T-20 લીગ: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ મોટી ઈનીંગ્સ વગર 8 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો, જોફ્રા આર્ચરની ત્રણ વિકેટ

|

Oct 09, 2020 | 9:30 PM

દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીમાં મેચ યોજાઇ હતી. સિઝનની 23મી મેચમાં રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને દિલ્હીની ટીમ પહેલા બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. જોકે દિલ્હીની શરુઆત નબળી રહી હતી. શિખર ધવન, પૃથ્વી શો, રુષભ પંત અને શ્રેયસ ઐયર સહિતના બેટસમેન […]

T-20 લીગ: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ મોટી ઈનીંગ્સ વગર 8 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો, જોફ્રા આર્ચરની ત્રણ વિકેટ

Follow us on

દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીમાં મેચ યોજાઇ હતી. સિઝનની 23મી મેચમાં રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને દિલ્હીની ટીમ પહેલા બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. જોકે દિલ્હીની શરુઆત નબળી રહી હતી. શિખર ધવન, પૃથ્વી શો, રુષભ પંત અને શ્રેયસ ઐયર સહિતના બેટસમેન સસ્તામાં આઉટ થયા હતા. આમ 20 ઓવરના અંતે દિલ્હી કેપીટલ્સે આઠ વિકેટ ગુમાવીને 184 રન ખડક્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી કેપીટલ્સની બેટીંગ

દિલ્હી તરફથી નિચલા મધ્યક્રમે આવેલા હૈયટમેરે પણ 24 બોલમાં જ 45 રન ફટકાર્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટીંગમાં આવેલી દિલ્હીને શરુઆત થી જ ઝટકો લાગ્યો હતો. બીજી ઓવરમાં જ પ્રથમ ઝટકો ઓપનર શિખર ધવનનો લાગ્યો હતો. માત્ર પાંચ રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર થયો હતો. બીજી વિકેટ પૃથ્વી શોની આઉટ થઇ હતી, તેણે 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટ કેપ્ટન શ્રેયસના સ્વરુપ ગુમાવી હતી. જેણે 18 બોલમાં 22 રન બનાવ્યા હતા. આમ એક સમયે 50ના સ્કોર પર ત્રણ વિકેટ દિલ્હી એ ગુમાવી દીધી હતી. ઋષભ પંત ચોથી વિકેટના રુપમાં પેવેલીયન પરત ફર્યો હતો. જેણે પાંચ રન બનાવ્યા હતા.માર્કસ સ્ટોઇનીશે 39 રન ટીમમાં મધ્યમક્રમ દરમ્યાન જોડ્યા હતા, પરંતુ તે પણ તેવટીયાનો શિકાર થયા હતા. આમ 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી દીધી  હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજસ્થાનની બોલીંગ

રાજસ્થાને ટીમમાં બે ફેરફાર કર્યા હતા, ટોમ કુરન અને અંકિત રાજપુતને બદલે એન્ડ્ર્યુ ટાય અને વરુણ આરોન ને ટીમમાં શામેલ કર્યા હતા. જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી હતી અને 24 રન આપ્યા હતા. ચાર ઓવરમાં 35 રન આપીને કાર્તિક ત્યાગીએ એક વિકેટ મેળવી હતી. જ્યારે રાહુલ તેવટીયાએ પણ ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રાહુલ આજે કરકસર ભરી બોલીંગ કરી હતી. જ્યારે એન્ડ્રયુ એ ચાર ઓવરમાં 50 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી.  વરુણ આરોન એ પણ બે જ ઓવરમાં 25 રન ગુમાવ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article