સ્વસ્થ થઇને આ રીતે સમય વિતાવી રહ્યા છે કપિલ દેવ, વિડીયો મેસજ દ્રારા પ્રશંસકોને આપ્યો સંદેશો

|

Nov 17, 2020 | 8:04 PM

ભારતના વિશ્વકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ હમણાં જ હોસ્પીટલ થી રજા મેળવી શક્યા છે. તેઓ કેટલાક દિવસો પહેલા છાતીના દુખાવાની ફરીયાદને લઇને સારવાર હેઠળ ખસેડાયા હતા. તેમને ફોર્ટીસ એસ્કોર્ટસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે હવે તેઓ પુરી રીતે સ્વસ્થ થઇ ચુક્યા છે. 61 વર્ષના કપિલ દેવને હ્રદય રોગનો હુમલો હોવાનુ નિદાન […]

સ્વસ્થ થઇને આ રીતે સમય વિતાવી રહ્યા છે કપિલ દેવ, વિડીયો મેસજ દ્રારા પ્રશંસકોને આપ્યો સંદેશો

Follow us on

ભારતના વિશ્વકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ હમણાં જ હોસ્પીટલ થી રજા મેળવી શક્યા છે. તેઓ કેટલાક દિવસો પહેલા છાતીના દુખાવાની ફરીયાદને લઇને સારવાર હેઠળ ખસેડાયા હતા. તેમને ફોર્ટીસ એસ્કોર્ટસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે હવે તેઓ પુરી રીતે સ્વસ્થ થઇ ચુક્યા છે. 61 વર્ષના કપિલ દેવને હ્રદય રોગનો હુમલો હોવાનુ નિદાન કરવામાં આવ્યુ હતુ, જેના કારણે તેમને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

કપિલ દેવ આજકાલ  પોતાના ઘરે બગીચામાં નવરાશની પળો વિતાવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ પોતાને ચાહવાવાળાઓને એક વિડીયો મેસેજ પણ મોકલ્યો છે. તેમણે કહ્યુ છે કે, શુ કહુ આપ બધાને મળવાનુ બહુ મન થઇ રહ્યુ છે, ખુબ સારુ અનુભવી રહ્યો છુ હાલમાં. કપિલ દેવે કહ્યુ કે, આપ સૌની શુભકામનાઓ અને ચિંતા કરવાને લઇને એક વાર ફરી થી સૌનો આભાર. આશા કરીએ છીએ કે જલદી થી જલદી મળીશુ. મને ખ્યાલ નથી કે ફિલ્મ ક્યારે રિલીઝ થનારી છે. જોકે હું કોશીશ કરીશ જલદી થી મળવાને માટેની. આ વર્ષ પણ સમાપ્ત થવાને આરે છે, પરંતુ શરુઆત તેના થી પણ સારી થશે. લવ યુ ઓલ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભારતના આ મહાન ક્રિકેટર કપિલ દેવ 131 ટેસ્ટ મેચ અને 225 વન ડે મેચ રમી ચુક્યો છે. તે ક્રિકેટ ઇતિહાસમાં એક માત્ર એવા ખેલાડી છે કે જેણે 400 થી વધારે (434) વિકેટ પોતાને નામ કરીને ટેસ્ટ મેચમાં 5000 રન કરી ચુક્યા હતા. 1999 અને 2000 ના દરમ્યાન તેઓ ભારતના રાષ્ટ્રીય કોચ પણ રહી ચુક્યા હતા. કપિલને 2010માં આઇસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ દિગ્ગજ ક્રિકેટરના જીવન પર આધારિત એક ફિલ્મ પણ નિર્માણ થઇ ચુકી છે. જેનુ નામ 83 છે. આ ફિલ્મમાં અભિનય રણવિર સિંહે કપિલ દેવના રુપમાં કર્યો છે. આ મૂવી ડિસેમ્બર માસમાં આવી શકે છે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે, જોકે તે અંગે નિશ્વીત કોઇ જ ઘોષણાં હજુ નથી સામે આવી. ભારતે વર્ષ 1983 માં કપિલ દેવની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડમાં વિશ્વકપ જીત્યો હતો.

 

https://fb.watch/1PyI2BflfI/

 

Next Article