ભારતમાં પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચોના ભાવી પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે, BCCI સમક્ષ અનુરોધ

|

Feb 27, 2021 | 5:53 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ સમાપ્ત થઈ જવા બાદ અમદાવાદની મોટેરા પીચ (Motera Pitch)ને લઈને ચર્ચાઓ છેડાઈ રહી છે.

ભારતમાં પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચોના ભાવી પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે, BCCI સમક્ષ અનુરોધ

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ સમાપ્ત થઈ જવા બાદ અમદાવાદની મોટેરા પીચ (Motera Pitch)ને લઈને ચર્ચાઓ છેડાઈ રહી છે. પીચને લઈને ઈંગ્લેન્ડના અનેક પૂર્વ ક્રિકેટર અને બ્રિટીશ મીડિયામાં ટીકા કરાઈ ચુકી છે. જે ઈંગ્લીશ ક્રિકેટરોએ તેની આલોચના કરી હતી, જેમાં એલિસ્ટર કુક, કેવિન પિટરસન અને માઈકલ વોનનું નામ સામેલ છે. તેનાથી ઉલ્ટુ ઈંગ્લેન્ડના જોફ્રી બોયકોટ અને ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર પીચનો બચાવ કરતા નજરે ચઢ્યા હતા. આ પુરા વિવાદ બાદ એવી આશા છે કે, ભારતમાં હવે આગળથી પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ (Pink Ball Day Night Test) મેચનું આયોજન નહીં થઈ શકે. કારણ કે ભારતીય ક્રિકેટરોએ BCCIને અનુરોધ કર્યો છે કે, ભવિષ્યમાં ભારતમાં પિંક બોલથી ટેસ્ટ મેચ ના થાય.

 

ઈન્ડીયન એક્સપ્રેસના એક રિપોર્ટના મુજબ BCCIના પદાધીકારીએ કહ્યુ કે, હા અમને આવો અનુરોધ મળ્યો છે. હવે અમે ભવિષ્યમાં જ્યારે પણ બેઠક યોજીશું તો આ અંગે વિચારીશુ. તેમણે કહ્યુ હતુ કે, પિંક બોલની સૌથી મોટી સમસ્યા એ છે કે તે લાલ બોલના મુકાબલે વધારે ઝડપથી સ્કિડ કરે છે. સતત લાલ બોલથી રમવાના કારણે મોટેભાગે બેટ્સમેનોને લાગે છે કે, પિંક બોલ એટલી જ સ્પિડથી બેટ પર આવશે, પરંતુ એવુ નથી થતુ.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

પિંક બોલમાં ભારતના રેકોર્ડને જોઈએ તો અત્યાર સુધીમાં ટીમ ઈન્ડીયાએ પોતાના ઘરેલુ મેદાન પર બે ડે નાઈટ ટેસ્ટ મેચ રમી છે. જેમાં બંનેમાં ભારતે જીત હાંસલ કરી છે. ટીમે પહેલી મેચ બાંગ્લાદેશની સામે રમી હતી. જેનુ પરિણામ ત્રીજા દિવસની પ્રથમ સેશનમાં જ આવી ગયુ હતુ. ભારતે આ ઉપરાંત એક ડે નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલીયામાં પણ રમી હતી. જ્યાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયાએ ત્રણ દિવસની અંદર જ હરાવી દીધુ હતુ. આ દરમ્યાન ભારતીય ટીમ પોતાની બીજી ઈનીંગમાં માત્ર 36 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં તેનો સૌથી નીચો સ્કોર છે.

 

આ પણ વાંચો: ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, સ્થિતિ પૂર્વવર્ત થતાં વાહન વ્યવહાર શરૂ કરાશે

Next Article