Tokyo Olympics: ખેલાડીઓએ ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા આપવો પડશે ફિટનેસ ટેસ્ટ, AFI એ કર્યો નિર્ણય

|

Jul 11, 2021 | 8:55 AM

ભારતીય એથલેટો મહિનાના અંતિમ સપ્તાહની શરુઆતે ટોક્યો જવા રવાના થઇ શકે છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારત એથલેટિક્સ 18 ઇવેન્ટમાં ભાગ લેશે. જેમાં 11 ટ્રેક ઇવેન્ટ અને 8 ફિલ્ડ ઇવેન્ટ સામેલ છે.

Tokyo Olympics: ખેલાડીઓએ ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા આપવો પડશે ફિટનેસ ટેસ્ટ, AFI એ કર્યો નિર્ણય
Tokyo Olympics

Follow us on

ટોક્યો ઓલિમ્પિક જતા અગાઉ જ એઅફઆઇ (Athletics Federation Of India) એ પોતાના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટનો નિર્ણય કર્યો છે. શુક્રવારે પેડેસ્ટ્રીયન એથલેટ કેટી ઇરફાન (KT Irfan) અને ભાવના જાટ (Bhawna Jat) નો ફિટનેસ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી શ્રીશંકર 21 જૂલાઇએ પોતાની ફિટનેશ સાબિત કરશે. ફિટનેશ પાસ કરવા બાદ જ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે. આ ત્રણેય હાલમાં બેંગ્લોરમાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા (SAI) ના કેન્દ્રમાં અભ્યાસ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટનુસાર AFI ના અધ્યક્ષ આદિલ સુમરીવાલાએ આ સંદર્ભે વાત કરી હતી. તેઓએ કહ્યુ હતું કે, અમે અનફીટ એથલેટને ઓલિમ્પિક લઇ જઇ શકતા નથી. અમારે એ જોવુ પડશે કે, એથલેટ એ ક્યારે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ અને તેઓ ઇજામુક્ત અને ઓલિમ્પિક માટે ફિટ છે કે કેમ. તેઓ આગળ કહ્યુ, આ એક ફિટનેસ પરીક્ષણ છે અને અમે કોઇ પણ રીતે ક્વોલિફિકેશન માપદંડોની પરખ નથી કરી રહ્યા.

ઇરફાન ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર ટ્રેક અને ફિલ્ડના પ્રથમ એથલેટ હતો. તેણે માર્ચ 2019 માં માં જાપાનના નોમીમાં એશિયાઇ વોકિંગ રેસ ચેમ્પિયનશીપ દરમ્યાન ક્વોલિફાઇ કર્યુ હતું. તેની અંતિમ ટૂર્નામેન્ટ રાંચીમાં રાષ્ટ્રીય વોકિંગ રેસ ચેમ્પિયનશીપ હતી. જેમાં તેણે રેસ પુરી કરી હતી. ત્યારબાદ મે મહિના દરમ્યાન તે કોવિડ-19 પોઝિટિવ જણાયો હતો, જેમાંથી તે સ્વસ્થ થઇ ચુક્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભાવના અને પ્રિયંકાએ આપ્યો ટેસ્ટ

ભાવના જાટ એ કોરોના મહામારી શરુ થવાના પહેલા નેશનલ વોકિંગ રેસ ચેમ્પિયનશીપ 2020 માં ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું. તે આ વર્ષે માર્ચ મહિનામાં રાંચીમાં યોજાયેલ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ દરમ્યાન પ્રિયંકા ગોસ્વામી બાદ બીજા સ્થાન પર રહી હતી. પ્રિયંકા ગોસ્વામી પણ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહી છે. તેણે કહ્યુ હતું કે, મારો આજે ફિટનેસ ટેસ્ટ હતો અને મે સારુ કર્યુ હતું, મારા પ્રદર્શનથી હું સંતુષ્ટ છું.

અંતિમ સપ્તાહમાં એથલેટો ટોક્યો રવાના થશે

શ્રીશંકર 21 જૂલાઇએ બેંગ્લોરમાં ફિટનેશ ટેસ્ટ કરાવશે. તેણે માર્ચ માસમાં રાષ્ટ્રીય સિનીયર ફેડરેશન કપ એથલેટિક્સ ચેમ્પિયનશીપ દરમ્યાન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ હતું. તે રાષ્ટ્રીય આંતર રાજ્ય ચેમ્પિયનશીપમાં પોતાની સ્પર્ધા શરુ થવા પહેલા જ હટી ગયો હતો. એએફઆઇ એ 23 જુલાઇથી શરુ થનાર ઓલિમ્પિક માટે 26 સભ્યોની ટીમને પસંદ કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં એથલેટિક્સની સ્પર્ધાઓ 30 જૂલાઇ થી શરુ થશે. ભારતીય એથલેટો આ મહિનાના અંતિમ સપ્તાહમાં ટોક્યો જવા રવાના થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ  Wimbledon 2021: ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી વિમ્બલ્ડન ચેમ્પિયન, ફાઇનલમાં કેરોલિના પ્લિસ્કોવાને હરાવી

Next Article