T-20: આજે ડેવિડ વોર્નરના બેટનો કમાલ દેખાશે કે રસેલનો, હેદરાબાદ VS કલકતા જાણો કોણ કોના પર પડશે ભારી

|

Sep 26, 2020 | 7:40 AM

ટી-20 લીગના શરુઆતી મુકાબલામાં કોલકતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકની યોજનાઓને લઇને આલોચનાઓ થઇ હતી. જે હવે શનીવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ રમી સિઝનમાં જીતનુ ખાતુ કોલવા ચાહશે. કલકતાની ટીમે પાછળની સિઝનના પ્રમાણમાં ઘણાં ખરા બદલાવ કર્યા હતા પરંતુ ગત બુધવારે મુંબઇ ઇન્ડીયન્સ ની સામે તેમની યોજનાઓને જોઇને એમ નહોતુ લાગતુ કે કાર્તિકે અગાઉની ક્ષતીઓમાં […]

T-20: આજે ડેવિડ વોર્નરના બેટનો કમાલ દેખાશે કે રસેલનો, હેદરાબાદ VS કલકતા જાણો કોણ કોના પર પડશે ભારી

Follow us on

ટી-20 લીગના શરુઆતી મુકાબલામાં કોલકતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકની યોજનાઓને લઇને આલોચનાઓ થઇ હતી. જે હવે શનીવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ રમી સિઝનમાં જીતનુ ખાતુ કોલવા ચાહશે. કલકતાની ટીમે પાછળની સિઝનના પ્રમાણમાં ઘણાં ખરા બદલાવ કર્યા હતા પરંતુ ગત બુધવારે મુંબઇ ઇન્ડીયન્સ ની સામે તેમની યોજનાઓને જોઇને એમ નહોતુ લાગતુ કે કાર્તિકે અગાઉની ક્ષતીઓમાં સુધાર કર્યો હોય.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુંબઇ ઇન્ડીયન્સ સામે રમીને 49 રને મેચ ગુમાવ્યા પછી ધુંઆધાર બેટ્સમેન આંદ્રે રસેલના બેટીંગ ક્રમને લઇને સવાલ ઉઠ્યો હતો. પાછળના સત્ર દરમ્યાન 249 બોલમાં જ 205 ની સ્ટ્રાઇક રેટ સાથે સૌથી વધુ 510 રન બનાવનારા, જૈમકાના આ ખેલાડીને છઠ્ઠા ક્રમે બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યો હતો જે સમયે ટીમની મુશ્કેલી વધી ચુકી હતી. વિશ્વ કપ વિજેતા ઇયાન મોર્ગન પણ કંઇ ખાસ કરી શક્યો નહોતો. કારણ કે તે બેટીંગ કરવા માટે મેદાન પર પહોંચ્યો હતકો ત્યારે ટીમને પ્રતિ ઓવર 13 રન થી સ્કોર વધારવાનો હતો.

કાર્તિકની કેપ્ટનશીપ પર નજર

બોલીંગમાં સ્પિનર સુનીલ નરેનને પણ મોડા થી બોલીંગ કરાવવાને લઇને પણ આલોચના કરવામાં આવી રહી હતી. નારાયણ જ્યારે બોલીંગ માટે આવ્યો ત્યાં સુધીમાં રોહીત શર્મા એક દમ લયમાં આવી ને રમત રમી રહ્યો હતો. આક્રમક ક્રિકેટ માટે જાણીતા કોચ બ્રેડન મૈકુલમ નુ ટીમ થી રક્ષણાત્મક રમત ને જોવી તે તેમની અપેક્ષા પ્રમાણે હોઇ શકે નહી.

હૈદરાબાદની હાલત પણ કલકતા જેવી

સનરાઇજર્સ હૈદરાબાદ ની સ્થિતી પહેલી મેચમાં કંઇક સારી નહોતી રહી. રોયલ ચેલેજર્સ બેંગલોરના વિરુદ્ધ ની મેચમાં ટીમનો મધ્યમક્રમ એકદમ વિખેરાઇ ગયો હતો. અંતિમ પાંચ ઓવર દરમ્યાન ટીમને જીત માટે 43 રન જરુર હતા. પરંતુ માત્ર 32 રન જ મેળવી શકાયા. આ દરમ્યાન સાત વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ દશ રને ગુમાવવી પડી હતી. ટીમ માટે એક ખરાબ સમાચાર પણ એ છે કે હરફનમૌલા મિશેલ માર્શ ઇજાને લઇને ટુર્નામેન્ટ થી બહાર છે.

વોર્નને ફોર્મની ઇચ્છા.

પાછળની મેચમાં રન આઉટ થયેલા કપ્તાન ડેવિડ વોર્નર આ વખતે પોતાના બેટ થી પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરવો પડશે. તો પણ જોવુ ખુબ જ દીલચસ્પ હશે કે કેન વિલીયમ્સ ઇજાથી બહાર આવીને પરત મેદાન પર આવે છે કે નહી. જોતે આવે છે તો ટીમનો મધ્યમક્રમ મજબુત બની જશે. સનરાઇઝર્સની બોલીંગ હંમેશા પ્રભાવ શાળી રહી છે, અને એમ પણ લાગે છે કે આ મુકાબલામાં અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને  પણ મોકો મળી શકે છે. જે સહ વતની એવા રાશિદ ખાન સાથે સ્પિન બોલીંગ નો મોરચો સંભાળી શકે છે. ભુવનેશ્વર કુમાર ઝડપી બોલીંગનો મોરચો સંભાળશે.

કોલકતા નાઇટ રાઇડર્સની ટીમ

દિનેશ કાર્તિક કેપ્ટન, ઇયાન મોર્ગન, નિતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, અલી ખાન, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુશન, પૈટ કમિન્સ, પ્રસિધ્ધ કૃષ્ણા, સંદિપ વોરીયર, શિવમ માવી, વરુણ ચક્રવર્તી, આંદ્રે રસાલ, કિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, સુનિલ નરેન, નિખિલ નાઇક અને ટોમ બેટોન.

સનરાઇઝર્સ હૈદરાબાદ

ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, બી સંદિપ, સંજય યાદવ, પેબીયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિધ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન અને બાસીલ થમ્પી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article