T-20: 10 કરોડ ખર્ચીને ટીમમાં સમાવેલો ‘ઓલરાઉન્ડર’ હવે પંજાબને જ ભારે પડી રહ્યો છે, છ મેચમાં માત્ર 48 રન બનાવ્યા !

|

Oct 09, 2020 | 1:31 PM

ગુરુવાર સુધીમાં ટી-20 લીગની 22 મેચ રમાઇ ચુકી છે. મોટાબાગની ટીમોએ પોતાની પાંચેક મેચો પણ રમી લીધી છે.જેમાં પોઇન્ટ ટેબલ પર મુંબઇ ઇન્ડીયન્સ ટોચ પર રહ્યુ છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ છ માંથી પાંચ મેચ હારી ચુક્યુ છે અને એટલે જ તે પોઇન્ટ ટેબલ પર તળીયા પર સ્થાન ધરાવે છે. પંજાબ લગાતાર ચાર મેચ હારી […]

T-20: 10 કરોડ ખર્ચીને ટીમમાં સમાવેલો ઓલરાઉન્ડર હવે પંજાબને જ ભારે પડી રહ્યો છે, છ મેચમાં માત્ર 48 રન બનાવ્યા !

Follow us on

ગુરુવાર સુધીમાં ટી-20 લીગની 22 મેચ રમાઇ ચુકી છે. મોટાબાગની ટીમોએ પોતાની પાંચેક મેચો પણ રમી લીધી છે.જેમાં પોઇન્ટ ટેબલ પર મુંબઇ ઇન્ડીયન્સ ટોચ પર રહ્યુ છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ છ માંથી પાંચ મેચ હારી ચુક્યુ છે અને એટલે જ તે પોઇન્ટ ટેબલ પર તળીયા પર સ્થાન ધરાવે છે. પંજાબ લગાતાર ચાર મેચ હારી ચુક્યુ છે અને હવે  તેનુ પ્લેઓફમાં સમાવેશ થવો મુશ્કેલ બની જશે. સિઝનમાં દમદાર શરુઆત કર્યા પછી એકાએક જ જાણે પંજાબની ટીમ પાણીમાં બેસી ગઇ છે. એક પછી એક મેચ હારતી જઇ રહી છે.

કિંગ્સ ઇલેવન પંજાબ ની દુર્દશા પાછળ સૌથી મોટુ કારણ તેના સ્ટાર ખેલાડીઓનુ ફ્લોપ હોવુ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલીયાઇ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સૌથી વધુ ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. આ વખતની સિઝન માટે પંજાબે તેમની પર ખુબ જ મોટો દાવ ખેલ્યો હતો અને તેને 10.75 કરોડમાં પોતાની સાથે જોડવામાં આવ્ચા હતો. જે આ વખતે સીઝનમાં બીજો સૌથી મોંઘો ખેલાડી છે. જોકે આટલી મોટી કિંમત અને મોટી છબી હોવા છતાં પણ બેટ અને બોલ બંને રીતે નિષ્ફળ ગયા છે. આંકડાકીય રીતે વાત કરીએતો મૈક્સવેલે અત્યાર સુધી છ મેચ રમ્યો છે અને જેમાં તેણે માત્ર 48 રન બનાવ્યા છે. જેમા 13 રન તેમનો સૌથી મોટો સ્કોર છે. પોતાની વિસ્ફોટક બેટીંગ માટે જાણીતા મૈક્સવેલ ની સરેરાશ 12 રનની છે તો, સ્ટ્રાઇક રેટ 86 રનની છે. તેમણે અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ ચોગ્ગા લગાવ્યા છે. તો વળી બોલીંગની વાત કરીએ તો છ મેચમાં 42 બોલ નાંખ્યા છે જેમાં 65 રન આપ્યા છે અને ફક્ત એક વિકેટ મેળવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મૈક્સવેલ સિવાય પંજાબના એક અન્ય વિદેશી ખેલાડી છે શેલ્ડન કોટ્રેલ, જેને ટીમ દ્રારા 08.50 કરોડના ખર્ચે ટીમમાં સમાવાયો હતો. જોકે તે પણ આવડી મોટી રકમ સામે વળતર આપવામાં નિષ્ફળ નિવડ્યો છે. વેસ્ટ ઇન્ડિઝના આ ખેલાડીએ ઝડપી બોલીંગમાં છ મેચમાં છ વિકેટ પોતાના નામે કરી છે. આ દરમ્યાન 8.8 ની ઇકોનોમી થી રન આપ્યા હતા. પોતાની ટીમને શરુઆતી સફળતા અપાવવામાં પણ તે નાકામ રહ્યો છે. પંજાબની ટીમમાં હારના બીજા પણ કેટસાક કારણો છે. જેમાં થી એક કારણ બેટીંગ ક્રમમાં સતત બદલાવ કરાઇ રહ્યો છે. ઇલેવનમાં પણ સતત પરીવર્તન અને કેએલ રાહુલ તેમજ મયંક અગ્રવાલ પર જ વધુ પડતો આધાર રાખવો પડી રહ્યો છે. તો વળી ટી-20 ફોર્મેટમાં 13,000 થી વધુ રન કરનારા વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલને સતત બહાર બેસાડવો પણ ટીમ માટે નિર્ણય ભારે પડી રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article