ઈઝરાયલના PM બેન્જામીન નેતન્યાહુએ ભારત પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ (Benjamin Netanyahu) શુક્રવારે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં રહેલા ઈઝરાયલના તમામ લોકો અને યહુદીઓની સુરક્ષા ભારતના સુરક્ષા અધિકારી સુનિશ્ચિત કરશે.

ઈઝરાયલના PM બેન્જામીન નેતન્યાહુએ ભારત પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો
PM Benjamin Netanyahu

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ (Benjamin Netanyahu) શુક્રવારે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં રહેલા ઈઝરાયલના તમામ લોકો અને યહુદીઓની સુરક્ષા ભારતના સુરક્ષા અધિકારી સુનિશ્ચિત કરશે. નવી દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ નજીક એક આઈઈડી બ્લાસ્ટ બાદ નિવેદન આપ્યું હતું. દિલ્હીમાં શુક્રવાર સાંજે ઈઝરાયલ દુતાવાસ બહાર ઓછી તીવ્રતાવાળો આઈઈડી વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોતાના સમકક્ષ મીરબેન શબ્બાત સાથે ઈઝરાયલ દુતાવાસની બહાર થયેલા બ્લાસ્ટ અને તેની ચાલી રહેલી તપાસ અંગે વાત કરીને તેમને અવગત કરાવ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નેતન્યાહુને તાજા સ્થિતિ અંગે જાણ કરી છે.

 

અધિકારીઓએ જણાવ્યું કે Benjamin Netanyahu એ કહ્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ બાબતથી અવગત કરી દેવામાં આવે કે ઈઝરાયલને એ બાબતનો સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય અધિકારીઓ ઘટનાની તપાસ કરશે. તેમજ ત્યાં રહેલા ઈઝરાયલીઓ અને યહુદીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

 

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા ધડાકામાં ત્રણ કારના કાચ તૂટ્યા છે. ઈઝરાયેલના દુતાવાસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે ઈઝરાયેલ દુતાવાસ પાસે IED બ્લાસ્ટ થયો છે, આ બ્લાસ્ટમાં ઈઝરાયેલ દુતાવાસના કોઈ કર્મચારી કે અધિકારી ઘાયલ થયા નથી અને સાથે જ દુતાવાસને બિલ્ડીંગને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે આ બ્લાસ્ટ અંગે વાતચીત કરી જાણકારી મેળવી છે. આ સાથે જ ઈન્ટેલીજન્સ અધિકારીઓએ પણ આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી છે.

 

આ પણ વાંચો: દિલ્હીમાં ઈઝરાયલ દુતાવાસ બહાર વિસ્ફોટ બાદ મહારાષ્ટ્રમાં સુરક્ષા વધારાઈ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati