Saina Nehwal ગુસ્સે થઈ, કહ્યું બેડમિન્ટન એસોસિએશન મને CWG-Asiadમાંથી બહાર રાખવા માટે ખુશ છે

|

Apr 15, 2022 | 7:35 AM

BAI એ BWF રેન્કિંગમાં ટોચના 15માં રહેલા ખેલાડીઓને ટ્રાયલમાંથી મુક્તિ આપી હતી, પરંતુ વિશ્વ રેન્કિંગમાં 16થી 50માં સ્થાન ધરાવતા ખેલાડીઓએ ટ્રાયલ્સમાં ભાગ લેવો પડ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓની સમાન સંખ્યા સાથે 10 સભ્યો હશે.

Saina Nehwal ગુસ્સે થઈ, કહ્યું બેડમિન્ટન એસોસિએશન મને CWG-Asiadમાંથી બહાર રાખવા માટે ખુશ છે
Saina Nehwal ગુસ્સે થઈ, કહ્યું બેડમિન્ટન એસોસિએશન મને CWG-Asiadમાંથી બહાર રાખવા માટે ખુશ છે
Image Credit source: File Photo

Follow us on

Saina Nehwal : બે વખતની કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા સાયના નેહવાલે (Saina Nehwal) પસંદગીના ટ્રાયલના સમય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા, તેમજ બંનેમાંથી કાઢી મૂકવા બદલ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (Badminton Association of India)ની ટીકા કરી હતી. બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સ 2022 (Asian Games 2022) માટે પસંદગીની ટ્રાયલ 15 થી 20 એપ્રિલ દરમિયાન યોજાશે. આ સાથે બેંગકોકમાં 8 થી 15 મે દરમિયાન યોજાનાર થોમસ કપ અને ઉબેર કપની ટીમની પણ પસંદગી કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સાઈનાએ કહ્યું કે તેણે BAIને ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતેના ટ્રાયલ્સમાંથી બાકાત રાખવા અંગે જાણ કરી હતી પરંતુ તેનો અર્થ એ નથી કે તે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ખેલાડી સાઇના છેલ્લા કેટલાક સમયથી ઇજાઓ અને ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહી છે. સાયનાએ 2010 અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિયો ઓલિમ્પિક પહેલા તેને કારકિર્દી માટે જોખમી ઘૂંટણની ઈજા થઈ હતી. સાઈના નેહવાલે ટ્વિટ કર્યું હતું કે, “હું કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભાગ લેવા માંગતી નથી તેવા અહેવાલો વાંચીને આઘાત લાગ્યો. હું યુરોપમાં ત્રણ અઠવાડિયા રમ્યા બાદ પરત ફરી છું અને આ કારણે મેં ટ્રાયલ્સમાં ભાગ લીધો નથી. સિનિયર ખેલાડી હોવાને કારણે સતત રમવું શક્ય નથી. આના કારણે ઈજા થવાનો ભય છે મેં આ અંગે BAI ને જાણ કરી હતી પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. લાગે છે કે, તેઓ મને આ બંને ટુર્નામેન્ટમાંથી બહાર રાખવા માટે ખુશ છે.

શું કહ્યું સાયના નેહવાલે

મને આશા છે કે અમને શેડ્યૂલ મેનેજમેન્ટની વધુ સારી સમજ છે અને 10 દિવસની નોટિસ પર ઇવેન્ટની જાહેરાત કરવામાં આવતી નથી. મારું વિશ્વ રેન્કિંગ 23 છે અને મેં ઓલ ઈંગ્લેન્ડમાં વિશ્વના નંબર વન અકાને યામાગુચીને હરાવી છે. ઈન્ડિયા ઓપનમાં હાર મળી અને BAIએ મને નીચે લાવવાનો પ્રયાસ કર્યો.

ટોચના 15 રેન્કિંગ લોકોને ટ્રાયલમાંથી મુક્તિ મળશે

BAI એ BWF રેન્કિંગમાં ટોચના 15માં રહેલા ખેલાડીઓને ટ્રાયલમાંથી મુક્તિ આપી હતી, પરંતુ વિશ્વ રેન્કિંગમાં 16 થી 50 સુધીના ખેલાડીઓને ટ્રાયલ્સમાં ભાગ લેવો પડતો હતો. કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓની સમાન સંખ્યા સાથે 10 સભ્યો હશે. એશિયન ગેમ્સ અને થોમસ અને ઉબેર કપ માટેની ટુકડીમાં 20 સભ્યો હશે, જેમાં 10 પુરુષો અને 10 મહિલાઓ હશે. BAI ટ્રાયલ દરમિયાન 2024 ઓલિમ્પિક ગેમ્સ માટે વરિષ્ઠ કોર ગ્રુપ માટે સંભવિતોને પણ અંતિમ સ્વરૂપ આપશે.

આ પણ વાંચો :RR vs GT IPL Match Result : રાજસ્થાનના રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સની જીત , GTની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article