પ્રેકટીસ મેચમાં શામી, સૈની અને બુમરાહ ઝળક્યા, ઓસ્ટ્રેલીયા ‘એ’ ટીમ 108માં સમેટાયુ, ભારત 86 રનથી આગળ

|

Dec 12, 2020 | 9:20 AM

જસપ્રિત બુમરાહે પ્રથમ શ્રેણીની કેરીયરમાં પ્રથમ અર્ધ શતક બાદ, ભારતીય ઝડપી બોલરોએ પોતાની તાકાતનુ પ્રદર્શન જારી રાખ્યુ છે. બીજી અભ્યાસ મેચ દરમ્યાન ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 194 રન કર્યા હતા. જેમાં બુમરાહના 55 રન હતા. પરંતુ હવે ઓસ્ટ્રેલીયાની ઇનીંગને પણ ભારતીય બોલરોએ 108 રનમાં જ સમેટી લીધી છે. જેને લઇને ભારતીય એ […]

પ્રેકટીસ મેચમાં શામી, સૈની અને બુમરાહ ઝળક્યા, ઓસ્ટ્રેલીયા એ ટીમ 108માં સમેટાયુ, ભારત 86 રનથી આગળ

Follow us on

જસપ્રિત બુમરાહે પ્રથમ શ્રેણીની કેરીયરમાં પ્રથમ અર્ધ શતક બાદ, ભારતીય ઝડપી બોલરોએ પોતાની તાકાતનુ પ્રદર્શન જારી રાખ્યુ છે. બીજી અભ્યાસ મેચ દરમ્યાન ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 194 રન કર્યા હતા. જેમાં બુમરાહના 55 રન હતા. પરંતુ હવે ઓસ્ટ્રેલીયાની ઇનીંગને પણ ભારતીય બોલરોએ 108 રનમાં જ સમેટી લીધી છે. જેને લઇને ભારતીય એ ટીમ હવે 86 રન થી આગળ છે.

શામીએ 29 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નવદિપ સૈનીએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી અને બુમરાહ બે વિકેટ મેળવી હતી. સિરાજે એક વિકટ મેળવી હતી. ઓસ્ટ્રેલીયા એ ટીમ 32.2 ઓવર જ મેદાનમાં રહી શકી હતી અને પેવેલીયન પરત ફરી ગઇ હતી. ઓસ્ટ્રેલીયાએ એ ટીમના અનુભવી ચાર ખેલાડીઓ જ બે આંકડે રન કરી શક્યા હતા. જેમાં માર્કસ હેરીસ 26, નિક મેડિનસન 19, કેપ્ટન એલેક્સ કેરી 32 રન અને વિલ્ડરમઠ 12 રન નો સ્કોર કરી શક્યા હતા. પ્રથમ ટેસ્ટ માટે ઓપનર બેટ્સમેનોનુ સંશોધન કરી રહેલ ઓસ્ટ્રેલાને અહી તેમની એ ટીમ પ્રભાવિત કરી શકી નહી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article