Asian Badminton Championship: પીવી સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, સાઈના બહાર

|

Apr 28, 2022 | 4:58 PM

સાત્વિક (Satwiksairaj Rankireddy) અને ચિરાગની ત્રીજી ક્રમાંકિત ભારતીય પુરુષ ડબલ્સ જોડીએ અકીરા કોગા અને તાઈચી સૈટોની જાપાની જોડીને સીધી ગેમમાં 21-17, 21-15થી હાર આપી છે.

Asian Badminton Championship: પીવી સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, સાઈના બહાર
Asian Badminton Championship:પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
Image Credit source: File Pic

Follow us on

Asian Badminton Championship: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu)એ ગુરુવારે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપ (Asian Badminton Championship)ની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સિંગાપોરની યુઈ યાન જેસ્લિન હુઈને સીધી ગેમમાં હરાવી. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી (Satwiksairaj Rankireddy) અને ચિરાગ શેટ્ટીની ત્રીજી ક્રમાંકિત ભારતીય પુરુષ ડબલ્સ જોડીએ પણ બીજા રાઉન્ડમાં જીત મેળવીને અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી, પરંતુ લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈના નેહવાલ (Saina Nehwal) ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

ગિમચેઓનમાં 2014 એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ચોથી ક્રમાંકિત સિંધુએ વિશ્વની 100 નંબરની જેસ્લિન હુઈને 42 મિનિટમાં 21-16, 21-16થી હરાવી હતી. આગામી રાઉન્ડમાં સિંધુનો મુકાબલો ત્રીજી ક્રમાંકિત ચીનની હેઈ બિંગ ઝિયાઓ સામે થશે, જેને તેણે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટે હરાવી હતી.

Bing Xiao સિંધુની સામે હશે

સિંધુએ Bing Xiao સામે સાત મેચ જીતી છે, પરંતુ નવમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે છેલ્લી બંને મેચમાં ભારતીય ખેલાડીએ જીત મેળવી છે. સાત્વિક અને ચિરાગની ત્રીજી ક્રમાંકિત ભારતીય પુરુષ ડબલ્સ જોડીએ અકીરા કોગા અને તાઈચી સૈટોની જાપાની જોડીને સીધી ગેમમાં 21-17, 21-15થી હરાવ્યા. વિશ્વમાં નંબર 7 ભારતીય જોડીનો આગળ મુકાબલો એરોન ચિયા અને સોહ વુઈ યીકની પાંચમી ક્રમાંકિત મલેશિયાની જોડી અને ડેની બાવા ક્રિશ્નાન્તા અને જુન લિયાંગ એન્ડી ક્વેકની સિંગાપોરની જોડીના વિજેતા સાથે થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાયનાનું સપનું ચકનાચૂર થયું

ટૂર્નામેન્ટમાં ચોથો મેડલ જીતવાનું સાઈનાનું સપનું ત્યારે ચકનાચૂર થઈ ગયું, જ્યારે તે ચીનની 22 વર્ષની વિશ્વની 16 ક્રમાંકિત વાંગ ઝી યી સામે 21-12 7-21 13-21થી હારી ગઈ. સાઈના ઈજામાંથી પુનરાગમન કરી રહી હતી અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઉબેર કપની ટ્રાયલ્સમાં ભાગ લીધો ન હતો.

સિંધુને જેસલીન સામે ટક્કર મળી

રેન્કિંગમાં મોટો તફાવત હોવા છતાં સિંધુને જેસલીન હુઈએ સખત ટક્કર આપી હતી. સિંધુ પ્રથમ ગેમમાં એક સમયે 7-9થી પાછળ હતી, પરંતુ બ્રેક સુધીમાં તેણે સ્કોર ઘટાડી 10-11 કરી દીધો હતો. જોકે સિંધુએ સ્કોર 16-16ની બરાબરી પર પાછો ફર્યો અને પછી પ્રથમ ગેમ જીતી લીધી. બીજી ગેમમાં સિંધુએ 12-8ની સરસાઈ મેળવી હતી, પરંતુ સિંગાપોરની ખેલાડીએ વાપસી કરીને સ્કોર 15-16 કરી દીધો હતો. જોકે, આ પછી સિંધુએ જોરદાર રમત બતાવી અને ગેમ અને મેચ જીતી લીધી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો :

Maharashtra : નવા પોલીસ કમિશનરે ભજન પરનો પ્રતિબંધ રદ કર્યો, શું અટકશે લાઉડ સ્પીકર વિવાદ ?

Next Article