T-20: લીગની શરુઆતમાં જ દશથી વધુ ખેલાડીઓ ઇજાગ્રસ્ત, ખેલાડીઓની ઇજાએ મુસીબતો વધારી

|

Sep 23, 2020 | 5:05 PM

T20 લીગમાં અત્યાર સુધી તમામ ટીમો તેમની એક એક મેચ પણ પુરી રમી શકી નથી. આ દરમ્યાન જ હવે ટુર્નામેન્ટમાં, અનેક ખેલાડીઓએ ઇજાની સ્થિતીમાંથી, પસાર થવુ પડી રહ્યુ છે. કેટલાક ખેલાડીઓ તો મેચ દરમ્યાન જ ઇજાથી પીડાવુ પડ્યુ છે.  લીગને શરુ થવામાં હજુ માંડ એકાદ સપ્તાહ જ થયુુ છે. ત્ચા તો એક પછી એક ખેલાડીઓ […]

T-20: લીગની શરુઆતમાં જ દશથી વધુ ખેલાડીઓ ઇજાગ્રસ્ત, ખેલાડીઓની ઇજાએ મુસીબતો વધારી

Follow us on

T20 લીગમાં અત્યાર સુધી તમામ ટીમો તેમની એક એક મેચ પણ પુરી રમી શકી નથી. આ દરમ્યાન જ હવે ટુર્નામેન્ટમાં, અનેક ખેલાડીઓએ ઇજાની સ્થિતીમાંથી, પસાર થવુ પડી રહ્યુ છે. કેટલાક ખેલાડીઓ તો મેચ દરમ્યાન જ ઇજાથી પીડાવુ પડ્યુ છે. 

લીગને શરુ થવામાં હજુ માંડ એકાદ સપ્તાહ જ થયુુ છે. ત્ચા તો એક પછી એક ખેલાડીઓ ઘાયલ થવાના સમાચાર આવી રહ્યા છે. હજુ તો તમામ ટીમો તેમની એક એક મેચ રહી લે તે પહેલા જ આ સમસ્યા સામે આવી છે.  ટી-૨૦ લીગની સિઝનમાં મંગળવાર સાંજ સુધીમાં દશેક જેટલા ખેલાડીઓ ને ઇજા પહોંચી છે. એમાંથી કેટલાક ખેલાડીઓ તો એ પ્રકારના છે કે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને કદાચ ટુર્નામેન્ટથી પણ બહાર થવુ પડી શકે છે. આવાજ ઘાયલ ખેલાડીઓ વિશે બતાવીશુ કે કોને શુ ઇજા પહોંચી છે અને રમવા બાબતે શુ છે તેમની સ્થિતી. 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઇશાંત શર્મા, દિલ્હી કેપિટલ્સઃ દિલ્હી કેપીટલ્સને સૌથી મોટો ઝાટકો ઇશાંત ની ઇજા થી લાગ્યો છે. અનુભવી ઝડપી બોલર ઇશાંત ને કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેચ રમવાના એક દીવસ અગાઉ નેટ સેશન દરમ્યાન ઇજા પહોંચી હતી. ઇશાંત ને કમરમાં એટલે કે બેક સ્પાસ્મ થી પરેશાન થયો છે. દિલ્હી માટે એક હથિયાર માનવામાં આવતા ઇશાંત હજુ સુધી ટ્રેનીંગ પર પર પરત ફર્યો નથી. 

આર અશ્વીન, દિલ્હી કેપીટલ્સઃ દિલ્હીની ટીમને વધુ એક ઝડકો લાગ્યો હતો અને આ બીજો ઝટકો અશ્વીનના નામનો હતો. કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં અશ્વીન એક ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. પરંતુ ઓવરના છેલ્લા બોલે ડાઇવ લગાવવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત થયો હતો. તેનો ડાબો ખભો ઉતરી ગયો હતો. અશ્વીને જાતે જ આ બાબતે હવે પોતાને આરામ હોવાની માહિતી આપી છે. પરંતુ હજુ પણ શક્ય છે કે તેને આગળની મેચમાં મોકો કદાચ ના પણ મળે

મિશેલ માર્શ, સનરાઇઝર્સ હૈદરાબાદઃ  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સામે યોજાયેલી મેચ દરમ્યાન હૈદરાબાદની ટીમના મિશેલ માર્શ ને ઇજા પહોંચી હતી. માર્શને જમણો એંકલ મચકોડાઇ ગયો હતો. જેના કારણે તે મેદાન થી દુર થઇ હતો. અંતમાં તેઓ બેટીંગ કરવા માટે ગયા હતા. પરંતુ તે મેદાન થી જાતે પરત ના થઇ શક્યા. તેમને સાથી ખેલાડીઓએ પકડીને બહાર લઇ ગયા હતા. રિપોર્ટસમાં જાણવા મળી રહ્યુ કે તે ટુર્નામેન્ટ થી બહાર થઇ શકે છે. 

