રાજસ્થાન રોયલ્સ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શેન વોર્ન, ટીમ મેન્ટર તરીકે પણ કરશે કામગીરી

રાજસ્થાન રોયલ્સ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શેન વોર્ન, ટીમ મેન્ટર તરીકે પણ કરશે કામગીરી

રાજસ્થાન રોયલ્સ ટીમના બ્રાંડ એમ્બેસેડર અને મેન્ટર તરીકે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોર્ન રહેશે. સતત બીજા વર્ષે રાજસ્થાન રોયલ્સે, શેન વોર્નને ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. આઈપીએલ 2020 માટે, શેન વોર્ન રાજસ્થાન રોયલ્સની ટીમ માટે મેન્ટરની કામગીરી પણ બજાવશે. આ અંગે જેકે કહ્યું છે કે, શેન વોર્ન ક્રિકેટના મહાન ખેલાડીઓમાના એક છે. રાજસ્થાન […]

Bipin Prajapati

|

Sep 13, 2020 | 6:29 PM

રાજસ્થાન રોયલ્સ ટીમના બ્રાંડ એમ્બેસેડર અને મેન્ટર તરીકે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોર્ન રહેશે. સતત બીજા વર્ષે રાજસ્થાન રોયલ્સે, શેન વોર્નને ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. આઈપીએલ 2020 માટે, શેન વોર્ન રાજસ્થાન રોયલ્સની ટીમ માટે મેન્ટરની કામગીરી પણ બજાવશે.

આ અંગે જેકે કહ્યું છે કે, શેન વોર્ન ક્રિકેટના મહાન ખેલાડીઓમાના એક છે. રાજસ્થાન રોયલ્સ માટે શેન વોર્ન ખાસ છે. તે ગમે તેવી સ્થિતિમાં માર્ગદર્શકની સારી ભૂમિકા ભજવતા આવ્યા છે. બન્ને ફ્રેન્ચાઈઝીના વિકાસમાં પણ શેન વોર્નના કામ કરવાની સાથેસાથે ખેલાડીઓની સફળતામાં ભાગ ભજવ્યો છે.

એક ટીમ મેન્ટરના રૂરમાં શેન વોર્ન ટીમના હેડ કોચ એન્ડ્રુય મેકડોનાલ્ડની સાથે કામ કરશે. વિકટોરીયા માટે 2003થી 2007 સુધી એન્ડ્રુય મેકડોનાલ્ડની સાથે ટીમના સાથીદાર રહ્યાં હતા. જેઓ રાજસ્થાન રોયલ્સમાં પ્રમુખ જુબિન ભરૂચાની સાથે પણ જોડાશે.

શેન વોર્ને આ બેવડી ભૂમિકા વિશે જણાવ્યુ કે, રોયલ્સ, મારી ટીમ, મારા પરીવાર સાથે પરત ફરવું હંમેશ માટે શાનદાર રહ્યું છે. આ ફ્રેન્ચાઈઝી સાથે કામ કરવું રોમાચક છે. જે મને પસંદ પણ છે. વૈશ્વિક ટીમ બનાવવાની દ્રષ્ટિએ કામગીરી કરવામાં આવી છે. જુબિન ભરૂચા અને એન્ડ્રુય મેકડોનાલ્ડની સાથે ટીમ મેન્ટર તરીકે કામ કરવામાં સારા પરિણામો સાપડશે. આશા છે કે આ એક સફળ સિઝન રહેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati