Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.વૈભવ સૂર્યવંશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા
| Updated on: May 30, 2025 | 2:30 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સિવાય તેમના માતા-પિતા સાથે પણ મુલાકાત કરી હતી. વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમનો ભાગ છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત દરમિયાન વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ સ્કિલ વિશે પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, તે આખા દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.

વડાપ્રધાને વૈભવ સૂર્યવંશીને શુભકામના આપી

વૈભવ સૂર્યવંશી હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જવાનો છે. તે ભારતની અંડર-19 ટીમ સાથે ઈંગ્લેન્ડ જવાનો છે. અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 24 જૂનથી શરુ થશે.વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈગ્લેન્ડ પ્રવાસ માટે સૂર્યવંશીને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું મારી શુભકામના વૈભવ સૂર્યવંશીની સાથે છે.

સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી

વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન તરીકે, તેણે જાન્યુઆરી 2024 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો

IPL 2025માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. આ સિઝનમાં તેણે કુલ 7 મેચ રમી, જેમાં તેણે 36ની સરેરાશથી 252 રન બનાવ્યા છે.રાજસ્થાન રોયલ્સે IPL 2025 માટે વૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. તેણે ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તેના પિતા દ્વારા કોચિંગ મેળવ્યું હતું અને નવ વર્ષની ઉંમરે સમસ્તીપુરમાં ક્રિકેટ એકેડમીમાં જોડાયા હતા.

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો,વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Published On - 2:12 pm, Fri, 30 May 25