બેગ્લોર માટે આઠ વર્ષથી ટ્રોફિ નહી જીતી શકનાર વિરાટ કોહલી સામે સવાલ, આકાશ ચોપરાએ કોહલીના ટિકાકારોને પુછ્યા વેધક સવાલ

|

Nov 17, 2020 | 12:21 PM

ભારતીય પ્રીમિયર લીગની 13 મી સિઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી. અંતિમ ચારમાં પહોંચેલી બેંગ્લોરને એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારીને ટુર્નામેન્ટ થી બહાર થવુ પડ્યુ હતુ. આ હાર પછી આલોચકોએ પણ વિરાટની કેપ્ટનશીપ પર નિશાન સાધ્યા હતા. પુર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ આલોચકોને સવાલ પુછ્યા છે. આરસીબીની ટીમ […]

બેગ્લોર માટે આઠ વર્ષથી ટ્રોફિ નહી જીતી શકનાર વિરાટ કોહલી સામે સવાલ, આકાશ ચોપરાએ કોહલીના ટિકાકારોને પુછ્યા વેધક સવાલ

Follow us on

ભારતીય પ્રીમિયર લીગની 13 મી સિઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી. અંતિમ ચારમાં પહોંચેલી બેંગ્લોરને એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારીને ટુર્નામેન્ટ થી બહાર થવુ પડ્યુ હતુ. આ હાર પછી આલોચકોએ પણ વિરાટની કેપ્ટનશીપ પર નિશાન સાધ્યા હતા. પુર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ આલોચકોને સવાલ પુછ્યા છે.

આરસીબીની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી, આમ તો કંઇ ખાસ પ્રકારનો દેખાવ પ્લેઓફને લઇને કર્યો નહોતો પરંતુ આમ છતાં પણ તે નસીબે અંતિમ ચારમાં પહોંચી શકી હતી.  ભલે ને તે હૈદરાબાદ સામે હારી ગઇ હોય, પરંતુ કુલ મળાવીને તેનુ પ્રદર્શન ઠીક ઠાક રહ્યુ હતુ. એક સવાલ એ છે પણ છે કે, પાછળના આઠ વર્ષથી કોહલી આરસીબીના કેપ્ટન છે અને છતાં પણ તેમની ટીમ ખિતાબ મેળવી શકી નથી. આવામાં તેને હટાવવા સાથે ભારતીય ક્રિકેટ ટીમના ટી20 કેપ્ટન પર થી પણ દુર કરવો જોઇએ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આકાશ ચોપડાએ સવાલો કરતા કહ્યુ હતુ કે,  મારો દરેક આલોચકો થી એક નાનકડો પ્રશ્ન છે, હું વિરાટ કોહલીની કેપ્ટનશીપનો ફેન નથી, પરંતુ હું ખુબ જ નિષ્પક્ષતાથી પોતાના વિચારને રજુ કરી રહ્યો છુ. જો તમે કોહલી ના સિવાય કોઇ અન્ય ખેલાડીને ટીમનો કેપ્ટન બનાવી દેતા તો ફાઇનલ જીતી લેતા, શુ તે ટીમ આગળ પહોંચી શકી હોત.. જો આ ટીમ એટલી જ સારી રહી હતી અને કેપ્ટનના કારણે પાછળ જઇ રહી છે તો બિલકુલ હટાવી દો.

કેપ્ટન તરીકે કોહલીને હટાવી દેવામાં કોઇ જ મુશ્કેલી નથી, પરંતુ જો તમે તેને હટાવવાની વાત કરો છો તે એ પણ જરુર દર્શાવો કે આ અમારો કેપ્ટન હશે. આ કેપ્ટન પદનો ઉમેદવાર છે અને આજ ટીમ કોઇ અન્યને આપવા થી તે જીતી જશે. હું માનુ છુ કે કેપ્ટન સારો હોવા થી ઘણો બધો ફર્ક પડે છે, પરંતુ ટીમ ખરાબ કરે છે તો તેના કારણે જ કરી રહી છે તે કહેવુ એકદમ અયોગ્ય છે. જો આમ જ કરી રહ્યા છો તો એ પણ કહી દો કે તેના કારણે જ ટીમ ચાર નંબરમાં પહોંચી શકી છે. પરંતુ એ પણ કહેવુ ખોટુ હશે, કારણ કે એવુ તો નથી કે કોહલીને કારણેે જ ટીમ ચાર નંબર પર પહોંચી હતી અને કોહલી ના હોત તો નિચે જ રહી જાત.

મારુ માનવુ છે કે કોહલીની કેપ્ટનશીપ દરમ્યાન ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી છે, પરંતુ તે એટલો પણ ખરાબ કેપ્ટન નથી, જેટલો લોકો તેને બતાવી રહ્યા છે. કારણ કે જો તે એટલો જ અયોગ્ય કેપ્ટન હોત તો તે ભારતીય ટીમની કેપ્ટનશીપ નિભાવી ના રહ્યો હોત.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article