AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistani fan : પાકિસ્તાનની હારથી તૂટી ગયું ‘ ફેન’નું દિલ, મેદાન છોડવા તૈયાર નહતો, સીડી પર બેસીને શોક વ્યક્ત કર્યો

પાકિસ્તાનની હારથી ચાહકો ખૂબ જ નિરાશ છે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Pakistani fan : પાકિસ્તાનની હારથી તૂટી ગયું ' ફેન'નું દિલ, મેદાન છોડવા તૈયાર નહતો, સીડી પર બેસીને શોક વ્યક્ત કર્યો
pakistani fan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 12:33 PM
Share

Pakistani fan : પાકિસ્તાનના ચાહકો આશા રાખતા હતા કે, તેમની ટીમ આ વખતે T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ચેમ્પિયન બનશે. સુપર 12માં ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, પાકિસ્તાન માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું મુશ્કેલ નહીં હોય. જોકે ઓસ્ટ્રેલિયા (Australia)એ પાકિસ્તાનની જીત છીનવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

આ હારથી પાકિસ્તાનના ચાહકોનું દિલ તૂટી ગયું છે. પાકિસ્તાનની ટીમ એકપણ મેચ હાર્યા વિના સેમીફાઈનલ (Semifinals)માં પહોંચી હતી, પરંતુ એક જ હારે તેના તમામ સપનાઓ તૂટી ગયા હતા.

View this post on Instagram

A post shared by Momin Saqib (@mominsaqib)

પાકિસ્તાનની હારથી તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. આ દરમિયાન એક એવા પ્રશંસકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે પોતાની ટીમની હાર બાદ મેદાન છોડ્યું ન હતું, આ ચાહક બીજું કોઈ નહીં પણ તે જ વાયરલ મોમિન સાકિબ (Momin Saqib)છે જેનો વીડિયો 2019 વર્લ્ડ કપ દરમિયાન જ્યારે પાકિસ્તાન ભારત સામે હાર્યું ત્યારે વાયરલ થયો હતો.

સાકિબનો વીડિયો ફરી વાયરલ થયો છે

હાલ સાકિબનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સેમી ફાઈનલ મેચના દિવસનો છે. મેચ પુરી થયા બાદ તે ખાલી સ્ટેડિયમમાં બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા. વીડિયોમાં તે કહે છે કે હું ઘરે જવા માટે તૈયાર નથી. એક વ્યક્તિ તેમને ખેંચીને બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ સાકિબ જવા તૈયાર નહોતો. તે સ્ટેડિયમના પગથિયાં પર બેઠો હતો.

View this post on Instagram

A post shared by Momin Saqib (@mominsaqib)

શાકિબે પાકિસ્તાની ચાહકોને આપી સલાહ

મોમિન શાકિબે એક અન્ય વીડિયો શેર કર્યો જેમાં તેણે પાકિસ્તાની બોલર હસન અલીને ટ્રોલ કરનારાઓને જવાબ પણ આપ્યો. શાકિબે આ વીડિયોમાં કહ્યું હતું કે, ‘દરેકને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ એક વર્તુળમાં રહીને. આપણે કોઈ ખેલાડીના પરિવાર કે તેના પર વ્યક્તિગત હુમલો ન કરવો જોઈએ.

‘ પાકિસ્તાનનો રહેવાસી મોમિન શાકિબ ગયા વર્લ્ડ કપથી ચર્ચામાં આવ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું ત્યારે મોમિને પાકિસ્તાની ખેલાડીઓની ઉગ્રતાથી વર્ગીકરણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓ મેચ પહેલા બર્ગર પીઝા ખાતા હતા અને મેચમાં તેમના સંજોગો અને લાગણીઓ બદલાઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

આ પણ વાંચો : T20 World Cup: સેમી ફાઈનલ પહેલા બીમાર રિઝવાનની ભારતીય ડોક્ટરે સારવાર કરી ઉભો કર્યો, પાકિસ્તાની ક્રિકેટર ડોક્ટરને સતત કહી રહ્યો હતો આ વાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">