વિશ્વકપ ફાઈનલ મેચમાં ટોસ હારીને પણ રોહિત શર્મા ખુશ, બતાવ્યુ કારણ

ICC Mens Cricket World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ છે. આમ ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ બેટિંગ માટે મેદાને ઉતરવા માટે નિમંત્રણ આપ્યુ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટોસ હારીને પણ ખુશ નજર આવી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગની શરુઆત કરી છે.

વિશ્વકપ ફાઈનલ મેચમાં ટોસ હારીને પણ રોહિત શર્મા ખુશ, બતાવ્યુ કારણ
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 4:06 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ ફાઈનલની મેચ રમાઈ રહી છે. વનડે ક્રિકેટના ચેમ્પિયન બનવા માટે આજે શાનદાર ટક્કર થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાની પસંદ કર્યુ છે. આ માટે પીચને થોડીક સૂકી બતાવી છે. જોકે પેટ કમિન્સના આ નિર્ણય પર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ખુશ નજર આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં કરિયર બનાવવા શું કરવું પડે, નેશનલ ટીમમાં કેવી રીતે થાય સિલેક્શન? જાણો

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાની શરુઆત કરી છે. રોહિત શર્માએ સારી શરુઆત કરાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ એ પણ જાણી લઈએ કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં વિજયી ટીમ સાથે જ ઉતરી છે. એટલે કે ટીમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ જબરદસ્ત આત્મવિશ્વાસથી ભરેલી છે. હિટમેને શરુઆત તોફાની બેટિંગ સાથે કરી છે. ભારતીય કેપ્ટનની ઈચ્છા હતી અને એ જ પ્રમાણેનો મોકો અમદાવાદમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાનો મળ્યો છે.

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?

કમિન્સની પસંદગી પ્રથમ બોલિંગ

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે કમિન્સે નિમંત્રણ આપ્યુ હતુ. કાંગારુ કેપ્ટનના આ નિર્ણય સાથે જ રોહિત શર્મા ખુશ થઈ ઉઠ્યો હતો. કમિન્સે પ્રથમ બોલિંગ પસંદ કરવા માટે પીચનુ કારણ દર્શાવ્યુ હતુ. તેણે બતાવ્યુ હતુ કે, અમે પ્રથમ બેટિંગ કરીશું, આ ખૂબ જ ડ્રાય વિકેટ જોવા મળી રહી છે. અહીં ઔસનુ પ્રમાણ પણ જોવા મળશે. બીજી ઈનીંગમાં પીટ સારી થઈ જશે. એટલે કે કમિન્સનુ માનવુ હતુ છે, કે બીજી ઈનીંગમા ઓસ્ટ્રેલિયા બેટિંગ કરશે ત્યારે પીચ ઠીક થઈ ગઈ હશે.

રોહિત શર્માએ શુ કહ્યુ?

ટોસ હારીને પણ રોહિત શર્માએ ખુશ થતા કહ્યુ હતુ કે, હું ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતો. પીચ સારી લાગી રહી છે અને સારો સ્કોર ખડકવાનુ ઈચ્છીશુ. આ ખૂબ જ શાનદાર થનારુ છે. અમે જ્યારે પણ અહીં રમ્યા છીએ અમને સારો સપોર્ટ મળ્યો છે. ક્રિકેટની મોટી ઈવેન્ટ છે અમારે શાંત બન્યા રહેવુ પડશે. અમે 10 મેચમાં જે કર્યુ છે એ જ અમે આજે પણ કરવા ઈચ્છીશું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">