Rafael Nadal : ટેનિસ સ્ટાર રાફેલ નડાલ કોરોના પોઝિટિવ,ટ્વિટ કરી જાણકારી આપી

|

Dec 20, 2021 | 5:24 PM

દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સ્પેન પહોંચ્યા બાદ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

Rafael Nadal  : ટેનિસ સ્ટાર રાફેલ નડાલ કોરોના પોઝિટિવ,ટ્વિટ કરી જાણકારી આપી
Rafael Nadal (FILE PHOTO )

Follow us on

Rafael Nadal :  દિગ્ગજ ટેનિસ ખેલાડી (Tennis player)રાફેલ નડાલ કોરોના વાયરસ (Corona virus)થી સંક્રમિત થયા છે. સ્પેન પહોંચ્યા બાદ તે કોરોના પોઝિટિવ (Corona positive)હોવાનું જાણવા મળ્યું હતું. નડાલે સોમવારે આ માહિતી આપી હતી. નડાલે નિવેદનમાં કહ્યું કે હું જણાવવા માંગુ છું કે અબુ ધાબી ટૂર્નામેન્ટ (Abu Dhabi Tournament)રમીને ઘરે પરત ફરતી વખતે હું કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સ્પેન પહોંચીને, મારો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

નડાલે (Rafael Nadal)એક નિવેદનમાં કહ્યું,અબુ ધાબી ટૂર્નામેન્ટ (Abu Dhabi Tournament) રમીને ઘરે પરત ફરતી વખતે મેં ટેસ્ટ કરાવ્યો અને મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

રાફેલ નડાલે તેના પ્રશંસકોને કહ્યું કે, તે પરિસ્થિતિના પરિણામ સ્વરૂપે તેની તબિયતના આધારે આગામી દિવસોમાં ટુર્નામેન્ટ અને શેડ્યૂલ નક્કી કરશે. મારી ભવિષ્યની ટુર્નામેન્ટને લગતા કોઈપણ નિર્ણયો અંગે હું તમને જાણ કરીશ.

તમને જણાવી દઈએ કે નડાલ હાલમાં જ ઈજાગ્રસ્ત થયા બાદ ટેનિસ કોર્ટ પર પરત ફર્યો હતો. અબુ ધાબી (Abu Dhabi )માં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની એક્ઝિબિશન મેચમાં તેને ભૂતપૂર્વ નંબર 1 ખેલાડી એન્ડી મરે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એન્ડીએ તેને 6-3, 7-5થી હરાવ્યો હતો.

નડાલ (Rafael Nadal)છેલ્લા 4 મહિનામાં તેની પ્રથમ મેચ રમ્યો હતો. તે એન્ડી મરે સામેની મેચ સતત સેટમાં હારી ગયો હતો. પગમાં ઈજાના કારણે તે ટેનિસ કોર્ટથી દૂર હતો. તે ઓગસ્ટ બાદથી કોઈ મેચ રમ્યો નથી. ત્યારબાદ તે વોશિંગ્ટનમાં લોઈડ હેરિસ (Lyod Harris)   સામે હારી ગયો. તે વિમ્બલ્ડન(Wimbledon), ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) અને યુએસ ઓપન(US Open) માં પણ રમ્યો ન હતો.

આ પણ વાંચો : Funny Video : ભારે કરી ! લગ્નના દિવસે જ દુલ્હને લગ્ન કરવાનો કર્યો ઈનકાર, કારણ જાણીને તમને પણ હસવુ આવશે

Published On - 4:49 pm, Mon, 20 December 21

Next Article