PSL 2021: કોરોનાને લઇને PSL પોસ્ટપોન કરી દેવાતા જ મચી બબાલ, બાયોબબલમાં કોરોનાને લઇ ટીમોએ PCBને ઘેરી લીધુ

|

Mar 05, 2021 | 7:43 AM

કોરોનાનુ પ્રમાણ વધવાને લઇને પાકિસ્તાન સુપર લીગ (PSL 2021) ને મોકુફ કરી દેવામાં આવી છે. 4 માર્ચ થી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં કોરોના વાયરસના સાત કેસ સામે આવ્યા છે. ટુર્નામેન્ટ મોકુફ કરવાને લઇને હવે એકબીજા પર દોષારોપણ કરવાનો સીલસીલો શરુ થઇ ગયો છે.

PSL 2021: કોરોનાને લઇને PSL પોસ્ટપોન કરી દેવાતા જ મચી બબાલ, બાયોબબલમાં કોરોનાને લઇ ટીમોએ PCBને ઘેરી લીધુ
PSL 2021 Trophy

Follow us on

કોરોનાનુ પ્રમાણ વધવાને લઇને પાકિસ્તાન સુપર લીગ (PSL 2021) ને મોકુફ કરી દેવામાં આવી છે. 4 માર્ચ થી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં કોરોના વાયરસના સાત કેસ સામે આવ્યા છે. ટુર્નામેન્ટ મોકુફ કરવાને લઇને હવે એકબીજા પર દોષારોપણ કરવાનો સીલસીલો શરુ થઇ ગયો છે. સાથે જ ગરબડીઓ અને ઢીલાશને લઇને પણ જાણકારી મેળવવા માટે પણ તપાસ કરવામાં આવશે. તપાસ જો કે ક્યારે શરુ કરવામા આવશે કે હજુ સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના CEO વાસીમ ખાન (Wasim Khan) એ ટુર્નામેન્ટને મોકુફ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે, હાલમાં સમય એક બીજા પર દોષ દેવાનો નથી. ટુર્નામેન્ટ કરવાની જવાબદારી બધાની હતી. બધાએ પોતાનુ ધ્યાન રાખવાનુ હતુ. તેમજ તેમણે સાથે જ કહ્યુ હતુ કે ખેલાડીઓએ પણ બાયો બબલની જવાબદારી સમજવી જોઇતી હતી.

તો ટુર્નામેન્ટની બે ટીમોએ હોટલ અને બાકી વ્યવસ્થાઓને લઇને સવાલ ઉઠાવ્યા છે. લાહોર કલંગદર્સ ટીમ ના એક સુત્રના હવાલા થી ઇએસપીએનક્રિકઇંફોએ લખ્યુ હતુ કે, હોટલમાં બબલ દરમ્યાન નિયમ તુટતા જોવા મળ્યા હતા. જે હોટલમાં ટીમ રોકાઇ હતી. તેમાં લગ્ન સમારંભ પણ યોજાઇ રહ્યા હતા. જોકે લગ્ન પ્રસંગોનુ આયોજન બબલ થી દુર યોજવામાં આવતા હતા. પરંતુ ટુર્નામેન્ટ દરમ્યાન જ યોજાઇ રહ્યા હતા. તો જીયો ટીવીએ લખ્યુ હતુ કે ટુર્નામેન્ટને મોકુફ કરવાની બેઠક દરમ્યાન ટીમ માલિકો અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે ખૂબ જ ઉગ્ર વાતો થઇ હતી. આ દરમ્યાન ટીમ માલિકોને પુછ્યુ કે બાયો સિક્યોર બબલ દરમ્યાન કોરોનાના કેસ નોંધાયા હતા.

રિપોર્ટમાં કહેવાયુ છે કે ટુર્નામેન્ટના અધવચ્ચે જ બે ટીમોની હોટલોને પણ બદલવામાં આવી હતી. સાથે જ ટીમ માલિકોએ આ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે જે હોટલોમાં બાયો સિક્યોર બબલ હતુ, તેમાં અન્ય કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના સીઇઓ વાસિમ ખાન એ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, કોઇને દોષ દેવાનો સમય નથી. આ સામુહિક કોશિષ હતી કે, સૌએ માહોલને લઇને પોતાના થી ધ્યાન રાખવાની જવાબદારી નિભાવવાની જરુર હતી. બદકિસ્મતી થી આવુ થયુ નહી. જેના કારણે આપણે હાલમાં આ હાલતમાં છીએ. આજે સવારે ટીમ માલિકો સાથે બેઠક યોજાઇ હતી, આ દરમ્યાન એ નિષ્કર્ષ નિકળ્યો કે ટુર્નામેન્ટને પોષ્ટપોન કરી દેવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વાસિમ ખાને સાથે જ કહ્યુ હતુ કે, બેઠક દરમ્યાન એ પણ ચર્ચા થઇ હતી કે, ટુર્નામેન્ટને પાંચ દિવસ માટે રોકી દેવામાં આવે. આ દરમ્યાન જોવામાં આવે કે શુ થઇ રહ્યુ છે. શુ આગળ મેચ રમાઇ શકે છે કે નહી. પરંતુ એની પર વાત નહોતી બની શકી. બધાનુ માનવુ હતુ કે આમ કરી શકાય નહી. ટુર્નામેન્ટ પોસ્ટપોન થવા બાદ ઇસ્લામબાદ યુનાઇટેડ ના ઝડપી બોલર હસન અલીએ નિરાશા જાહેર કરી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યુ કે પીએસએલ ને કોઇની નજર લાગી ગઇ.

 

Next Article