ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે 45 મેચ, T20 World Cup 2022 નું શેડ્યૂલ જાહેર, જાણો કયા દિવસે થશે ફાઈનલ?

T20 વર્લ્ડ કપ 2021નું માર્કેટ હજુ ઠંડું નથી થયું કે, ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે.

ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે 45 મેચ, T20 World Cup 2022 નું શેડ્યૂલ જાહેર, જાણો કયા દિવસે થશે ફાઈનલ?
icc mens t20 world cup 2022

T20 World Cup 2022 : ICC એ 2022 T20 વર્લ્ડ કપના સ્થળની સાથે ફાઈનલ અને સેમીફાઈનલની તારીખો પણ જાહેર કરી છે. 2022માં ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત થનારી ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે.

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022 (T20 world cup 2022)નું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે. આ શેડ્યૂલ (Schedule) હેઠળ, તમને તે વર્લ્ડ કપમાં રમાયેલી મેચોની સંખ્યા, સ્ટેડિયમ (Stadium)ની સંખ્યા, તેમજ ફાઇનલ અને સેમિફાઇનલ વિશેની તમામ માહિતી જણાવીશું.

T20 વર્લ્ડ કપ 2021માં કુલ 45 મેચો રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે. સ્ટેડિયમ જ્યાં 45 મેચો યોજાશે તેમાં એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ, MCG અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground)નો સમાવેશ થાય છે.

T20 વર્લ્ડ કપ 2022 આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. આ ICC ટૂર્નામેન્ટની 8મી આવૃત્તિની સેમિફાઇનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. T20 વર્લ્ડ કપ 2022 (T20 world cup 2022)ની ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022ના રોજ રમાશે. આ ફાઈનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે MCG ખાતે યોજાશે.

ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પહેલાથી જ ટૂર્નામેન્ટના 2022 સુપર 12 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, નામિબિયા અને સ્કોટલેન્ડ ઈવેન્ટના પ્રથમ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયા છે પરંતુ તેમને અન્ય ચાર ક્વોલિફાયર સામે સુપર 12 તબક્કામાં પ્રવેશ કરવો પડશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ (Australian Cricket Team) બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલ (T20 World Cup Final) માં પહોંચી હતી અને તે પ્રથમ વખત ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ફાઈનલ રમી રહી હતી પરંતુ જીત તેના ભાગમાં આવી ન હતી.

આ પણ વાંચો : IND Vs NZ: રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રુમમાં એવુ તો શું કરે છે કે, દરેક ખેલાડી ચેમ્પિયન બની જાય છે, કેએલ રાહુલનો આવો રહ્યો જવાબ

આ પણ વાંચો : Purvanchal Expressway: આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી, 45 મિનિટ સુધી ચાલશે એર શો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati