Wrestlers Protest: રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર પ્રતિબંધ, કુસ્તીબાજો સુપ્રીમ કોર્ટમાં જશે
જણાવી દઈએ કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની હતી. જોકે, સ્પોર્ટસ કોડને અનુસરીને વર્તમાન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે પહેલાથી જ ફરીથી પ્રમુખ પદની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા પ્રદર્શનની વચ્ચે ભારતીય રેસલિંગ ફેડરેશન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવા અહેવાલ છે કે ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનની ચૂંટણી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
જણાવી દઈએ કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની હતી. જોકે, સ્પોર્ટસ કોડને અનુસરીને વર્તમાન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે પહેલાથી જ ફરીથી પ્રમુખ પદની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. હવે એવા અહેવાલ છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન WFI ચૂંટણીઓ કરવા માટે એડ-હોક સમિતિની રચના કરશે, જે 45 દિવસની અંદર યોજવાની રહેશે.
Indian Olympic Association to constitute an ad-hoc committee to conduct elections of the Executive Committee of the Wrestling Federation of India (WFI) within 45 days of its formation and to manage the day-to-day affairs of WFI. pic.twitter.com/qDyJ8Moozn
— ANI (@ANI) April 24, 2023
WFI પ્રમુખ પર એફઆઈઆરને લઈને કુસ્તીબાજોના ધરણા
જો કે, આ દરમિયાન, દેશના કુસ્તીબાજો દ્વારા ધરણા ચાલુ છે. બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ જેવા દિગ્ગજ ભારતીય કુસ્તીબાજોના નેતૃત્વમાં વિરોધ ચાલુ છે. આ કુસ્તીબાજોનો ઉદ્દેશ્ય તેમને તેમની વાતથી મનાવવાનો છે. તેમની માગ છે કે પોલીસ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધે.
આ પણ વાંચો : દરેક સ્પોર્ટસની વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવો, PM મોદીએ રમતગમત મંત્રાલયોને આપી સલાહ
રેસલર્સ માગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
મામલામાં નવીનતમ અપડેટ એ છે કે કુસ્તીબાજોએ હવે તેમની માંગણીઓ પૂરી ન થતી જોઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેઓએ પોતાની માંગણીઓ માટે દેશની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાનું મન બનાવી લીધું છે.
Vinesh Phogat and seven other wrestlers move Supreme Court seeking registration of FIR against Wrestling Federation of India (WFI) president, Brij Bhushan Singh pic.twitter.com/D7ptm2DSbf
— ANI (@ANI) April 24, 2023
કુસ્તીબાજોએ પોલીસ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો
23 એપ્રિલથી ફરી ધરણા પર ઉતરેલા કુસ્તીબાજોએ પોલીસ પર તેમને હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાના કહેવા પ્રમાણે, દિલ્હી પોલીસ તેની સાથે ખરાબ વર્તન કરી રહી છે. અમે પોલીસ પાસે રાત્રે પણ ધરણા કરવાની પરવાનગી માંગી હતી, જે તેમણે આપી ન હતી. બજરંગ તમામ કુસ્તીબાજોનો અવાજ બન્યો અને કહ્યું કે જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…