NZ vs AFG: શોએબ અખ્તરે ફરી મર્યાદા તોડી, કહ્યું ન્યુઝીલેન્ડની ટીમ અફઘાનિસ્તાન સામે જીતશે નહીં તો મુશ્કેલી સર્જાશે

|

Nov 07, 2021 | 5:27 PM

શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ  (YouTube channel) પર કહ્યું કે જો અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સામે જીતશે તો આ મેચ બાદ ઘણા પ્રશ્નો ઉભા થશે. મને ડર છે કે સોશિયલ મીડિયા (Social media) પર લોકો વિવિધ વસ્તુઓ વિશે વાત કરશે.

NZ vs AFG: શોએબ અખ્તરે ફરી મર્યાદા તોડી, કહ્યું ન્યુઝીલેન્ડની ટીમ અફઘાનિસ્તાન સામે જીતશે નહીં તો મુશ્કેલી સર્જાશે
Shoaib Akhtar

Follow us on

NZ vs AFG: પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) જ્યારે પ્રોફેશનલ ક્રિકેટ રમતો હતો, ત્યારે પણ તે વિવાદોમાં રહેતો હતો અને નિવૃત્તિ પછી પણ તે સુધર્યો નથી અને આજે પણ તે વિવાદોનો એક ભાગ છે. શોએબ અખ્તરનો વિવાદો સાથે ગાઢ સંબંધ છે અને હવે ફરી એકવાર તે આ કારણોસર ચર્ચામાં છે. શોએબ અખ્તરે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ (Afghanistan and New Zealand) સામેની મેચ પહેલા આટલી મોટી વાત કહી જે ક્રિકેટરના મોંઢામાંથી અભદ્ર ભાષા છે.

 

શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ  (YouTube channel) પર કહ્યું કે જો અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સામે જીતશે તો આ મેચ બાદ ઘણા પ્રશ્નો ઉભા થશે. મને ડર છે કે સોશિયલ મીડિયા (Social media) પર લોકો વિવિધ વસ્તુઓ વિશે વાત કરશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

અફઘાનિસ્તાન જીતશે તો હંગામો થશેઃ અખ્તર

શોએબ અખ્તરે કહ્યું, ‘ભારતનું ભાગ્ય ન્યુઝીલેન્ડના હાથમાં છે. જો કિવી ટીમ અફઘાનિસ્તાન સામે હારી જશે તો સવાલો ઉભા થશે. હું તમને ચેતવણી આપું છું, મને ડર છે કે આ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ  (Trending) વિષય બની જશે. હું વિવાદમાં પડવા માંગતો નથી, પરંતુ ન્યૂઝીલેન્ડને લઈને પાકિસ્તાનની ભાવનાઓ વધી રહી છે. જો ન્યુઝીલેન્ડની સારી ટીમ અફઘાનિસ્તાનથી જીતશે નહીં તો ચોક્કસ મુશ્કેલી સર્જાશે.

 

જો આમ થશે તો સોશિયલ મીડિયાને કોઈ રોકી શકશે નહીં.આપને જણાવી દઈએ કે શોએબ અખ્તર અહીં ઈશારામાં કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે જો ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે મેચ હારી જાય તો લોકો આ મેચ પર ક્યાંકને ક્યાંક શંકા કરશે. સામાન્ય રીતે મેચ બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર આવી વાતો કરતા રહે છે, પરંતુ જો શોએબ અખ્તર જેવો મોટો વ્યક્તિ આવી હરકતો કરતો હોય તો તે ખરેખર શરમજનક છે.

 

ભારત સામે બીજી મેચ જોવા માંગુ છુંઃ અખ્તર

શોએબ અખ્તરે એમ પણ કહ્યું કે, જો ભારત ફાઈનલમાં પહોંચે અને પાકિસ્તાનનો સામનો કરે તો ક્રિકેટ માટે આનાથી વધુ સારું બીજું કંઈ નહીં હોય. શોએબ અખ્તરે કહ્યું ‘મોટાભાગના લોકો કહી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાન પર જીત મેળવીને ભારતને બહાર ફેંકી દેવું જોઈએ. હું ઈચ્છું છું કે પાકિસ્તાન તેમના જૂથમાં ટોચ પર રહે. આગળ ગમે તે થાય, આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. જો ભારત ફાઈનલમાં પહોંચીને પાકિસ્તાન સાથે ટકરાશે તો તે ક્રિકેટ માટે સારું રહેશે. આનાથી વર્લ્ડ કપ વધુ રસપ્રદ થશે. ભારત સામે માત્ર એક જ મેચ કેમ રમવી?

 

આ પણ વાંચો : મોંઘવારીનો માર : ટીવીના શોખીનો માટે માઠા સમાચાર, આ તારીખથી લોકપ્રિય ચેનલ જોવા માટે કરવો પડશે વધુ ખર્ચ

Next Article