રાશિદ ખાન, સનરાઇઝર્સ હૈદરાબાદઃ હૈદરાબાદની ટીમને બીજો એવો ખેલાડી છે કે જેને રમતમાંથી હાલ ગુમાવવો પડ્યો છે. રન લઇને દોડતી વખતે તે અભીષેક શર્મા સાથે જબરદસ્ત ટકરાયો હતો અને એ સમયે જે તેની સામે આવ્યુ તે હતુ કે તેને ઇજા પહોંચી છે. તેને ખુબ પીડા થઇ રહી હતી અને તેમ છતાં તે બેટીંગ કરી રહ્યો હતો. તે હજુ પણ આગળની મેચમાં રમી શકશે કેમ તે બાબતે ફ્રેન્ચાઇઝીએ કોઇ સ્પષ્‍ટતા નથી કરી. 

કેન વિલિયમસન, સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નરે જ મેચ શરુ થતા પહેલા જ બતાવ્યુ હતુ કે ટ્રેનિંગ દરમ્યાન પુર્વ કેપ્ટન કેન વિલિયમસનને  ઇજા થઇ છે. જોકે તેમની આ ઇજા ખુબ ગંભીર નથી અને તે ફરી થી  પાછા તાલીમમાં જોડાઇ શકે છે. વિલિયમસનની કમી ટીમને વર્તાઇ હતી અને હૈદરાબાદ પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્મા જેવા બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરી હતી.

નાથન કુલ્ટર નાઇલ, મુંબઇ ઇન્ડિયન્સઃ મુંબઇ ઇન્ડિયન્સ ને ઓલરાઉન્ડર નાથન કુલ્ટર નાઇલ ની ઇજાથી ઝાટકો લાગ્યો હતો. નાથન કુલ્ટર ને ઇજા પહોંચી હતી, જેના કારણે તે રમત થી દુર થયો હતો. તો મુંબઇ ની ફ્રેન્ચાઇઝીએ પણ અધિકારીક તૌર થી કોઇ જ અપડેટ નાથન કુલ્ટર નાઇલ ની ઇજા પર જાહેર કરી નથી. તે ક્યારે ટીમની સામે જોડાશે કે તે ઇલેવનનો હિસ્સો બનશે કે કેમ તેવી પણ વિગતો જારી કરાઇ નથી.

ઇશાન કિશન, મુંબઇ ઇન્ડિયન્સઃ મુંબઇ ને તેનો બીજો ઝટકો ઇશાન કિશન ના સ્વરુપે લાગ્યો હતો. ઇશાન કિશન ટી-૨૦ લીગની પહેલી મેચમાં જ મુંબઇ ઇન્ડીયન્સ નો હિસ્સો નહોતો બન્યો. કેપ્ટન રોહિત શર્માએ પણ બતાવ્યુ હતુ કે તેને ઇજા પહોંચી છે. તેના કારણે તે ઇલેવન થી બહાર છે. તેની જગ્યાએ સૌરભ તિવારી ને મોકો મળ્યો હતો. જોકે ઇશાન ખુબ ઝડપ થી પરત ફરી શકે છે.

ડ્રેન બ્રાવો, ચેન્નાઇ સુપર કિંગ્સઃ ચેન્નાઇ સુપર કિંગ્સે ટી-૨૦ પહેલા જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા સુરેશ રૈના અને હરભજને નામ પરત ખેંચી લીધા હતા અને પછી બે ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ. આ દરમ્યાન ડ્રેન બ્રાવો પણ ઇજાગ્રસ્ત થયો હતો. તેમે સીપીએલ માં પણ બોલીંગ કરી શક્યો નહોતો. આ કારણે જ તે હવે સીએસકેનો હિસ્સો નથી. 

અંબાતી રાયડુ, ચેન્નાઇ સુપર કિંગ્સઃ ટી-૨૦ લીગની ઓપનીંગ મેચમાં જ મુંબઇ સામે જીત દર્જ કરી હતી. આ જીત માં અંબાતી રાયડુ નુ મહત્વનુ યોગદાન સીએસકે માટે રહ્યુ હતુ. પંરતુ બીજી જ મેચમાં તે પ્લેયીંગ ઇલેવન થી બહાર થઇ ગયો હતો. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાજસ્થાન સામેની મેચમાં ટોસ દરમ્યાન જ બતાવ્યુ હતુ કે અંબાતી રાયડુ પુર્ણ રુપે ફિટ નથી. આ સીએસકે માટે એક મોટા ઝટકા સમાન હતુ. 

ક્રિસ મોરિસ, રોયલ ચેલેન્જર્સઃ વિરાટ કોહલી ની કેપ્ટનશીપ વાળી આરસીબી ની ટીમ પણ ઇજાના ઝટકા થી બાકાત નથી. સાઉથ આફ્રીકાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ ને ઇજા થી ટીમ આરસીબી ચિંતીત બની હતી. ટીમ ના ડાયરેક્ટર માઇક હૈસને આ અંગે જાણ કરતા કહ્યુ હતુ કે, મોરિસ સાઇડ સ્ટ્રેન થી પરેશાન છે અને તે આગળની કેટલી મેચમાં રમી શકશે નહી. મતલબ કે પ્લેયીંગ ઇલેવનમાં નહી હોય.

આ પણ વાંચોઃT-20: રાજસ્થાન રોયલથી હાર્યા બાદ બોલર્સથી નાખુશ ધોની, કહ્યુ નો બોલનુ પરીણામ ભોગવવુ પડ્યુ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article