IPL 2023 : ફાઇનલ મેચ હારીને પણ ગુજરાતના આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, આવું કરવાવાળો બન્યો પ્રથમ ખેલાડી
IPL 2023 : ચેન્નઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી માત આપીને આઇપીએલ 2023 નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ચેન્નઇ સુપર કિંગ્સે 5મો આઇપીએલ ખિતાબ પોતાના નામે કર્યો હતો. મેચમાં હાર મેળવ્યા છતા ગુજરાતના એક સ્ટાર ખેલાડીએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Ahmedabad IPL 2023 Final CSK vs GT: IPL 2023નો ફાઇનલ મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને પોતાના નામે કર્યો હતો. સીએસકેએ ફાઇનલ મેચમાં જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સના રેકોર્ડ પાંચ ટાઇટલની બરાબરી કરી લીધી હતી. ટોસ હારીને ગુજરાત ટાઇટન્સની ટીમે પ્રથમ બેટીંગ કરતા 214 રન બનાવ્યા હતા. પણ વરસાદના વિઘ્નના કારણે ચેન્નઇ સુપર કિંગ્સને જીત માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેને ચેન્નઇની ટીમે રવીન્દ્ર જાડેજાની શાનદાર ઇનિંગના દમ પર હાંસિલ કરી લીધો હતો. પણ મેચમાં હાર મેળવ્યા બાદ પણ ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ પ્લેયરનો ફાઇનલમાં કમાલ
ગુજરાત ટાઇટન્સ માટે આ મેચમાં સાઇ સુદર્શને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે પોતાની બેટીંગથી ક્રિકેટ પ્રેમીઓનુ દિલ જીતી લીધુ હતુ. સાઇના કારણે ગુજરાતની ટીમ 200 પ્લસનો મોટો સ્કોર હાંસિલ કરી શકી હતી. તેમણે 47 બોલમાં 96 રન કર્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. તે ઇનિંગની શરૂઆતથી જ સારા ફોર્મમાં હતો. ધમાકેદાર ઇનિંગ સાથે જ તે આઇપીએલની ફાઇનલમાં સૌથી મોટો સ્કોર બનાવનાર અનકૈપ્ડ ખેલાડી બની ગયો હતો. તેની પહેલા મનીષ પાંડેના નામે આ રેકોર્ડ હતો, જે તેણે 2014 ની આઇપીએલ ફાઇનલમાં બનાવ્યો હતો.
આઇપીએલની ફાઇનલમાં સૌથી મોટો સ્કોર બનાવનાર અનકૈપ્ડ ખેલાડી:
સાઇ સુદર્શન- 96 રન, વર્ષ 2023 મનીષ પાંડે- 94 રન, વર્ષ 2014 મનવિંદર બિસલા- 89 રન, વર્ષ 2012
Sai Sudharsan registered highest individual score by uncapped indian players in IPL Finals.
📸: IPL#IPL2023 #GTvsCSK #CricTracker pic.twitter.com/j1QSIwMNNo
— CricTracker (@Cricketracker) May 30, 2023
સુદર્શને આઇપીએલ ફાઇનલમાં બનાવ્યો રેકોર્ડ
સાઇ સુદર્શન આઇપીએલની ફાઇનલમાં 50 પ્લસની ઇનિંગ રમનાર બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. તેની ઉંમર અત્યારે 21 વર્ષ અને 226 દિવસ છે. જ્યારે ફાઇનલમાં 50 પ્લસનો સ્કોર બનાવનાર સૌથી યુવા ખેલાડી મનન વોરા છે. તેણે 20 વર્ષ અને 318 દિવસની ઉંમરમાં પંજાબ કિંગ્સ સામે ફાઇનલમાં ફિફટી ફટકારી હતી.
આઇપીએલ ફાઇનલમાં 50 પ્લસનો સ્કોર બનાવનાર સૌથી યુવા ખેલાડી
મનન વોરા- 20 વર્ષ, 318 દિવસ, વર્ષ-2014 સાઇ સુદર્શન- 21 વર્ષ, 226 દિવસ, વર્ષ-2023 શુભમન ગિલ- 22 વર્ષ, 37 દિવસ, વર્ષ- 2021 ઋષભ પંત- 23 વર્ષ, 37 દિવસ, વર્ષ-2020