SLvsENG: શ્રીલંકામાં ટર્નીંગ ટ્રેક પર ધમાલ મચાવતો ઇંગ્લેંડનો કેપ્ટન ભારત માટે પડકાર બની શકે છે

|

Jan 24, 2021 | 4:19 PM

શ્રીલંકા (Sri Lanka) માં એક વાર ફરીથી જો રુટ એ ધમાલ મચાવી મુકી છે. ઇંગ્લેંડ (England) ના કેપ્ટન જો રુટ (Joe Root) શ્રીલંકાના જીતના સપનાની આડે આવતી રમત દાખવી છે. શ્રીલંકાએ શાનદાર બોલીંગ આક્રમણ સાથે શરુઆત જબરદસ્ત કરી હતી, પરંતુ બાજી બાદમાં જો રુટ એ સંભાળી લીધી હતી.

SLvsENG: શ્રીલંકામાં ટર્નીંગ ટ્રેક પર ધમાલ મચાવતો ઇંગ્લેંડનો કેપ્ટન ભારત માટે પડકાર બની શકે છે
ગાલે ટેસ્ટમાં બીજી ટેસ્ટમાં પ્રથમ પારીમાં શતક લગાવી.

Follow us on

શ્રીલંકા (Sri Lanka) માં એક વાર ફરીથી જો રુટ એ ધમાલ મચાવી મુકી છે. ઇંગ્લેંડ (England) ના કેપ્ટન જો રુટ (Joe Root) શ્રીલંકાના જીતના સપનાની આડે આવતી રમત દાખવી છે. શ્રીલંકાએ શાનદાર બોલીંગ આક્રમણ સાથે શરુઆત જબરદસ્ત કરી હતી, પરંતુ બાજી બાદમાં જો રુટ એ સંભાળી લીધી હતી. ભારત પ્રવાસ (India Tour) પહેલા જ કેપ્ટન રુટે શ્રીલંકામાં જબરદસ્ત રમત રમીને ફોર્મ જારી રાખતા ભારતીય ટીમ માટે પણ પડકાર ઉભો કર્યો છે. તેણે લગાતાર બીજી ટેસ્ટમાં જબરદસ્ત બેટીંગ કરી છે.

રુટ એ શ્રીલંકાની સામે ગાલે (Galle Test) માં રમેલી પ્રથમ ટેસ્ટમાં બેવડુ શતક ફટાર્યુ હતુ, હવે બીજી ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં પણ શાનદાર સદી ફટકારી છે. ગાલેના ટર્નીંગ ટ્રેક પર તેણે શતક 139 બોલમાં 14 ચોગ્ગા સાથે ફટકાર્યુ છે. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 71.9 નો રહ્યો છે.

ગાલેમાં બીજી ટેસ્ટમાં પ્રથમ પારીમાં શતક લગાવીને જો રુટ એ એક સાથે કેટલાક રેકોર્ડ પણ અંકિત કર્યા છે. આ તેના ટેસ્ટ કેરિયરનુ 19મુ શતક છે. જ્યારે સિરીઝમાં બીજી અને શ્રીલંકા સામે ચોથુ શતક લગાવ્યુ છે. આ સાથે જ તે શ્રીલંકા સામે સૌથી વધુ શતક લગાવનાર ઇંગ્લેંડનો બેટ્સમેન બની ચુક્યો છે. આ શતક સાથે એશિયામાં સૈૌથી વધુ શતક લગાવનારા એલેસ્ટેયર કુક બાદ બીજો બેટ્સમેન પણ બની ગયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાલમાં ગાલેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં જો રુટના કેરિયરની 99મી ટેસ્ટ છે. પોતાની 99 મી ટેસ્ટમાં શતક લગાવનારા તે વિશ્વ ક્રિકેટનો 12 મો ખેલાડી, જ્યારે ઇંગ્લેડનો પ્રથમ બેટ્સમેન છે. આ પહેલા કોઇ ઇંગ્લીશ પ્લેયર પોતાની 99મી ટેસ્ટમાં સર્વાધીક સ્કોર ધરાવવાનો રેકોર્ડ, કેવિન પિટરસનના નામે હતો. તેમે 62 રન કર્યા હતા.

ટર્નિંગ ટ્રેક મનાતા ગોલમાં અન્ય ઇંગ્લીશ બેટ્સમેનોને ટકવુ મુશ્કેલ બની રહ્યુ છે, ત્યારે રુટ આનંદ પૂર્વક રમી રહ્યો છે. તેમનુ આ પ્રદર્શન જ બતાવે છે તે કેવા ફોર્મમાં છે. ટીમ ઇન્ડીયા માટે તે એક ચિંતાજનક બની વાત બની રહ્યો છે. કારણ કે હવે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી પુર્ણ કરીને ઇંગ્લીંશ ટીમ ભારત પ્રવાસે આવશે. ભારતમાં શ્રીલંકા જેવી જ મળતી પિચો પર રહીને રુટ ભારતીય ટીમ માટે પડકાર બની શકે છે.

Next Article