T-20: મુંબઇ ઇન્ડિયન્સના રોહિત શર્માની કેપ્ટનશીપમાં 5મી વાર ટાઇટલ હાંસલ કર્યુ, આવો રહ્યો છે સફર

|

Nov 10, 2020 | 11:42 PM

રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સે ટી-20 લીગની ફાઇનલ મેચમાં દિલ્હી કેપીટલ્સને હરાવીને રેકોર્ડ પાંચમી વખત ખિતાબ પર પોતાનો કબજો જમાવ્યો છે. દિલ્હીની ટીમ 12 વર્ષના ઇંતઝાર બાદ ફાઇનલમાં પહોચી શકી હતી.પરંતુ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ વાળી ટીમ આ વર્ષે નિરાશ રહી હતી. ટી-20 લીગની 13 મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ છઠ્ઠી વાર ફાઇનલમાં પહોંચી હતી. પાંચમી વાર […]

T-20: મુંબઇ ઇન્ડિયન્સના રોહિત શર્માની કેપ્ટનશીપમાં 5મી વાર ટાઇટલ હાંસલ કર્યુ, આવો રહ્યો છે સફર

Follow us on

રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સે ટી-20 લીગની ફાઇનલ મેચમાં દિલ્હી કેપીટલ્સને હરાવીને રેકોર્ડ પાંચમી વખત ખિતાબ પર પોતાનો કબજો જમાવ્યો છે. દિલ્હીની ટીમ 12 વર્ષના ઇંતઝાર બાદ ફાઇનલમાં પહોચી શકી હતી.પરંતુ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ વાળી ટીમ આ વર્ષે નિરાશ રહી હતી. ટી-20 લીગની 13 મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ છઠ્ઠી વાર ફાઇનલમાં પહોંચી હતી. પાંચમી વાર તે ટાઇટલને જીતવામાં સફળ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોહિત શર્માની કેપ્ટનશીપના સમયગાળામાં ટીમ પાંચમી વાર ફાઇનલમાં પ્રવેશ કરી શકી હતી. પાંચેય વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ટી-20 લીગની સફળતાના મામલામાં રોહિત શર્મા સૌથી આગળ છે. આ વર્ષે એકવાર વધુ તેણે સાબિત કરી દીધુ છે કે, આ લીગમાં તેમના જેવો હાલમાં કોઇ કેપ્ટન નથી. ટી-20 લીગની શરુઆતના વર્ષમાં મુંબઇની શરુઆત સારી રહી નહોતી, પરંતુ વર્ષ 2013 માં રોહિતના કેપ્ટન બનવાના બાદ મુંબઇની ટીમની કિસ્મત બદલાઇ ગઇ હતી, તે ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની ગઇ હતી.

એક નજર મુંબઇ ઇન્ડિયન્સના અત્યાર સુધીના પ્રદર્શનની કરી એ તો, વર્ષ 2008માં પાંચમાં સ્થાને, વર્ષ 2009માં સાતમાં સ્થાન પર, વર્ષ 2010માં બીજા સ્થાન પર રહી ઉપ વિજેતા થઇ શકી હતી. વર્ષ 2011માં ત્રીજા સ્થાન પર રહી શકી હતી. વર્ષ 2012માં ચોથા સ્થાન પર રહી હતી. 2013માં પ્રથમ વાર ટાઇટલ જીતી શક્યુ હતુ. વર્ષ 2014 માં ચોથા સ્થાન પર રહી હતી. વર્ષ 2015માં ફરી થી વિજેતા બની શકી હતી. વર્ષ 2016માં પાંચમા સ્થાન પર રહી શકી હતી. વર્ષમાં 2017 માં ત્રીજી વાર વિજેતા બની શકી હતી. વર્ષ 2018 માં પાંચમા સ્થાન પર રહી હતી. વર્ષ 2019માં ચોથી વાર વિજેતા બની શકી હતી. વર્ષ 2020માં પાંચમી વાર વિજેતા થઇ શકી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 11:39 pm, Tue, 10 November 20

Next Article