T-20: આજે મુંબઇ અને બેંગ્લોર વચ્ચે દુબાઇમાં જંગ, જાણો બંને ટીમમાં કઈ ટીમને છે કેવી મુંઝવણો

|

Sep 28, 2020 | 8:07 AM

દુબઇમાં સોમવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ વચ્ચે ટી લીગની દશમી મેચ રમાશે બંને વચ્ચે રમાનારી આ મેચમાં બંને ટીમોએ પોત પોતાની ક્ષતિઓમાં સુધાર લાવવો પડશે. આરસીબીએ લીગમાં શરુઆત જીત સાથે કરી હતી પરંતુ, કિંગ્સ ઇલેવન પંજાબ ની સામે તેની ટીમ ગંજીફાના પત્તાઓની જેમ ધ્વંસ્ત થઇ ગઇ હતી અને 97 રનની નાલેશી ભરી હાર […]

T-20: આજે મુંબઇ અને બેંગ્લોર વચ્ચે દુબાઇમાં જંગ, જાણો બંને ટીમમાં કઈ ટીમને છે કેવી મુંઝવણો

Follow us on

દુબઇમાં સોમવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ વચ્ચે ટી લીગની દશમી મેચ રમાશે બંને વચ્ચે રમાનારી આ મેચમાં બંને ટીમોએ પોત પોતાની ક્ષતિઓમાં સુધાર લાવવો પડશે. આરસીબીએ લીગમાં શરુઆત જીત સાથે કરી હતી પરંતુ, કિંગ્સ ઇલેવન પંજાબ ની સામે તેની ટીમ ગંજીફાના પત્તાઓની જેમ ધ્વંસ્ત થઇ ગઇ હતી અને 97 રનની નાલેશી ભરી હાર સહન કરવી પડી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેપ્ટન કોહલીએ પણ ખાસ કંઇ દમ દેખાડ્યો નહોતો ને તેણે પહેલી બંને મેચમાં માત્ર 15 રન જ કરી શક્યો છે. વિરાટ કોહલીએ પોતાની ટીમ ને માટે ક્રિઝ પર લાંબો સમય ટકી રહેવુ પડશે. ઓપનર બેટ્સમેન તરીકે દેવદત્ત પડ્ડીકલે પોતાની ટી-20 લીગની કેરીયરની શરુઆત કરવા સાથે જ શાનદાર અર્ધ શતક ફટકાર્યુ હતુ. જોકે તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે કંઇ જ ખાસ રમત દાખવી નહોતી.  આ યુવાન ખેલાડીએ પોતાની કોશીષ સતત બનાવી રાખવી પડશે.

ટીમ આરસીબીની સ્થિતી

ઓસ્ટ્રેલીયાના સીમીત ઓવરની ક્રિકેટના કેપ્ટન આરોન ફિંચ પણ પોતાની રમત મેચ વિજેતા તરીકેના પ્રદર્શન તરીકે રમવા માંગશે, પરંતુ દિગ્ગજ ખેલાડી એબી ડીવીલીયર્સ પણ શાનદાર ફોર્મમાં છે. ટીમનો નિચેનો ક્રમ એટલો મજબુત નથી. જોકે ડીવીલીયર્સ થી અંતિમ ઓવરોમાં મોટા શોટ્સ લગાવીને તે કમી પુરી કરવાની અપેક્ષા છે. જોકે હજુ પણ એ વાત સ્પષ્ટ નથી કે માંસપેશીયો ખેંચાવાને લઇને છેલ્લી બે મેચો થી બહાર રહેલા દક્ષિણ આફ્રીકાના ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરીસ અંતિમ ઇલેવનમાં સ્થાન પામશે કે કેમ.

બોલીંગ ની બાબતમં યુઝવેન્દ્ર ચહલ પોતાનો પ્રભાવ જાળવી રાખવામાં સફળ નિવડ્યો છે. પરંતુ ઝડપી બોલીંગમાં નવદિપ સૈની ના સિવાય અન્ય બોલર રનને રોકવામાં કંઇ ખાસ સફળ રહ્યા નથી. ડેલ સ્ટેન અને ઉમેશ યાદવ અત્યાર સુધી મોંઘા સાબિત થયા છે. જો દક્ષિણ આફ્રિકી ખેલાડી જો અંતિમ ઇલેવનમાં સામેલ થાય છે તેવી આશાઓ છે, પરંતુ યાદવની જગ્યાએ મોહમંદ સિરાજને ઉતારી શકાય છે. ઇંગ્લેન્ડના હરફન મૌલા અને મોઇન અલી મધ્યમક્રમના માટે સારો વિકલ્પ છે. જોશ ફીલીપ નિયમિત રુપે વિકેટકીપીંગ કરવાને લઇને તે ડેલ સ્ટેનની જગ્યા પર ટીમમાં સામેલ થઇ શકે છે.

ટીમ મુંબઇ ઇન્ડીયન્સની સ્થિતી

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા ની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડીયન્સે પહેલી મેચમાં જ હાર સ્વીકારવી પડી હતી. જોકે ત્યાર પછી સિઝનમાં તે શાનદાર રીતે પરત ફર્યા હતા. ટીમે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે એકદમ સરસ પ્રદર્શન દાખવ્ય. હતુ. આ મેચમાં રોહિત શર્માએ ફોર્મમા આવતા અને સુર્યકુમારની સારી બેટીંગ ને લઇને ટીમ માટે સકારાત્મક જમા પાસા છે. ટીમ આખરી ઇલેવનમાં એક બદલાવ કરી શકે છે. જેમાં સૌરભ તિવારીની જગ્યા પર ઇશાન કિશનને મોકો મળી શકે છે. બોલીંગ માટે પણ હાર્દીક પંડ્યા અને કિરોન પોલાર્ડ સારો વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે. પરંતુ ટીમના કોચ માહિલા જયવર્ધનેએ પણ એ વાત સાફ કરી છે કે, લાંબા સમય બાદ પરત ફરેલા હાર્દીક પંડ્યાને બોલીંગ કરાવીને કોઇ જ જોખમ ટીમ લેવા માંગતી નથી. ચૈનાઇ સામે પ્રદર્શન સરેરાશ રીતે કરનાર જસપ્રિત બુમરાહે કલકત્તા સામે સારો દેખાવ કરતા ટીમને રાહત થઇ છે. જૈમ્સ પૈંટીસન અને ટ્રેન્ટ બોલ્ટ પણ ફોર્મમાં છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, મૌશિંગ્ચન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

મુંબઇ ઇન્ડિયન્સઃ કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article