T-20: લીગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર અમિત મિશ્રા ઈજાગ્રસ્ત, ટીમમાંથી થયો બહાર

|

Oct 05, 2020 | 5:07 PM

T-20 ટુર્નામેન્ટમાં દિલ્હી કેપીટલ્સ ખુબ સારુ પ્રદર્શન કરી રહી છે. આ પહેલાના મુકાબલામાં તેણે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 18 રન થી જીત નોંધાવી હતી. તે મેચમાં ટીમના કેપ્ટન અને અન્ય ખેલાડીઓએ કલકત્તા સામે મોટુ લક્ષ્ય રાખ્યુ હતુ. તેનો પિછો કરવામાં કલકતાની ટીમ નિષ્ફળ રહી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 228 રન બનાવ્યા હતા અને કેપ્ટન શ્રેયસ […]

T-20: લીગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર અમિત મિશ્રા ઈજાગ્રસ્ત, ટીમમાંથી થયો બહાર

Follow us on

T-20 ટુર્નામેન્ટમાં દિલ્હી કેપીટલ્સ ખુબ સારુ પ્રદર્શન કરી રહી છે. આ પહેલાના મુકાબલામાં તેણે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 18 રન થી જીત નોંધાવી હતી. તે મેચમાં ટીમના કેપ્ટન અને અન્ય ખેલાડીઓએ કલકત્તા સામે મોટુ લક્ષ્ય રાખ્યુ હતુ. તેનો પિછો કરવામાં કલકતાની ટીમ નિષ્ફળ રહી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 228 રન બનાવ્યા હતા અને કેપ્ટન શ્રેયસ ઐયરે 38 બોલમાં 88 રનની ઇનીંગ્સ રમી હતી. જોકે તે મેચમાં એક ખેલાડીને ઇજા થઇ હતી અને ત્યારબાદ એ બોલર હવે બહાર નિકળી ગયો છે.

ટીમ ના સ્પિનર અમિત મિશ્રા વિકેટ ઝડપવા વાળો બોલર છે, અને તે આ સિઝનમાં પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. જોકે કલકત્તાની સામે તે ઇજાગ્રસ્ત થઇ ગયો છે અને ફક્ત બે જ ઓવર નાંખી શક્યો હતો. આ ત્યારે જ બન્યુ છે જ્યારે અશ્વીન પોતાની ઇજા થી પરત ટીમમાં જોડાયો છે. આવામાં હવે ટીમે અન્ય વિકલ્પ અપનાવવો પડી શકે છે.
દિલ્હીની ટીમ ચાર પૈકીની ત્રણ મેચ જીતી શકી છે અને સોમવારે સાંજે બૈંગ્લોર સામે મેચ રમશે. જો આવા સમયે પણ દિલ્હી જીત મેળવી લે છે તો, પોઇન્ટ ટેબલમાં તે ટોપર બની શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article