WWE Video : 5 મહિના બાદ John Cenaની જબરદસ્ત વાપસી, Roman Reignsના ભાઈને ધોઈ નાખ્યો

John Cena Return In WWE SmackDown: રેસલર જોન સીના WWEના સૌથી ચર્ચિત ચહેરાઓમાંથી એક છે. નાના બાળકથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈ તેને જાણે છે. છેલ્લે વર્ષ 2023માં WWEની રેસલિંગ રિંગમાં દેખાયા બાદ જોન સીના હાલમાં ફરી રેસલિંગ રિંગમાં દેખાયો છે. 5 મહિના બાદ તેણે જોરદાર વાપસી કરી છે. તેની ફાઈટિંગનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

WWE Video : 5 મહિના બાદ John Cenaની જબરદસ્ત વાપસી, Roman Reignsના ભાઈને ધોઈ નાખ્યો
John Cena WWEImage Credit source: WWE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 7:08 AM

 WWE :  ભારતમાં ક્રિકેટની જેમ WWE રેસલિંગને પસંદ કરનાર લોકોનો પણ મોટો વર્ગ છે. ધ ગ્રેટ ખલીને કારણે ભારતમાં WWEના ફેન્સ પણ વધ્યા હતા. WWE જોઈને આજે પણ નાના બાળકો ઘરમાં કે સ્કૂલમાં મિત્રો કે ભાઈ-બહેનો પર રેસલર્સના શાનદાર મૂવ અજમાવતા રહે છે. WWE ફેન્સ માટે હાલમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. WWEના દિગ્ગજ રેસલર સુપરસ્ટાર જોન સીનાએ WWEમાં વાપસી કરી છે.

જોન સીના લાંબા સમય બાદ WWEની રેસલિંગ રિંગમાં જોવા મળ્યો છે. 5 મહિના બાદ WWEમાં વાપસી કરનાર જોન સીના ફેન્સ સામે પોતાની વાત કહી રહ્યો હતો ત્યારે જ ત્યા જીમ્મી ઉસોની એન્ટ્રી થાય છે. તે સુપરસ્ટાર જોન સીનાની રોમ રેન્સ સાથે સરખામણી કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. થોડા સમય બાદ તે જોન સીના પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. પણ સુપરસ્ટાર જોન સીના તે સમયે જે મૂવ અજમાવે છે તેને જોઈને ફેન્સને ભરપૂર મનોરંજન મળે છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા માટે ‘રેડ એલર્ટ’, કેચ છોડવાના મામલે ભારતીય ટીમ બીજા નંબર પર

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

John Cenaએ Roman Reignsના ભાઈને ધોઈ નાખ્યો

આ પણ વાંચો : Breaking News : Asia Cup 2023: ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાય થયું

જોન સીનાએ ફેન્સને જણાવ્યું કે તે પેયબેક 2023 ટુર્નામેન્ટનો હોસ્ટ હશે. પરતું તેણે એ વાતનો ખુલાસો ના કર્યો કે તે કોઈ ઈવેન્ટનો ભાગ બનશે કે નહીં. આગામી 2 મહિનામાં જોન સીના ઘણી રેસલિંગ મેચમાં જોવા મળશે. જોન સીના ભારતમાં થનારી WWE ઈવેન્ટનો પણ ભાગ બને તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Asia Cup 2023: વિરાટ કોહલીએ નેપાળી ગીત પર કર્યો ડાન્સ, જુઓ Video

કોણ છે જોન સીના ?

જોન સીનાનો જન્મ 23 એપ્રિલ, 1977ના રોજ વેસ્ટ ન્યૂબેરી, મૈસાચુસેટ્સમાં થયો હતો. ડેન, મેટ, શોન અને સ્ટીવ તેના ભાઈઓ છે. તે પાંચ ભાઈમાં બીજા નંબરે છે. તેણે કુશિંગ એકેદમીથી સ્નાતક કર્યું છે. તેણે સ્પિંગફ્લીડથી વર્ષ 1998માં શરીર વિજ્ઞાનમાં ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. તે લગભગ 16 વાર WWE ચેમ્પિયન બન્યો છે. જોન સીનાના ભારતમાં કરોડો ફેન્સ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">