિઝ પર ટકી રહેવાને બદલે માત્ર આઠ રન બનાવી નટરાજનનો શિકાર બન્યો હતો. જ્યારે ફાફ ડુપ્લેસિસ 22 રન બનાવીને આઉટ થયો હતો. કેદાર જાદવ 03 રન બનાવીને આઉટ થયો હતો. આમ 42 રન બનાવીને 9મી ઓવરમાં ચાર વિકેટ ચૈન્નાઈએ ખોઇ દીધી હતી. એક આસાન સ્કોરના પીછો કરવામાં જાણે ચૈન્નાઇ મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ગયુ હતુ. જો કે રવિન્દ્રસિંહ જાડેજાએ 35 બોલમાં અડધી સદી ફટકારતા ટીમ ધોનીને જીવમાં જીવ આવવા જેવી રાહત થઈ હતી. અંતિમ ઓવરમાં છ બોલમાં 28 રન જરુરી હતા અને જેમાં મેચ ફીનીશર ગણાતા ધોની ક્રિઝ પર હતો. છેલ્લી ઓવરનો પ્રથમ બોલ વાઈડ સાથે ચોગ્ગો જતા પાંચ રન મળતા મેચ રોમાંચક બની હતી. પરંતુ ચૈન્નાઈ જીત મેળવવા માટે સફળ ના થઈ શક્યુ.  ધોનીએ મધ્યમક્રમે આવીને મેચને જીત મેળવવા માટે કર્યો પણ સફળ ના નિવડ્યો. તેણે અણનમ 47 રન 38 બોલમાં કર્યા હતા.

હેદરાબાદની બોંલીંગ

ચૈન્નાઇ સામે આસાન સ્કોર સામે હૈદરાબાદના બોલરોની જવાબદારી પણ વધી ચુકી હતી અને તેને એક જાણે કે બોલરે સ્વીકારી પણ લીધી હતી. રાશિદ ખાને તેની ચાર ઓવરમાં માત્ર 12 રન આપ્યા હતા. ટી નટરાજને બે વિકેટ ઝડપી હતી. જોકે તેણે ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા. ભુવનેશ્વરે ત્રણ ઓવરમાં માત્ર 20 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. મેચની 19મી ઓવર અને તેની ચોથી ઓવરમાં ઇજા થવાથી તે એક બોલ નાંખી મેદાનની બહાર નીકળ્યો હતો. અબ્દુલ સમદે તેની ચાર ઓવરમાં 41 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હૈદરાબાદની બેટીંગ

ટી-20 લીગમાં પ્રિયમ ગર્ગે આજે તેની પ્રથમ અડધી સદી લગાવી અને તે અંતિમ ઓવર સુધી મેચમાં ટકી રહ્યો હતો. જો કે આ સિવાય હૈદરાબાદના બેટ્સમેનો ખાસ કંઇ ચાલ્યા નહોતા. જોની બેયરસ્ટોની વિકેટ શૂન્ય પર ગુમાવી હતી. તો કેન વિલિયમસન પણ માત્ર 09 રન જ બનાવી શક્યા હતા. મનિષ પાંડેએ 29 અને ડેવિડ વોર્નરે 28 રન જ બનાવ્યા હતા. અભિષેક શર્માએ 32 રન બનાવી ગર્ગને સાથ પુરો પાડ્યો હતો. અબ્દુલ સમદ અને પ્રિયમ ગર્ગ બંને અણનમ રહ્યા હતા. આમ 164 રન બનાવી ટીમે પાંચ વિકેટ ગુમાવી હતી.

ચૈન્નાઈની બોલીંગ

ચૈન્નાઇ સુપર કિંગ્સમના બોલરોએ આજે પ્રભાવી બોલીંગ કરી હતી. શરુઆતમાં રન બચાવવાની યોજના સાથે બોલીંગ કરી હોય એમ બોલીંગ આક્રમણ કર્યુ હતુ. જોકે દિપક ચાહરે બીયરસ્ટોને ક્લીન બોલ્ડ કરતા ચૈન્નાઈનો ઉત્સાહ વધ્યો હતો. ચાહરે તેની ચાર ઓવરમાં 31 રન આપી ને બે વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેવોએ ચાર ઓવરમાં 28 રન આપ્યા હતા. શાર્દુલ ઠાકર અને પિયુષ ચાવલાએ એક એક વિકેટ ઝડપી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article