AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Olympic 2022: ભારતના અભિયાનનો નિરાશાજનક અંત, સ્લૈલમમાં રેસ પુરી કરી ન શક્યો આરિફ

વિન્ટર ઓલિમ્પિક 2022ની બે સ્પર્ધાઓ માટે ક્વોલિફાઈ કરનાર પહેલો ભારતીય આરિફે જ્વોઇંટ સ્લૈલમ ઇવેન્ટમાં કુલ 2 મિનિટ 47.24 સેકન્ડનો સમય લીધો હતો અને તે 45માં સ્થાન પર રહ્યો હતો.

Winter Olympic 2022: ભારતના અભિયાનનો નિરાશાજનક અંત, સ્લૈલમમાં રેસ પુરી કરી ન શક્યો આરિફ
Arif Khan (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 10:20 PM
Share

વિન્ટર ઓલિમ્પિક (Winter Olympics 2022) ગેમ્સમાં ભાગ લઈ રહેલ ભારતના એકમાત્ર ખેલાડી સ્કીયર આરિફ ખાન (Arif Khan) બુધવારે પુરૂષની સ્લૈલમ ઈવેન્ટની રેસ પુરી કરી શક્યો ન હતો. આમ આ હાર સાથે વિન્ટર ઓલિમ્પિકમાં ભારતના (Team India) અભિયાનનો દુ:ખદ અંત આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના 31 વર્ષના આરિફ જ્વોઇંટ સ્લૈલમમાં રવિવારે 45માં સ્થાન પર રહ્યો હતો પણ તે યાંકિંગ નેશનલ અલ્પાઈન સ્કીઇંગ સેન્ટરમાં સ્લૈલમ સ્પર્ધામાં પહેલી રેસ પુરી કરી શક્યો ન હતો.

વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં ડેબ્યુ કરી રહેલ આરિફ પહેલી રેસ પુરી કરી ન શકવાના કારણે બીજી રેસમાં ભાગ લઈ શક્યો ન હતો. આ ઈવેન્ટમાં 88 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર 52 જ ખેલાડીઓ રેસ પુરી કરી શક્યા હતા. આ તમામ ખેલાડીઓ બીજી રેસમાં ભાગ લઈ શક્યા હતા. આરિફે સારી શરૂઆત કરી હતી. તેણે પહેલા ચરણને 14.40 સેકન્ડમાં રેસ પુરી કરી હતી તો બીજા ચરણમાં 34.24 સેકન્ડમાં રેસ પુરી કરી હતી પણ અંતિમ ચરણને પુરૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેથી બીજી રેસમાં ભાગ લઈ શક્યો ન હતો.

ઓસ્ટ્રિયાના યોગાન્સ સ્ટ્રેલ્જ 53.92 સેકન્ડના સમયની સાથે પહેલી રેસમાં સૌથી ઝડપી સ્કીયર હતો. નોર્વેના હેનરિક ક્રિસ્ટોફર્સન (53.94 સેકન્ડ) અને સેબેસ્ટિયન ફોસ સિલેવાગ (53.98 સેકન્ડ) અનુક્રમે બીજા સ્થાને અને ત્રીજા સ્થાને રહ્યા હતા. વિન્ટર ઓલિમ્પિક 2022ની બે સ્પર્ધાઓ માટે ક્વોલિફાઈ કરનાર પહેલો ભારતીય આરિફે જ્વોઇંટ સ્લૈલમ ઈવેન્ટમાં કુલ 2 મિનિટ 47.24 સેકન્ડનો સમય લીધો હતો અને તે 45માં સ્થાન પર રહ્યો હતો.

આ પણ વાંચો : પીટરસને પાનકાર્ડ ખોવાઈ જતાં સોશિયલ મીડિયામાં PM મોદી પાસે માંગી હતી મદદ, હવે ઇન્કમટેક્ષ વિભાગ આવ્યુ મદદે

આ પણ વાંચો : BCCI એ શાનદાર બોલીંગ આક્રમણ તૈયાર કરવા માટે ઘડ્યો પ્લાન, ટીમ ઇન્ડિયાને મળશે જબરદસ્ત બોલર

g clip-path="url(#clip0_868_265)">