રોહીત શર્માની ઈજાને લઈ BCCIને સહેવાગે પોતાનું ઉદાહરણ આપી ઘેરવાનો પ્રયાસ કર્યો, ‘પસંદગી નહીં કરવી સમજની બહાર ગણાવ્યુ’

|

Nov 06, 2020 | 8:07 PM

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગનું માનવુ છે કે બીસીસીઆઈ એ રોહિત શર્માને ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં શામેલ કરવો જોઇતો હતો. તેમનુ કહેવુ છે કે જો ઈજાને લઈને ચિંતા હતી તો રોહિત સાથે એક રિપ્લેસમેન્ટ પણ મોકલી શકાયો હોત. તમને જણાવી દઈએ કે ટી-20 લીગમાં હેમસ્ટ્રીંગની ઈજાને લઇને રોહિત શર્મા કેટલીક મેચોથી બહાર રહ્યો હતો. પરંતુ […]

રોહીત શર્માની ઈજાને લઈ BCCIને સહેવાગે પોતાનું ઉદાહરણ આપી ઘેરવાનો પ્રયાસ કર્યો, પસંદગી નહીં કરવી સમજની બહાર ગણાવ્યુ

Follow us on

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગનું માનવુ છે કે બીસીસીઆઈ એ રોહિત શર્માને ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં શામેલ કરવો જોઇતો હતો. તેમનુ કહેવુ છે કે જો ઈજાને લઈને ચિંતા હતી તો રોહિત સાથે એક રિપ્લેસમેન્ટ પણ મોકલી શકાયો હોત. તમને જણાવી દઈએ કે ટી-20 લીગમાં હેમસ્ટ્રીંગની ઈજાને લઇને રોહિત શર્મા કેટલીક મેચોથી બહાર રહ્યો હતો. પરંતુ પ્લેઓફના પહેલા મુંબઈની ટીમમાં પરત આવી ગયો હતો. આ પહેલા જોકે ભારતીય ટીમનું એલાન થયું હતુ, જેમાં રોહિત શર્માને પસંદ કરવામાં આવ્યો નહોતો. આવામાં કન્ફ્યુઝનની સ્થિતી થઈ ગઈ છે. સહેવાગે ક્રિકેટ આધારીત વેબ સંસ્થા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, વર્ષ 2011માં વિશ્વકપથી જોડાયેલો પોતાનો એક કિસ્સો બતાવ્યો હતો. જેમાં સહેવાગને ખભાની સર્જરીની જરુરીયાત હતી. સર્જરી કરવા પર વિશ્વકપ રમી શકતો નહીં. પરંતુ  તે સમયે બીસીસીઆઈએ સર્જરી બાદમાં કરવા માટે સલાહ આપી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સહેવાગે કહ્યુ હતુ કે, મુંબઈ ઈન્ડિયન્સના ફિઝીયો તરફથી સંદેશ આપવામાં આવ્યો હતો કે રોહિત શર્માના ફિટ થઈને રમવા બાબતે કંઇ જ નક્કી નથી થતુ તો ટીમે નિવેદનને ધ્યાને રાખી પસંદ કરવો જોઈતો હતો તો હું કંઈ પણ ના કહેતો હોત. તમને ખ્યાલ જ હશે કે તે એક ટોપ પ્લેયર છે. હું મારા કેરીયરને ધ્યાનમાં રાખીને એક ઉદાહરણ આપુ છુ કે, વર્ષ 2011ના વિશ્વકપ પહેલા મને ખભાની સમસ્યા હતી. જ્યારે મારુ સ્કેન કરવામાં આવ્યુ હતુ તો મારા બાવળાના હાડકામાં સામાન્ય ઇજા હતી. આ માટે સર્જરીની જરુર હતી. 

હું સર્જરી વગર રમી શકુ તેમ નહોતો. આ માટે મેં બીસીસીઆઈ અને ગેરી કસ્ટર્નને કહ્યુ હતુ કે, મને સર્જરીની જરુર છે. તે ડિસેમ્બર 2010ની વાત છે. તેમણે આ વાતનો નિર્ણય લેવાનો હતો કે મારો વિશ્વકપની ટીમમાં સમાવેશ કરવો કે નહીં. કારણ કે જો મારી સર્જરી ડીસેમ્બરમાં કરવામાં આવે તો હું વિશ્વકપ સુધી તૈયાર થઈ શક્યો ના હોત. કસ્ટર્ન અને બીસીસીઆઈએ કહ્યુ  કે નહીં, તમારે વિશ્વકપ પછી સર્જરી કરવાની છે. અમે તમને ત્યાં સુધી રમાડીશુ. તે માટે મેં વિશ્વકપ પહેલા માત્ર ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. આ દરમ્યાન હું ઈજેકશન લેવા માટે જર્મની પણ ગયો હતો, સૌને આ વાતનો ખ્યાલ છે. 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સહેવાગનું કહેવુ છે કે આ રીતે જ રોહિતની સમસ્યાઓને લઈને સૌને ખબર જ હોય છે. છતાં પણ તેને ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે પસંદ કરી શકાયો હોત. જો તે ફીટ નથી થઈ શકતો તો તેનો રિપ્લેસમેન્ટ મોકલી આપ્યો હોત. આવુ થયુ હોત તો આ બધી પ્રકારની ચર્ચાઓ પણ ના થઇ હોત. આવામાં મારી સમજથી બહાર છે કે, તેને ટીમમાં કેમ નથી રાખ્યો. તેને ફીટ રહેવાના અને ટી-20 ફાઈનલ રમવા પર પણ પસંદગીકારો તેને નહીં સમાવે. જો  આમ જ થાય છે તો એક સારા બેટ્સમેનને ટીમથી બહાર રહેવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article