BCCI: રાજીવ શુકલા ફરીથી બની શકે છે ઉપાધ્યક્ષ, અન્ય કોઇ એ ઉમેદવારી જ ના નોંધાવી

છ વર્ષ સુધી બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રહી ચુકેલા કોંગ્રેસી દિગ્ગજ નેતા રાજીવ શુકલા ફરી ઉપાધ્યક્ષ બનશે. શુકલા આઇપીએલ ચેરમેન પણ રહી ચુક્યા છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘના પૂર્વ સચિવ શુકલા બીસીસીઆઇ કાર્યલયમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ પદ માટે તેમના એક માત્ર ફોર્મ ભરવાને લઇને તેમનુ ઉપાઘ્યક્ષ તરીકે ચુંટાઇ આવવુ નક્કિ મનાય છે. 24 તારીખે અમદાવાદમાં […]

BCCI: રાજીવ શુકલા ફરીથી બની શકે છે ઉપાધ્યક્ષ, અન્ય કોઇ એ ઉમેદવારી જ ના નોંધાવી
Rajiv Shukla
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:49 PM

છ વર્ષ સુધી બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રહી ચુકેલા કોંગ્રેસી દિગ્ગજ નેતા રાજીવ શુકલા ફરી ઉપાધ્યક્ષ બનશે. શુકલા આઇપીએલ ચેરમેન પણ રહી ચુક્યા છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘના પૂર્વ સચિવ શુકલા બીસીસીઆઇ કાર્યલયમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ પદ માટે તેમના એક માત્ર ફોર્મ ભરવાને લઇને તેમનુ ઉપાઘ્યક્ષ તરીકે ચુંટાઇ આવવુ નક્કિ મનાય છે. 24 તારીખે અમદાવાદમાં મળનારી બીસીસીઆઇની વાર્ષિક સાધારણ સભામાં જેની અધિકારીક ઘોષણાં થશે.

ઉત્તરાખંડ ક્રિકેટ સંઘના સચિવ માહિમ વર્માના રાજીનામા બાદ થી આ પદ ખાલી હતુ. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલ ના સભ્યપદ માટે બ્રિજેશ પટેલ અને મજમૂદારે ફોર્મ ભર્યુ હતુ. આમ તેમાં પણ બે સ્થાનો માટે બે જ ફોર્મ ભરાતા બંને પદ માટે નક્કિ મનાય છે. બંને વર્તમાન આઇપીએલ ગવર્નીંગ કાઉન્સીલના સભ્ય છે. આઇપીએલના ગવર્નીંગ કાઉન્સીલના ચેરમેન તરીકે બ્રીજેશ પટેલ યથાવત રહેશે એમ પણ મનાઇ રહ્યુ છે. લોઢા સમિતિની ભલામણો મુજબ સુપ્રિમના આદેશાનુસાર એક સદસ્ય બે પદ પર રહી શકે નહી. માહિમ એ ઉત્તરાખંડ ક્રિકેટ સંઘના સચિવ બનવા માટે બીસીસીઆઇ ઉપાધ્યક્ષ પદ છોડી દીધુ હતુ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

શુકલા ઉત્તરુપ્રદેશ નુ પ્રતિનિધીત્વ કરે છે. તેમના ઉપાધ્યક્ષ બનવાને લઇને ઉત્તરપ્રદેશ ક્રિકેટની ગતિવીધીઓ વધી જશે. સાથે જ બીસીસીઆઇને પણ તેમના અનુભવનો ફાયદો મળશે. રાજીવ શુકલા પાછલા વર્ષે જ ઉપાધ્યક્ષ બની જતા, પરંતુ ચુંટણી અધિકારીએ તેમની ઉમેદવારીનો ટેકનીકલ પેચ ફસાવ્યો હતો. જેના બાદ રાજીવ શુકલાના કહેવાનુસાર જ માહિમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">