AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Youth Archery Championship: તીરંદાજો 9 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા, PM મોદીએ વખાણ કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય તીરંદાજોને યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 15 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેમાં 9 ગોલ્ડ સહિત કુલ 15 મેડલ જીત્યા છે.

World Youth Archery Championship: તીરંદાજો 9 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા, PM મોદીએ વખાણ કર્યા
World Youth Archery Championship
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 12:53 PM
Share

World Youth Archery Championship : પોલેન્ડના રોક્લો (Wrocław)માં યોજાયેલી યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)માં ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ 15 મેડલ જીત્યા, જેમાં 8 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ભારતીય ટીમને આ શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાને ફોટો શેર કરતાં લખ્યું કે, ભારતીય ટુકડીએ રોક્લો (Wrocław)માં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપ (World Archery Youth Championship)માં 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીતીને અમને ગૌરવ અપાવ્યું છે.

ટીમને અભિનંદન આપતા તેમણે લખ્યું – અમારી ટીમને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. આ સફળતા વધુને વધુ યુવાનોને તીરંદાજી (Archery)માં ઉત્કૃષ્ટ થવા પ્રેરિત કરે.

આપને જણાવી દઈએ કે રવિવારે ટીમે અંડર -18 રિકર્વ કેટેગરીમાં બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. પુરુષોની ટીમે ફ્રાન્સને 5-3થી હરાવ્યું જ્યારે મિક્સ ડબલ્સ (Mix doubles)ટીમે જાપાન સામે 6-2થી જીત મેળવી હતી.

ભારતે મહિલા ટીમ (India women’s team)વ્યક્તિગત અને પુરુષોની વ્યક્તિગત શ્રેણીમાં પણ ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે રિકર્વ અને કમ્પાઉન્ડ કેટેગરીમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને ટુર્નામેન્ટમાં ભારતનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.

મહિલા ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

10 ઓગસ્ટના રોજ, ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજી છોકરીઓ અને મિશ્ર ટીમે ચાલુ વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન તબક્કા દરમિયાન બે જુનિયર (અંડર -18) વર્લ્ડ રેકોર્ડ તોડ્યા હતા. પ્રિયા ગુર્જર, જેમણે વ્યક્તિગત મતદાન માટે 696, પ્રનીત કૌર અને રિધુ સેન્થિલકુમારે 2067/2160 પોઈન્ટ સાથે મળીને મહિલા ટીમનો વર્લ્ડ રેકોર્ડ 22 પોઈન્ટ તોડ્યો. જૂનો રેકોર્ડ યુએસએ દ્વારા 2045/2160 પોઈન્ટ પર હતો.

આ પણ વાંચો : virat kohli જે ખેલાડીને ટીમમાંથી દુર કર્યો, તે ખેલાડીએ 20 બોલમાં 11 છગ્ગા, 9 ચોગ્ગાની મદદથી102 રન ફટકાર્યા

આ પણ વાંચો : women cricket : 8 ખેલાડીઓએ ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું, ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવી ઐતિહાસિક ટેસ્ટ જીતી

g clip-path="url(#clip0_868_265)">