Tokyo Paralympics: ભાવિના પટેલની ઐતિહાસીક ઉપલ્બધી, મેડલ નિશ્ચિત કરી ટેબલ ટેનિસ સેમિફાઈનલમાં પહોંચી

|

Aug 27, 2021 | 7:23 PM

ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympic-2020) રમતોનું આયોજન ગયા વર્ષે થનારુ હતુ. પરંતુ કોરોનાને લઈને આ રમતોને એક વર્ષ માટે પાછળ કરી દેવામાં આવી હતી.

Tokyo Paralympics: ભાવિના પટેલની ઐતિહાસીક ઉપલ્બધી, મેડલ નિશ્ચિત કરી ટેબલ ટેનિસ સેમિફાઈનલમાં પહોંચી
Bhavina Patel

Follow us on

ટોક્યો પેરાલિમ્પિક -2020 (Tokyo Paralympic-2020)માં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) ઈતિહાસ રચ્યો છે. તેણે ક્લાસ-4ની ક્વાર્ટર ફાઈનલ જીતીને વિમેન્સ સિંગલ્સ કેટેગરીની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. તેણે સાર્બિયાના રાકોવિચને 3-0થી હરાવી, આ મેચ જીતીને અંતિમ-4માં જગ્યા બનાવી. આ સાથે જ તેણે ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્વિત કરી લીધો છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

તે પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બનશે. ભાવિનાએ આ મેચ 11-5, 11-6, 11-7થી જીતી હતી. સેમીફાઈનલમાં તેનો મુકાબલો ચીનના મિયાઓ ઝાંગ સામે થશે. મેચ જીત્યા બાદ ભાવિનાએ કહ્યું હું આખા દેશનો આભાર માનવા માંગુ છું. કારણ કે હું તેમના કારણે અહીં પહોંચી છું. આજે હું ક્વાર્ટર ફાઈનલ જીતીને આવી છું. આવતીકાલે મારી સેમીફાઈનલ છે. મારા પર આવો પ્રેમ બનાવી રાખો અને તમારો પ્રેમ મોકલતા રહો.

 

આજે સવારે ભાવિનાએ રાઉન્ડ ઓફ 16ની મેચ નંબર 20માં બ્રાઝિલના ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે પણ આ મેચ 3-0થી જીતી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક કદમ નજીક આવી ગઈ છે. સારી વાત એ છે કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિનાનું ફોર્મ શાનદાર દેખાઈ રહ્યું છે અને તે એક પછી એક તેની મેચ જીતી રહી હોય તેવું લાગે છે.

 

રચ્યો ઈતિહાસ

ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઈતિહાસ લખ્યો છે. વાસ્તવમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતની મહિલા પેડલર પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં સેમિફાઈનલમાં પહોંચી છે. ભાવિના પટેલે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. બ્રાઝિલના પેડલરને હરાવતી વખતે તેણે આ પરાક્રમ કર્યું હતું. હવે તે એક ડગલું આગળ વધી ગઈ છે અને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી આ રમતમાં અહી સુધી પહોંચી શકી નથી.

 

ક્વાર્ટર ફાઈનલ જીત્યા બાદ તેણે પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. ભાવિનાએ કહ્યું કે તેણે તેના બ્રાઝીલીયન પ્રતિસ્પર્ધીને બોડી પર રમાડી હતી, જે તેની નબળાઈ હતી અને તેને તેનું જ પરિણામ વિજય સ્વરૂપે મળ્યું.

આમ રહી હતી સફર

ગ્રેટ બ્રિટનની મેગાન શેકલેટોનને 3-1થી ભાવિની એ હરાવી હતી. ભાવિનાએ તેની મેચ ગ્રેટ બ્રિટનના ખેલાડી સામે 11-7, 9-11, 17-15, 13-11થી જીતી લીધી હતી. જે જીત સાથે જ તેણે આગલા રાઉન્ડ એટલે કે રાઉન્ડ ઓફ 16 માટે ટિકિટ કપાવી લીધી હતી. આ મેચમાં ભાવિનાની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલર દ્વારા આકરી ટક્કર આપી હતી. પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતની પાકી કરી લીધી હતી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: વિરાટ કોહલી દ્વારા વિકેટ બાદ દર્શાવાતી આક્રમકતા ગાવાસ્કરને ખૂંચવા લાગી, કહ્યું ચીસો પાડવાને બદલે આમ કરો!

આ પણ વાંચોઃ Cleveland Championships: ટોક્યો ઓલિમ્પિક્સ પછી સાનિયા મિર્ઝાનો કમાલ, મોટા ઉલટ ફેર સાથે સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ

Published On - 7:20 pm, Fri, 27 August 21

Next Article