T20 World Cup બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર Usman Shinwari એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

|

Nov 16, 2021 | 5:04 PM

T20 World Cup : પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket Team) તેના શાનદાર પ્રદર્શન છતાં ICC T20 વર્લ્ડ કપ 2021(ICC T20 World Cup 2021) નું ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી. સેમીફાઈનલમાં હાર બાદ પાકિસ્તાની ટીમ સીધી બાંગ્લાદેશ (Bangladesh) ગઈ, જ્યાં તેને યજમાન ટીમ સાથે ટી20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સીરીઝ પહેલા જ પાકિસ્તાની ટીમમાંથી નિવૃત્તિના સમાચાર […]

T20 World Cup બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર Usman Shinwari એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
Pakistan player

Follow us on

T20 World Cup : પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket Team) તેના શાનદાર પ્રદર્શન છતાં ICC T20 વર્લ્ડ કપ 2021(ICC T20 World Cup 2021) નું ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી. સેમીફાઈનલમાં હાર બાદ પાકિસ્તાની ટીમ સીધી બાંગ્લાદેશ (Bangladesh) ગઈ, જ્યાં તેને યજમાન ટીમ સાથે ટી20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે.

આ સીરીઝ પહેલા જ પાકિસ્તાની ટીમમાંથી નિવૃત્તિના સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉસ્માન શિનવારીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિનવારી (Usman Shinwari) હવે માત્ર વનડે અને ટી-20માં પોતાની કારકિર્દી લંબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સતત ઈજાના કારણે પરેશાન રહેનાર ઉસ્માન શિનવારી(Usman Shinwari) એ મંગળવારે 16 નવેમ્બરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. 27 વર્ષીય ફાસ્ટ બોલર શિનવારીએ પાકિસ્તાન માટે માત્ર 1 ટેસ્ટ રમી હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

ડાબોડી ફાસ્ટ બોલર શિનવારી(Usman Shinwari)એ મંગળવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાના ટ્વિટમાં શિનવારીએ કહ્યું કે તે પોતાની ટેસ્ટ કારકિર્દી છોડવા તૈયાર છે. શિનવારીએ લખ્યું, “હું પીઠની ઈજામાંથી પાછો ફર્યો છું અને હવે સંપૂર્ણ રીતે ફિટ છું, પરંતુ મારા ડૉક્ટર અને ફિઝિયોની સલાહ પર, ભવિષ્યમાં આવી ઈજાથી બચવા અને મારી ક્રિકેટ કારકિર્દીને લંબાવવા માટે મારે લાંબા ફોર્મેટને છોડી દેવું પડશે. હું લાલ બોલની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.”

શિનવારીએ 2013માં જ પહેલીવાર પાકિસ્તાની ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું હતું. ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ T20 કપમાં, શિનવારીએ પાકિસ્તાની કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકની આગેવાની હેઠળની SNGPL ટીમના બેટ્સમેનો પર તબાહી મચાવી હતી અને 3.1 ઓવરમાં માત્ર 9 રન અને 5 વિકેટ લીધી હતી. આ પછી જ તેને ટી20 ડેબ્યૂની જવાબદારી સોંપવામાં આવી હતી.

શિનવારીની કારકિર્દી આવી હતી

શિનવારીએ ડિસેમ્બર 2019માં રાવલપિંડીમાં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેનું ડેબ્યૂ બહુ સફળ રહ્યું ન હતું અને તે 15 ઓવરની બોલિંગમાં માત્ર 1 વિકેટ જ લઈ શક્યો હતો. શિનવારીએ 2013માં 19 વર્ષની ઉંમરે પાકિસ્તાન માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે 16 T20 મેચમાં 13 વિકેટ ઝડપી છે. જો કે, 2017માં તેની ODI ડેબ્યૂ બાદથી આ ફોર્મેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે માત્ર 17 વનડેમાં 34 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે 45 મેચ, T20 World Cup 2022 નું શેડ્યૂલ જાહેર, જાણો કયા દિવસે થશે ફાઈનલ?

Next Article