AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2022 : ટિકિટનું વેચાણ આજથી શરૂ, કતારમાં ચાહકો માટે વિકલ્પો ઓછા

દુનિયાના સૌથી મોટી ફુટબોલ રમત (Football) ના મહાકુંભ માટે ટિકીટ વેચાય રહી છે જે 5 જુલાઈથી શરુ થઈ 16 ઓગસ્ટ સુધી ચાલશે,

FIFA World Cup 2022 : ટિકિટનું વેચાણ આજથી શરૂ, કતારમાં ચાહકો માટે વિકલ્પો ઓછા
FIFA World Cup 2022 ટિકિટનું વેચાણ આજથી શરૂImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:35 AM
Share

FIFA World Cup 2022 : કતારમાં યોજાનારા ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)ની ટિકિટનું બુકિગ આજથી શરૂ થઈ ગઈ છે, દુનિયાના સૌથી ફેમસ રમતનો મહાકુંભ ફીફા વર્લ્ડ કપ માટેનું બુકિંગ શરુ થઈ ગયું છે જે 5 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી ચાલશે.ટિકિટ વહેલા તે પહેલાના ધોરણે વેચવામાં આવશે. જેને FIFA.com/tickets પર ભારતીય સમયઅનુસાર બોપરે 2 વાગ્યે થી બુકિંગ ચાલુ થશે. તેમને જણાવી દઈએ કે, મિડિલ ઈસ્ટમાં પ્રથમ વખત ફુટબોલ વર્લ્ડકપનું આયોજન થઈ રહ્યું છે, ટિકીટને લઈ મેજબાની કરી રહેલા કતરને મેળવી કુલ 10 દેશોમાં લોકોનો ઉત્સાહ વધુ છે, ઈગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ભારત (India), સાઉદી અરબ,સ્પેન, UAE અને USA સામેલ છે

ફીફા વર્લ્ડકપ 2022ના સેલ્સ માર્કેટિંગના હેડ હસન રાબિયા અલ કુવારીએ જણાવ્યું કે, ટિકીટ બુંકિગની પ્રકિયા 5 જુલાઈથી શરુ થઈ રહી છે, તેમણે કહ્યું કે, પ્રત્યેક ફુટબોલ ચાહક એક મેચમાં વધુમાં વધુ 6 ટિકીટની ખરીદી કરી શકે છે.આ પ્રથમ વખત છે જ્યારે ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) ગલ્ફ દેશમાં રમાશે. મહત્વનું છે કે ફિફા વર્લ્ડ કપ 2022 માં 32 ટીમો ભાગ લેશે.

ફૂટબોલનો જુસ્સો વઘુ છે

ફૂટબોલ એ જોશ અને જુસ્સાની રમત છે. વિશ્વભરમાં તેનો ક્રેઝ છે. કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપને લઈને રમતપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કતારમાં તેમના માટે અનુકૂળ વિકલ્પોનો અભાવ હોય ત્યારે આ ઉત્સાહ દેખાય છે. ફ્લાઇટના ભાવમાં 2 થી 3 ગણો વધારો થયો છે. હોટેલના રૂમના ભાડામાં વધારો થયો છે. પરંતુ ખિસ્સા ઢીલા થઈ રહ્યા છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, ચાહકોમાં ટિકિટ માટે સ્પર્ધા છે, કારણ કે ફૂટબોલનો જુસ્સો બધા પર પ્રભુત્વ ધરાવે છે.

ફિફા વર્લ્ડ કપ 2022 માં 32 ટીમો ભાગ લેશે

કતાર (Qatar) માં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર 2022 સુધી ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup 2022) નું આયોજન થવાનું છે. જેને પગલે વિશ્વભરના ફુટબોલ ચાહકોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે જ્યારથી કતારને ફિફા વર્લ્ડ કપની યજમાની મળી છે ત્યારથી વિવાદ શરૂ થયો છે. આ વિવાદ વચ્ચે ફિફા (FIFA) અને કતાર સરકારે જાહેર કરેલા નિયમો પર એક નજર કરીએ. આ પ્રથમ વખત છે જ્યારે ફિફા વર્લ્ડ કપ ગલ્ફ દેશમાં રમાશે. મહત્વનું છે કે ફિફા વર્લ્ડ કપ 2022 માં 32 ટીમો ભાગ લેશે.

g clip-path="url(#clip0_868_265)">