રોહિત શર્માએ કહ્યુ, સૂર્યકુમારને ટીમ ઇન્ડિયામાં સ્થાન ના મળતા કંઇક આવુ કહ્યુ હતુ મને

|

Nov 22, 2020 | 7:13 AM

 ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવનાં સારા પ્રદર્શન બાદ પણ તેને  ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા નથી મળી રહી. મુંબઇ ઇન્ડિયન્સ માટે ઘણી સારી રમત રમી હતી. હવે રોહિત શર્માએ ખુલાસો કરતા કહ્યું કે ટીમમાં સમાવેશ નહી થયા પછી સૂર્યાએ એ આ અંગે શુ વાત કરી હતી. આઇપીએલ 2020 દરમ્યાન ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનુ એલાન થયુ હતુ. […]

રોહિત શર્માએ કહ્યુ, સૂર્યકુમારને ટીમ ઇન્ડિયામાં સ્થાન ના મળતા કંઇક આવુ કહ્યુ હતુ મને

Follow us on

 ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવનાં સારા પ્રદર્શન બાદ પણ તેને  ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા નથી મળી રહી. મુંબઇ ઇન્ડિયન્સ માટે ઘણી સારી રમત રમી હતી. હવે રોહિત શર્માએ ખુલાસો કરતા કહ્યું કે ટીમમાં સમાવેશ નહી થયા પછી સૂર્યાએ એ આ અંગે શુ વાત કરી હતી.

આઇપીએલ 2020 દરમ્યાન ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનુ એલાન થયુ હતુ. પરંત તેમાં પણ સૂર્યાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ નહોતુ. ટીમમાં સ્થાન નહી મળવા છતાં પણ આઇપીએલમાં પોતાના પ્રદર્શનને જારી રાખ્યુ હતુ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોહિત શર્માએ બતાવ્યુ હતુ કે, અમે ટીમ રુમમાં બેઠા હતા અને મને લાગી રહ્યુ હતુ કે તે નિરાશ છે. પરંતુ હું તેની પાસે જઇને વાત કરી શક્યો નહી. થોડાક સમય પછી તે સામે થી મારી પાસે આવ્યો હતો અને કહ્યુ હતુ કે ચિંતા ના કરો, હું નિરાશાને પાર પાડી લઇશ અને મુંબઇ ઇન્ડિયન્સને માટે મેચ જીતાડી દઇશ. જોકે ટીમ સિલેકશન બાદ સૌરવ ગાંગુલી, રવિ શાસ્ત્રી અને બીજા અન્ય અનેક દિગ્ગજોએ પણ કહ્યુ હતુ કે તેણે ધૈર્ય રાખવુ. 30 વર્ષીય સૂર્યકુમાર યાદવને ટીમમાં જગ્યા નહી મળવાને લઇને રોહિત શર્મા પણ કંઇક એવુજ અનુભવી રહ્યો હતો રહ્યો હતો.

મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ ના ફક્ત આઇપીએલમાં જ પરંતુ પોતાના કેરીયરમાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. મને એમ લાગે છે કે તેનો પણ સમય આવશે. આપને બતાવી દઇએ કે સૂર્યકુમાર યાદવએ મુંબઇ માટે રમેલી 16 મેચોમાં 480 રન બનાવ્યા છે. અને આ સિઝનમાં મુંબઇ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વાળા ખેલાડીઓમાં થી એક હતો.

તો વળી રોહિત શર્માએ પણ પોતાના માટે કહ્યુ હતુ કે, તે હાલમાં પોતાની ફીટનેશ પર કામ કરી રહ્યો છે. ફિટ થઇ ગયા બાદ ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે જશે. જ્યા બંને દેશ વચ્ચે 17 ડિસેમ્બર થી ટેસ્ટ સિરીઝ ની શરુઆત થનારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:12 am, Sun, 22 November 20

Next Article