AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ કાયમ માટેનો OUT? શું કહ્યું અજીત અગરકરે!

કોઈએ કલ્પના કરી નહીં હશે કે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો અને ટીમનો કેપ્ટન બનેલો ખેલાડી સૂર્યકુમાર યાદવ માત્ર 22 મહિનાના ટૂંકા ગાળામાં પોતાની કેપ્ટનશીપ જ નહીં, પરંતુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પણ ગુમાવી દેશે.

Suryakumar Yadav : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ કાયમ માટેનો OUT? શું કહ્યું અજીત અગરકરે!
Suryakumar YadavImage Credit source: AI Generated
| Updated on: Jun 06, 2026 | 4:05 PM
Share

ભારતને ICC T20 વર્લ્ડ કપ 2024 જીતાડ્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T 20ના ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ T20 ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ આગળ હતું. જોકે, રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા પછી ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા અને પોતાનો પહેલો મોટો નિર્ણય લીધો અને સૂર્યકુમાર યાદવને T20 ટીમની કમાન સોંપી. આ કારણે હાર્દિક પંડ્યાને તે ટાઈમે પડતો મૂકવામાં આવ્યો હતો. જુલાઈ 2024માં સૂર્યકુમાર યાદવ ભારતના પૂર્ણ-સમયના T20 કેપ્ટન બન્યા. રસપ્રદ વાત એ છે કે કોઈને અપેક્ષા નહોતી કે ભારત માટે વર્લ્ડ કપ જીતનાર ખેલાડી ફક્ત 22 મહિનામાં પોતાની કેપ્ટનશીપ અને ટીમમાં પોતાનું સ્થાન પણ ગુમાવી દેશે.

22 મહિનામાં જ સૂર્યાનો ગેમ ઓવર?

BCCIએ આજે (6 જૂન) શ્રેયસ ઐયરને ભારતના T20 ટીમનો નવો કેપ્ટન જાહેર કર્યો છે. ખરાબ ફોર્મના કારણે સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતે T20 ક્રિકેટમાં અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. દ્વિપક્ષીય શ્રેણી હોય કે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ભારતીય ટીમે સતત સફળતા મેળવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે સતત નવ શ્રેણી અને ટુર્નામેન્ટ જીતી છે. T20 વર્લ્ડ કપ 2026 સુધી ભારતનો વિજયરથ યથાવત રહ્યો હતો. સૂર્યકુમારની કપ્તાનીમાં ભારતનો જીતનો ટકા 80.76 રહ્યો હતો જે પૂર્ણ સભ્ય દેશોના કેપ્ટનોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે.

શું કહ્યું અજિત અગરકરે?

જોકે, કેપ્ટન તરીકે સફળ રહેલા સૂર્યકુમાર યાદવની વ્યક્તિગત બેટિંગ સતત ઘટી રહી છે. મણકાની ઇજાને કારણે તેમનું બેટ છેલ્લા 18 મહિનાથી શાંત છે. અજિત અગરકરે કહ્યું, “સૂર્યકુમાર અંગેનો આ નિર્ણય ખરેખર મુશ્કેલ હતો. આપણે તાજેતરમાં જ વર્લ્ડ કપ જીત્યો છે. પરંતુ દરેક વર્લ્ડ કપ બાદ ટીમના ભવિષ્ય અને આગામી યોજનાઓની સમીક્ષા કરવી પડે છે. સૂર્યકુમારનો વ્યક્તિગત ફોર્મ એક મુદ્દો હતો. પરંતુ આગામી 2 વર્ષ અને આગામી વર્લ્ડ કપ સુધીની યોજનાઓને ધ્યાનમાં રાખીને અમને આ નિર્ણય યોગ્ય લાગ્યો. જેમ મેં અગાઉ પણ કહ્યું છે, શ્રેયસ અય્યર કપ્તાની માટે સંપૂર્ણપણે યોગ્ય પસંદગી છે.”

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદિપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની T20 ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદિપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી

એશિયન ગેમ્સ માટે માટે ભારતની T20 ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, હર્ષિત રાણા, અર્શદિપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">