AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT ગ્રેજ્યુએટ છે વિરાટ કોહલીની દીકરીને ધમકી આપનારો આરોપી, 24 લાખ રૂપિયા વાર્ષિક પગારદાર હતો

ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ ખેલાડીઓને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. ટ્રોલર્સે વિરાટ કોહલીની નવ મહિનાની દીકરીને પણ છોડી નહીં

IIT ગ્રેજ્યુએટ છે વિરાટ કોહલીની દીકરીને ધમકી આપનારો આરોપી,  24 લાખ રૂપિયા વાર્ષિક પગારદાર હતો
Virat Kohli, Anushka and Vamika
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 3:47 PM
Share

ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. જ્યાં ટીમ ઈન્ડિયા મેદાન પર પોતાની રમતથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી ત્યાં ખેલાડીઓને મેદાનની બહાર ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું. આ દરમિયાન હદ ત્યારે થઈ ગઈ જ્યારે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનથી નિરાશ થયેલા ચાહકોએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવ મહિનાની પુત્રીને બળાત્કારની ધમકી આપી.

ચાહકોના આ કૃત્યની દરેક જગ્યાએ નિંદા કરવામાં આવી હતી. આના પર કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે (Mumbai Police) ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, આવી ઘૃણાસ્પદ વાત લખનાર વ્યક્તિ આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ (IIT Graduate  ) છે.

વિરાટ કોહલીની પુત્રીને મળેલી ધમકીઓ બાદ દિલ્હી મહિલા આયોગે તેના પર કાર્યવાહી કરી હતી. દિલ્હી મહિલા આયોગે આ મામલે નોટિસ જાહેર કરીને પોલીસની પૂછપરછ કરી હતી અને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી માંગી હતી. તે જ સમયે, કોહલીના મેનેજરે પણ એફઆઈઆર નોંધાવી હતી. આ પછી, મુંબઈ પોલીસ (Mumbai Police)ના સાયબર સેલે ધમકી આપનાર વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું અને આખરે બુધવારે હૈદરાબાદથી તેની ધરપકડ કરી. હવે તે તેને મુંબઈ લાવવામાં આવ્યો છે.

આરોપી આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આરોપીની ઓળખ રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિની તરીકે થઈ છે, જેની ઉંમર 23 વર્ષ છે. રામનાગેશે બે વર્ષ પહેલા આઈઆઈટી હૈદરાબાદમાંથી સ્નાતક થયા હતા. આ પછી તેને એક ટોપ ફૂડ એપમાં નોકરી મળી જેમાં તેને વાર્ષિક 24 લાખનું પેકેજ આપવામાં આવ્યું. તેણે હાલમાં જ નોકરી છોડી દીધી હતી અને યુએસમાંથી માસ્ટર ડિગ્રીની તૈયારી કરી રહ્યો હતો. રામનાગેશના પિતા હજુ પણ સમજી શક્યા નથી કે, તેમના પુત્રની ધરપકડ કેમ કરવામાં આવી. તેઓ પોતાના પુત્ર સાથે હૈદરાબાદથી મુંબઈ પણ આવ્યા છે.

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી શકી નથી

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ખાસ પ્રદર્શન કરી શકી નથી. તેને પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેને ન્યૂઝીલેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેની સેમિફાઈનલમાં પહોંચવાની સફર લગભગ પૂરી થઈ ગઈ હતી. આ પછી ટીમે તેની ત્રણેય મેચ જીતી લીધી હતી પરંતુ તેમ છતાં સેમિફાઇનલમાં પહોંચી શકી નથી. આ વર્લ્ડ કપ ટી20 કેપ્ટન તરીકે વિરાટ કોહલીની છેલ્લી T20 ટૂર્નામેન્ટ હતી.

આ પણ વાંચો : Birthday Special: IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન Sanju Samsonનો આજે છે જન્મદિવસ, વર્ષ 2013થીઆઈપીએલમાં પ્રવેશ કર્યો

g clip-path="url(#clip0_868_265)">