Brijbhushan Singh : નિર્ભયા માટે ન્યાય માંગનાર વકીલ બ્રિજભૂષણનો કેસ લડી રહ્યા છે, આગામી સુનાવણી 20 જુલાઈ

|

Jul 19, 2023 | 9:39 AM

બ્રિજ ભૂષણે (Brijbhushan Singh) સતત તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. હવે કોર્ટ તેમના સામાન્ય જામીન પર 20 જુલાઈએ સુનાવણી કરશે.

Brijbhushan Singh : નિર્ભયા માટે ન્યાય માંગનાર વકીલ બ્રિજભૂષણનો કેસ લડી રહ્યા છે, આગામી સુનાવણી 20 જુલાઈ

Follow us on

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના મામલામાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા રહી ચૂકેલા સાંસદ બ્રિજ ભૂષણ સિંહનો મામલો સતત ચર્ચામાં રહે છે. મંગળવારે દિલ્હીની એક કોર્ટે આ કેસમાં બ્રિજભૂષણ સિંહને બે દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. બ્રિજભૂષણ સિંહ વતી એડવોકેટ રાજીવ મોહને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો અને જામીનની માંગણી કરી. રાજીવ મોહન એક જાણીતા વકીલ છે અને તેઓ નિર્ભયા કેસ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. ત્યારે સરકારી વકીલ તરીકે તેમણે ગુનેગારોને ફાંસી આપવાની માગણી કરી હતી.

આ પણ વાંચો :  Brij Bhushan Case: યૌન શોષણ મામલે બ્રિજભૂષણ સિંહને મળ્યા જામીન, 2 દિવસ બાદ થશે સુનાવણી

દિલ્હીમાં નિર્ભયાની ઘટના વખતે ચર્ચામાં આવ્યા

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં એડવોકેટ રાજીવ મોહન બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે વર્ષ 2012માં દિલ્હીમાં નિર્ભયાની ઘટના વખતે ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ તે દિલ્હી પોલીસ વતી કોર્ટમાં હાજર હતા અને નિર્ભયાના દોષિતોને ફાંસીની સજાની માગ કરી રહ્યા હતા.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

નિર્ભયા કેસ એક ઐતિહાસિક કેસ સાબિત થયો, જેના કારણે દેશના વિવિધ શહેરોમાં ભારે વિરોધ થયો. નિર્ભયા કેસમાં, 4 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને માર્ચ 2020 માં તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ દરમિયાન રાજીવ મોહન ખૂબ જ ફેમસ થઈ ગયા હતા.

બ્રિજભૂષણને બે દિવસની રાહત મળી

તમને જણાવી દઈએ કે ઘણી મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ સિંહ પર યૌન હિંસાનો આરોપ લગાવ્યો હતો, લગભગ 6 રેસલર્સે પોતાના નિવેદન પણ નોંધ્યા હતા. આ મામલામાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, ચાર્જશીટમાં તેમની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટે બીજેપી સાંસદને બે દિવસની રાહત આપી હતી, હવે 20 જુલાઈએ તેમની સામાન્ય જામીન પર સુનાવણી થશે. આ જામીન 25 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર આપવામાં આવ્યા છે. ડઝનબંધ કુસ્તીબાજો, રાજકીય પક્ષોએ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, જો કે તેઓ સતત તેમના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article