World Aquatic Championship: સ્વિમર અનિતા સ્પર્ધામાં તરવા દરમિયાન જ બેહોશ થઈ ગઈ, કોચે તળીયે ડૂબેલી ખેલાડીને બહાર કાઢીને જીવ બચાવ્યો

World Aquatic Championship: સ્વિમર અનિતા સ્પર્ધામાં તરવા દરમિયાન જ બેહોશ થઈ ગઈ, કોચે તળીયે ડૂબેલી ખેલાડીને બહાર કાઢીને જીવ બચાવ્યો
Anita Alvarez અચાનક જ પાણીમાં ડૂબવા લાગી હતી

વર્લ્ડ એક્વેટિક ચેમ્પિયનશિપ (World Aquatic Championship) દરમિયાન આ ઘટના જોઈને બધા ચોંકી ગયા હતા. જોકે, અણીના સમયે કોચે સમજદારી દાખવીને ખેલાડીનો જીવ બચાવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jun 24, 2022 | 11:09 AM

બુડાપેસ્ટમાં રમાઈ રહેલી વર્લ્ડ એક્વેટિક ચેમ્પિયનશિપ (World Aquatic Championship) માં મોટી દુર્ઘટના ટળી હતી. એક મહિલા ખેલાડી જીવ ગુમાવતા બચી ગઈ છે. અમેરિકન સ્વિમર અનિતા અલ્વારેઝ (Anita Alvarez) બુધવારે તેની રૂટિન અને સ્વિમિંગને અનુસરી રહી હતી. આ પછી તે અચાનક બેહોશ થઈ ગઈ અને પૂલમાં ડૂબવા લાગી. આ ઘટના સોલો ફ્રી ફાઈનલ દરમિયાન થઇ હતી. અણીના સમયે કોચે પૂલમાં કૂદીને અલ્વારેઝનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટના જોઈને હાજર સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને થોડા સમય માટે સ્થળ પર હલચલ મચી ગઈ હતી. જોકે, ખેલાડીનો જીવ બચી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

જ્યારે અનિતા પૂલમાં હતી ત્યારે જોવામાં આવ્યું કે તે શ્વાસ લઈ શકતી નથી. આ જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આવામાં તેના કોચ આન્દ્રે ફુએન્ટેસ અનિતા માટે વરદાનરુપ સાબિત થયા હતા. અનિતાની હાલત જોઈને આન્દ્રે પૂલમાં કૂદી પડીને તેને બહાર નિકાળી હતી. આન્દ્રે તેને પૂલ પર લાવી પ્રાથમિક સારવાર માટેની તજવીજ ત્વરીત શરુ કરાવી હતી, આ માટે અન્ય લોકોએ તેને બહાર લઈ જવા માટે મદદ કરી.

યુએસ ટીમે નિવેદન આપ્યુ

આ પછી અનિતાને સ્ટ્રેચર પર પૂલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવી. પરંતુ તેની હાલત જોઈને તેના સાથી ખેલાડીઓ અને ચાહકો ચિંતામાં મુકાઈ ગયા હતા. જો કે યુએસ સ્વિમિંગ ટીમે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અનિતા હવે પહેલા કરતા સારી સ્થિતિમાં છે. માર્કા સાથે વાત કરતા, આન્દ્રે એ કહ્યું, “તે એક મોટો ડર હતો. મારે કૂદવું પડ્યું કારણ કે લાઇફગાર્ડ્સ તેમ કરી રહ્યા ન હતા.”

કોચે કહ્યુ, લાઈફગાર્ડે નહીં કરતા પોતે કૂદી પડી

કોચે પાછળથી સ્પેનિશ રેડિયો પર આ વિશે વાત કરી અને કહ્યું કે અનિતા બેહોશ થઈ ગઈ કારણ કે તેની દિનચર્યા લંબાવવામાં આવી હતી. તેણે કહ્યું, “તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. એકવાર તેણે ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું હતુ, તો બધું બરાબર થઇ ગયુ હતું. આ બધુ પુરા એકાદ કલાક જેવું લાગ્યું. તે સમયે ચિજો ત્યાં ન હતી. હું લાઇફગાર્ડ્સને પાણીમાં જવાનું કહી રહી હતી, પરંતુ હું શું કહી રહી હતી તે તેઓ સમજી શક્યા કે સાંભળી શક્યા નહીં. તે શ્વાસ લઈ શકતી નહોતી. મેં શક્ય તેટલું ઝડપી તે કર્યું જાણે તે ઓલિમ્પિક ફાઇનલ હોય.”

હાલ તે આરામ પર રહેશે

ટીમના પ્રવક્તાએ કહ્યું છે કે અનીતા હવે ઠીક છે અને આરામ કરશે. તેણે એ પણ કહ્યું કે તે આગળ રમશે કે નહીં, ટીમના ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની સલાહ લીધા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રવક્તા એલિસા જેકોબ્સે કહ્યું, “અનિતા હાલમાં સારી રીતે ચાલી રહી છે અને આજે આરામ કરી રહી છે. ટીમ ડોક્ટર અને મેડિકલ સ્ટાફે તેની તપાસ કરી છે. 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેની એક ફાઈનલ બાકી છે. જો મેડિકલ ટીમ પરવાનગી આપશે તો તેઓ રમશે કે નહીં તે અંગે નિર્ણય લેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati