Syed Mushtaq Ali: કેદાર અને કાર્તિકની તોફાની ઈનિંગ સાથે વડોદરા ફાઈનલમાં, પંજાબની 25 રને હાર

|

Jan 30, 2021 | 12:05 AM

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) ટી20 ટુર્નામેન્ટની બીજી સેમિફાઈનલ મેચમાં પંજાબ (Punjab)ને હરાવીને વડોદરા (Baroda)ની ટીમ ફાઈનલમાં પહોંચી છે.

Syed Mushtaq Ali: કેદાર અને કાર્તિકની તોફાની ઈનિંગ સાથે વડોદરા ફાઈનલમાં, પંજાબની 25 રને હાર

Follow us on

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) ટી20 ટુર્નામેન્ટની બીજી સેમિફાઈનલ મેચમાં પંજાબ (Punjab)ને હરાવીને વડોદરા (Baroda)ની ટીમ ફાઈનલમાં પહોંચી છે. હવે ફાઈનલમાં તે દિનેશ કાર્તિક (Dinesh Karthik)ની ટીમ તામિલનાડુ સામે રમશે. કેદાર દેવધર (Kedar Devdhar)ની કેપ્ટનશીપમાં વડોદરાએ પંજાબને 25 રનથી હરાવી દીધુ છે. વડોદરાની આ ટીમાં કેપ્ટન કેદાર દેવધર અને કાર્તિક કેકડેની રમતનું મહત્વનુ યોગદાન રહ્યુ હતુ. આ બંનેએ અર્ધશતકીય રમત રમી હતી. જેના દમ પર વડોદરાએ પ્રથમ દાવ લેતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 8 વિકેટ પર 20 ઓવરના અંતે 135 રન જ બનાવી શકી હતી.

https://twitter.com/BCCIdomestic/status/1355200455664676866?s=20

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

વડોદરાની ટીમ પ્રથમ ઈનિંગમાં બેટીંગ કરતા કેપ્ટન અને ટીમને ઓપનર કેદાર દેવધરે 49 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. જ્યારે કેકડેએ 41 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા આમ ટીમ વડોદરાએ 160 રન બનાવ્યા હતા. વડોદરા તરફથી સોલંકીએ 12 અને એન રાઠવાએ 15 રનની પારી રમી હતી. એ શેઠ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબ તરફથી સંદિપ શર્મા, એસ કોલ અને મયંક માર્કંડેને એક એક સફળતા મળી હતી.

 

પંજાબની ટીમને જીત માટે 161 રનનું લક્ષ્ય મળ્યુ હતુ, પરંતુ વડોદરાના બોલરોએ મેચ શરુ થવા સાથે જ શરુઆતથી જ પકડ રાખી હતી. નિયમિત અંતરાયલ પર તેઓ વિકેટ પણ ઝડપતા રહ્યા હતા. પંજાબ માટે મનદિપ સિંહએ 24 બોલમાં 3 છગ્ગાની મદદથી અણનમ 42 રનની ઈનીંગ રમી ટીમને જીતાડવા કોશિષ કરી હતી પરંતુ તે અસફળ રહી હતી. મનદિપ બાદ સૌથી મોટી પારી પંજાબ માટે ગુરુકીરત સિંહ માને રમી હતી. તેમણે 39 રન બનાવ્યા હતા. તેમના ઉપરાંત સિમરન સિંહે 15 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેક શર્માએ 5 રન, અનમોલ પ્રિત સિંહ એ 15 રન, રમણપ્રિત સિહ 6 રન અને હરપ્રિત બ્રાર એ 7 રન બનાવ્યા હતા. વડોદરા તરફથી લુકમાન મારીવાલાને ત્રણ, નિનાદ રાઠવાને બે અને અતિત શેઠ, બાબાશાફી પઠામ અને કાર્તિક કેકડેને એક એક સફળતા મળી હતી.

 

આ પણ વાંચો: ઈઝરાયલના PM બેન્જામીન નેતન્યાહુએ ભારત પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો

 

Next Article