AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cupમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ આ દિગ્ગજ ખેલાડીએ બ્રોડકાસ્ટર પર પ્રહારો કર્યા, કહ્યું શેડ્યુલિંગમાં મનમાની કરી, ICCએ આપ્યો સાથ

ભારતીય ટીમને ICC T20 વર્લ્ડ કપ-2021માં જીતની દાવેદાર તરીકે જોવામાં આવી રહી હતી પરંતુ ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી ન હતી અને સુપર-12માંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

T20 World Cupમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ આ દિગ્ગજ ખેલાડીએ બ્રોડકાસ્ટર પર પ્રહારો કર્યા, કહ્યું શેડ્યુલિંગમાં મનમાની કરી, ICCએ આપ્યો સાથ
Indian Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 3:56 PM
Share

T20 World Cupજ્યારે ICC T20 વર્લ્ડ કપ 2021 શરૂ થયો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. જોકે, ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાની બે મેચ બાદ જે સામે આવ્યું અને આ ટીમ સેમીફાઈનલમાં જઈ શકશે નહીં તે લગભગ નક્કી થઈ ગયું હતું. બરાબર એવું જ થયું. 

આવી સ્થિતિમાં, ન્યુઝીલેન્ડ (New Zealand)ના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને હાલમાં કોમેન્ટેટર (Commentator)ની ભૂમિકામાં જોવા મળેલા સિમોન ડૌલે બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડિયાને ફટકાર લગાવી છે. સિમોને કહ્યું કે, બ્રોડકાસ્ટરે ભારતની મેચોનું ખરાબ શેડ્યુલિંગ કર્યું હતું.

સાયમને એક વેબસાઈટ શોમાં વાત કરતા કહ્યું કે, તે દિવાળીની સિઝન હતી અને તેથી બ્રોડકાસ્ટર ટીમ ઈન્ડિયાની મેચ રજાના દિવસોમાં રાખવા માંગતો હતો અને તેણે આઈસીસીના હસ્તક્ષેપથી તે કર્યું. તેણે કહ્યું, “મને લાગે છે કે, શેડ્યૂલ નક્કી કરવામાં ભૂલ કરી છે. શેડ્યૂલ નક્કી કરવાનું પણ બ્રોડકાસ્ટરના હાથમાં છે. તે શું ઇચ્છતો હતો. જેમાં આઈસીસીની સાથે બ્રોડકાસ્ટર (Broadcaster)નો પણ સમાવેશ થતો હતો.

રજાઓ આવી રહી હતી અને દિવાળી પણ આવી રહી હતી. મને લાગે છે કે પાકિસ્તાનની મેચ યોગ્ય સમયે હતી, તે હંમેશા ભારત માટે પ્રથમ મેચ હોવી જોઈએ. પરંતુ ન્યુઝીલેન્ડ સાથેની મેચ છેલ્લી હોવી જોઈતી હતી. ભારતીય ટીમે આમાં કશું કર્યું નથી, તેઓ કરી પણ શકતા નથી. તે બ્રોડકાસ્ટર્સ પર આધારિત છે. ટીમ સારી રીતે રમી શકી નથી, તે ટીમની જ ભૂલ છે. પરંતુ સમયપત્રક તેમની ભૂલ નથી.

આવો ભારતનો કાર્યક્રમ હતો

ભારતે વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમી હતી, જેમાં તેનો પરાજય થયો હતો. તેના છ દિવસ બાદ 31 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા તેની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હતી. આ પછી ભારતે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે મેચ રમી. પ્રથમ બે મેચમાં મળેલી હારથી એવું લાગી રહ્યું હતું કે, 2007ની વિજેતા ટીમ આ વખતે સેમીફાઈનલમાં પહોંચી શકશે નહીં.

દિનેશ કાર્તિકે જણાવ્યું

આ શોમાં ભારતના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક પણ સામેલ હતો. તેણે કહ્યું, “બધાએ વિચાર્યું કે પ્રથમ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ પહેલી જ મેચમાં વસ્તુઓ બદલાઈ ગઈ. તે પછી, ટીમ એક અઠવાડિયા સુધી રમી ન હતી અને પછી સીધા ન્યુઝીલેન્ડના મજબૂત બોલિંગ આક્રમણ પર ગઈ, ટોસ હારીને, મેચ હારીને ઘણી બધી બાબતો સાફ કરી દીધી હતી. જો ભારતની છેલ્લી ત્રણ મેચ પ્રથમ ત્રણ મેચ હોત તો જે આત્મવિશ્વાસ સાથે અમે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે આવ્યા હોત તે ખૂબ જ અલગ હોત.

આ પણ વાંચો : Birthday Special: IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન Sanju Samsonનો આજે છે જન્મદિવસ, વર્ષ 2013થીઆઈપીએલમાં પ્રવેશ કર્યો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">